Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsApp લાવી રહ્યું છે નવું ફીચર, આ યુઝર્સને જ મળશે લાભ
મેટાની ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ એટલે કે વ્હોટ્સ એપ પોતાના યુઝર્સ માટે સમયાંતરે નવી નવી અપડેટ્સ આપતી રહે છે. વ્હોટ્સ એપ આવું એટલા માટે કરે છે, કારણ કે તે પોતાના યુઝર્સનો અનુભવ વધારે સારો બનાવી શકે છે. આ જ સિલસિલાને આગળ ધપાવતા કંપનીએ તાજેતરમાં જ પોતાના નવા ફીચર ચેનલ્સને ગ્લોબલી લોન્ચ કર્યું છે.
ચેનલ્સ ફીચરને લોન્ચ કર્યાના થોડા જ દિવસમાં ફરી વ્હોટ્સ એપ એક નવું ફીચર લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ નવા ફીચરનું નામ પિન્ડ મેસેજ ફીચર છે. તમને અમે એ પણ જણાવી દઈએ કે વ્હોટ્સ એપ આ નવું પિન્ડ મેસેજ ફીચર માત્ર એન્ડ્રોઈડ યુઝર્સ માટે લોન્ચ કરી રહ્યું છે. ચાલો, વ્હોટ્સ એપના નવા ફીચર વિશે વિસ્તારથી જાણી લઈએ.

વ્હોટ્સ એપની અપડેટ્સ અને નવા ડેવલપમેન્ટ્સને ટ્રેક કરનાર વેબસાઈટ WABetaInfoના કહેવા પ્રમાણે વ્હોટ્સ એપ દ્વારા ગૂગલ પ્લે બિટા પ્રોગ્રામ માટે એક નવું ફીચર જાહેર કરવામાં આયું છે. એન્ડ્રોઈડ એપના લેટેસ્ટ બીટા વર્ઝનમાં એક નવું પિન્ડ મેસેજ અને રિડિઝાઈન્ડ ચેટ અટેચમેન્ટ મેન્યુ ફીચર જોવા મળી રહ્યું છે. આ ફીચરને હાલ વ્હોટ્સ એપના બીટા ટેસ્ટર્સ માટે લોન્ચ કરવામાં આવ્યું છે.
પિન્ડ મેસેજ ફીચર
તમને એ પણ જણાવી દઈએ કે વ્હોટ્સ એપ જૂન મહિનાથી જ પિન્ડ મેસેજ ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચર વયુઝર્સને કોઈ પણ મેસેજને પોતાના ચેટમાં સૌથી ઉપર પિન કરીને હાઈલાઈટ કરવામાં મદદ કરશે. આ ફીચરની મદદથી યુઝર્સ જરૂરી મેસેજને પિન કરી શક્શે, જેનાથી તમે તેને સરળતાથી એક્સેસ કરી શકો, અને કામના મેસેજને યાદ રાખી શકો.
કેવી રીતે કામ કરશે આ પિન્ડ મેસેજ ફીચર
લેટેસ્ટ રિપોર્ટમાં એ પણ જણાવવામાં આયું છે કે વ્હોટ્સ એપનું આ ફીચર કેવી રીતે કામ કરશે. WABetaInfoના કહેવા પ્રમાણે એન્ડ્રોઈડ એપના લેટેસ્ટ બીટા વર્ઝનની અપડેટને ઈન્સ્ટોલ કરવ્યા બાદ તમને મેસેજ ઓપ્શનમાં એક પિન સેક્શન જોવા મળશે.
આ પિન સેક્શનની મદદથી તમે જરુરી મેસેજને પોતાના વ્હોટ્સ એપમાં સૌથી ઉપરની બાજુ પિન કરી શકે છે. પિન્ડ મેસેજ ફીચર દ્વારા તમે જરૂર મુજબ તમારા વ્હોટ્સ એપ મેસેજને કેટલા સમય સુધી પિન કરી શક્શો તે નક્કી કરી શક્શો. આ માટે તમને 24 કલાક, 7 દિવસ અને 30 દિવસ એમ ત્રણ જુદા જુદા વિકલ્પ મળે છે. આ ઉપરાંત તમે નક્કી કરેલા પિન્ડ મેસેજને નક્કી કરેલી સમય મર્યાદા પહેલા પણ અનપિન્ડ કરી શકો છો.
રિડિઝાઈન ચેટ અટેચમેન્ટ મેન્યુ
આ ઉપરાંત કંપનીએ કેટલાક બીટા ટેસ્ટર્સ માટે રિડિઝાઈન ચેટ અટેચમેન્ટ મેન્યુ ફીચર પણ રજૂ કરી રહી છે. તેમાં તમને એક નવી સ્ટાઈલ મળશે. આગળ જણાવ્યું તે મુજબ આ ફીચર માત્ર બીટા ટેસ્ટર્સ માટે જ ઉપલબ્ધ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications