વોટ્સએપ ફોર બિઝનેસ એ સૌથી પહેલા ઇન્ડિયા માં લોન્ચ થશે

By: Keval Vachharajani

ફેસબુક ની માલિકી વાળું વોટ્સએપ અંતે પોતાની ચેટ એપ પર થી થોડા પૈસા કમાવા જય રહી છે જેને તે લોકો વોટ્સએપ ફોર બિઝનેસ નું નામ આપ્યું છે. અને કંપની આખા વિશ્વ ની અંદર આ ફીચર ને લોન્ચ કરે તેની પહેલા તે આ ફીચર ને ઇન્ડિયા માં ટેસ્ટ કરશે.

વોટ્સએપ ફોર બિઝનેસ એ સૌથી પહેલા ઇન્ડિયા માં લોન્ચ થશે

અને વોટ્સએપ ફોર બિઝનેસ નું મૂળ લક્ષ્ય આ દેશ ના નાના નાના ધંધા ઓ પર છે. અને ત્યાર બાદ, આ બધા બિઝનેસ ના માલિકો ને એક અલગ થી એપ પણ આપવા માં આવશે જેની અંદર તેલોકો ત્યાર બાદ, વધુ સારી રીતે વાતચીત કરી શકશે. જો કે, આ સેવા હજી બની રહી છે અને ટેસ્ટિંગ ના ફેઝ ની અંદર રાખવા માં આવી છે.

બ્રાયન એક્ટન, કે જે વોટ્સએપ ના કો ફાઉન્ડર છે તેમણે એક ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે, "આ માત્ર નાના ધંધા દારીઓ માટે જ છે કે જે 10 અથવા તેના થી પણ ઓછા કર્મચારીઓ ને ધરાવે છે, અને જે લોકો એક મોબાઇલ ક્લાયન્ટ ને માંગી રહ્યા છે, જેની મદદ થી તેમને ધંધા ને ચલાવવા માં વધુ સરળતા થશે, પછી ભલે તે ઘણા બધા ગ્રાહકો ને સાચવવા ના હોઈ કે પછી જુદા જુદા એજન્ટ સપોર્ટ જોતો હોઈ તે બધી જ વસ્તુ ને સરળતા થી સાચવી શકશે."

ગૂગલ મેપ ઘ્વારા બહાર પાડવામાં આવ્યું લિસ્ટ, જાણો કઈ રીતે ઉપયોગી

અને તેમણે ફેસબુક ફોર વર્ક અને વોટ્સએપ ફોર બિઝનેસ વચ્ચે સરખામણી કરતા પણ કહ્યું હતું કે પહેલા અમારો ધ્યેય મોટા ધંધા ઓ પર હતો અને હવે "નાના અને મીડીયમ ધંધા પર છે કે જેમની પાસે કર્મચારી ખુબ જ ઓછા છે અને સામે ગ્રાહકો ખુબ જ વધારે છે અને બંને ના ગોલ ખુબ જ અલગ અલગ હોઈ છે."

અત્યારે 200 મિલિયન મંથલી એકટીવ યુઝર્સ છે, કે જે આખા વિશ્વ માં અમારા યુઝર્સ માંથી 15% જેટલા છે, અને ઇન્ડિયા એ વોટ્સએપ નું સૌથી વધુ યુઝર બેઝ ધરાવતો દેશ છે.

અને તેના કારણે જ તે સમજવું ખુબ જ સરળ છે કે વોટ્સએપે પોતાની આ સેવા ને શરુ કરવા માટે ઇન્ડિયા ની જ પસન્દગી કેમ કરી છે. અને ઇન્ડિયા ની અંદર મોટા મોટા બિઝનેસ ની સાથે નાના નાના પણ ઘણા બધા બિઝનેસ કામ કરી રહ્યા છે. જેથી ઇન્ડિયા ની અંદર વોટ્સએપ ફોર બિઝનેસ સફળ થાય તેની પુરે પુરી શક્યતાઓ છે.

અને બ્રાયન એ વધુ જોડતા કહ્યું હતું કે, "અમે આ ને માત્ર ઇન્ડિયા માટે જ બનાવ્યું છે, અને યુઝર્સ અમને આ પ્રોડક્ટ વિષે પોતાનો પ્રતિસાદ આપી શકશે કે તેમને આ પ્રોડક્ટ કેવી લાગી, અને ત્યાર બાદ જ અમે આ પ્રોડક્ટ ને બ્રાઝીલ અને ઇન્ડોનેશિયા ની અંદર લોન્ચ કરીશું."

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Read more about:
English summary
Facebook-owned WhatsApp finally plans to make some fortune out of its chat app with what it's calling as WhatsApp for Business. Reportedly, the company had chosen the India ground to test the services before it rolls out the service on a global scale.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot