Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Smartphone ખોવાઈ જાય તો આ સરકારી વેબસાઈટ કરશે મદદ
દરેક વ્યક્તિ પોતાનો સ્માર્ટફોન હંમેશા જોડે લઈને ફરે છે. એમાંય 5જી અને 4જી ટેક્નોલોજી આવ્યા બાદ તો ટ્રાફિક સિગ્નલ પર થોડીક સેકન્ડો માટે, સવારે મોર્નિંગ વોક માટે અને રાત્રે સૂતા સમયે પણ યુઝર્સ સતત સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આમ ચાલતા ચાલતા કે જાહેર રસ્તા પર સ્માર્ટફોન વાપરવો તમારા જીવ માટે અને ફોન બંને માટે જોખમી છે. આમ બેધ્યાન પણે સ્માર્ટફોન યુઝ કરતા કરતા ગમે ત્યારે તે ચોરાઈ જવાની ચીલઝડપ થવાની શક્યતા રહે છે.

સ્માર્ટફોન હવે માત્ર કોલિંગ જ નહીં ચેટિંગ, પેમેન્ટ સહિત અગણ્ય કામો માટે ઉપયોગમાં આવે છે. એટલું જ નહીં સ્માર્ટફોન સાથે યુઝરની જન્મકુંડળી સંકળાયેલી હોય છે, એટલે કે પ્રાઈવસી પણ જોડાયેલી હોય છે. જો આવો અગત્યનો સ્માર્ટફોન ખોવાઈ જાય તો કોઈ પણ યુઝર માટે આફતનો પહાડ ખડો થઈ શકે છે.
સ્માર્ટફોન ખોવાઈ જાય તો સૌથી પહેલા કરો આ કામ
દરેક સ્માર્ટફોન યુઝરને એ વાતનો ખ્યાલ હોવો જોઈએ કે જો સ્માર્ટફોન ખોવાઈ જાય તો સૌથી પહેલું કામ શું કરવું જોઈએ. સ્માર્ટફોન ખોવાઈ જવા પર સૌથી પહેલા તેને રિપોર્ટ કરવો જરૂરી છે.
તમારો ફોન ખોવાઈ જાય તો સૌથી પહેલા તમારે ભારત સરકારના સત્તાવાર પ્લેટફોર્મ સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટિ રજિસ્ટરને જાણ કરવાની રહે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ દ્વારા યુઝર્સ માટે આ સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટરની શરૂઆત 29019ના વર્ષથી કરવામાં આવી છે.
કેવી રીતે મદદ કરશે આ પ્લેટફોર્મ?
સરકારની આ વેબસાઈટની મદદથી યુઝરના ડિવાઈસને બ્લોક કરી શખાય છે. ડિવાઈસ બ્લોક થવાની સાથે જ તમારી પ્રાઈવેટ અને બેન્કિંગ માહિતીનો ખોટ ઉપોયગ થવાથી અટકાવી શકાય છે.
આ વેબસાઈટ તમારા સ્માર્ટફોનના IMEI નંબરની મદદથી તમારા ડિવાઈસને બ્લોક કરી શકે છે. આ વેબસાઈટ મોબાઈલ ફોન બનાવતી કંપનીઓ અને ટેલિકોમ ઓપરેટર સાથે મળીને કામ કરે છે.
સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટરનો ઉપયોગ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો
સ્ટેપ 1: સરકારની આ સુવિધાનો લાભ લેવા માટે તમારે સૌથી પહેલા તમારો ફોન ખોવાઈ જવા પર નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી પડશે.
સ્ટેપ 2: હવે IMEI નંબરને બંધ કરવા માટે https://ceir.gov.in/Home/index.jsp પર લોગ ઈન કરો.
સ્ટેપ 3: અહીં તમને Block Stone / lost mobileનો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો.
સ્ટેપ 4: અહીં તમારે ચોરી થયેલા ડિવાઈસની બધી જ માહિતી આપવી પડશે. આ ઉપરાંત યુઝર અંગે પણ કેટલીક માહિતી આપવી જરૂરી છે.
સ્ટેપ 5: જરૂરી ડિટેઈલ્સ સબમિટ થઈ ગયા બાદ તમારા નંબર પર એક ઓટીપી આવશે. આ ઓટીપી તમારે ઈનપુટ કરવો પડશે. છેલ્લે ડિક્લેરેશન પર ક્લિક કરીને સબમિટ બટન પર ટેપ કરો.
સ્ટેપ 6: હવે એક રિક્વેસ્ટ આઈડી જનરેટ થશે, જેના દ્વારા તમે ખોવયેલા ડિવઆઈસનું સ્ટેટસ ચેક કરી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications