Just In
- 628 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 629 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 630 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 631 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
કોઈ બીજું તો નથી વાપરી રહ્યું ને તમારું WhatsApp અકાઉન્ટ, આ રીતે કરો ચેક
આખા વિશ્વમાં અરબો લોકો એકબીજા સાથે વાતચીત કરવા માટે અને જોડાયેલા રહેવા માટે વ્હોટ્સ એપનો રોજેરોજ ઉપયોગ કરે છે. એટલે હવે હેકર્સ પણ વ્હોટ્સ એપ સ્કેમ દ્વારા લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે. ઘણીવાર હેકર્સ માલિશિયસ લિંક મોકલીને લોકોના વ્હોટ્સ એપ અકાઉન્ટનો સંપૂર્ણ કંટ્રોલ લઈ લે છે. જો તમને પણ અજાણ્યા મેસેજ આવી રહ્યા છે કે પછી કોન્ટેક્ટ્સ કે ડિવાઈસમાં કોઈ અજાણી ઘટના દેખાઈ રહી છે, તો શક્ય છે કે કોઈ તમારા વ્હોટ્સ એપ અકાઉન્ટને એક્સેસ કરી રહ્યું છે. જો કે, સારી વાત એ છે કે તમે વ્હોટ્સ એપની અંદર જ ચેક કરી શકો છો કે કયા કયા ડિવાઈસમાં તમારું વ્હોટ્સ એપ ચાલી રહ્યું છે. આ લિસ્ટમાં જો કોઈ અજાણ્યુ ડિવાઈસ દેખાય, તો તેને તમે મોબાઈલમાંથી જ લોગાઉટ પણ કરી શકો છો.
વ્હોટ્સ એપમાં એક સિક્યોરિટી ફીચર છે, જે તમને લિંક્ડ ડિવાઈસ ઓપ્શન દ્વારા એ ચેક કરવાની પરમિશન આપે છે કે તમારું અકાઉન્ટ કેટલા ડિવાઈસમાં એક્ટિવ છે. જો તમને વેરિફિકેશન કોડ કે પછી અજાણ્યા મેસેજ આવી રહ્યા છે, તો તમારું વ્હોટ્સ એપ કોઈ યુઝ કરતું હોય તેવું બની શકે છે. આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે તમારું વ્હોટ્સ એપ અકાઉન્ટ કેવી રીતે સુરક્ષિત કરી શકાય અને પર્સનલ ડિટેઈલ્સ સેફ કેવી રીતે રાખી શકાય?

કોઈ તમારું અકાઉન્ટ યુઝ કરી રહ્યું છે કે નહીં, આ રીતે ચેક કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ડિવાઈસ પર વ્હોટ્સ એપ ઓપન કરો અને સ્ક્રીનના ટોપ રાઈટ કોર્નર પર દેખાતા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો.
સ્ટેપ 2: ડ્રોપડાઉન મેન્યુમાંથી તમારા વ્હોટ્સ એપ અકાઉન્ટ સાથે જોડાયેલી બધી જ ડિવાઈસ જોવા માટે લિંક્ડ ડિવાઈસ ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 3: લિંક્ડ ડિવાઈસ પેજ પર તમને ડિવાઈસ સ્ટેટસ સેક્શનની અંદર એ બધા જ ડિવાઈસનું લિસ્ટ જોવા મળશે, જ્યાં તમારું વ્હોટ્સ એપ અકાઉન્ટ એક્ટિવ છે.
સ્ટેપ 4: હવે દરેક સેશનમાં આ ડિવાઈસ પર તમારા વ્હોટ્સ એપ અકાઉન્ટ સુધી પહોચવાની લાસ્ટ ડેટ અને ટાઈમ દેખાડી રહ્યા છે.
સ્ટેપ 5: આ લિસ્ટને સાવધાનીપૂર્વક ચેક કરો, બધા જ લિંક ડિવાઈસ ચેક કરો. જો કોઈ ડિવાઈસ તમારું ન હોય, તો તે અનઓથોરાઈઝ્ડ હોઈ શકે છે.
સ્ટેપ 6: આવા અનનોન ડિવાઈસ પર ટેપ કરો અને આ ડિવાઈસનું વ્હોટ્સ એપ અકાઉન્ટ એક્સેસ હટાવવા માટે લોગઆઉટ પર ટેપ કરો. આવું કરતા જ વ્હોટ્સ એપ અકાઉન્ટ તે ડિવાઈસમાંથી ચાલવાનું બંધ થઈ જશે.
સમયાંતરે આ રીતે લિંક્ડ ડિવાઈસ સેક્શન ચેક કરતા રહો. જેથી તમે તમારા વ્હોટ્સ એપ અકાઉન્ટને સેફ રાખી શકો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications