Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ચોમાસામાં આટલું રાખો ફ્રિજનું ટેમ્પરેચર, મોટા ભાગના લોકો કરે છે ભૂલ
હાલ ગુજરાતના દરેક વિસ્તારોમાં જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે. જેને કારણે તાપમાન ઘટતા વાતાવરણમાં ઠંક પ્રસરી છે. ચોમાસામાં વાતાવરણ ઠંડુ થવાની સાથે સાથે તેમાં ભેજ પણ વધી જાય છે. પરંતુ આ ભેજવાળા વાતાવરણમાં ખાદ્ય પદાર્થોને લાંબા સમય સુધી તાજા રાખવા માટે ફ્રિજનું તાપમાન યોગ્ય રીતે સેટ કરવું જરૂરી છે.

ચોમાસા દરમિયાન ફ્રિજનું તાપામાન કેટલું રાખવું, તેનાથી મોટા ભાગના લોકો અજાણ હોય છે. ફ્રિજમાં મૂકેલા શાકભાજી ઠંડા, તાજા અને સુરક્ષિત રહે, તે માટે યોગ્ય તાપમાન સેટ કરવું જરૂરી છે. ચોમાસા દરમિયાન બહારનું વાતાવરણ બદલાયા કરે છે, એટલે અમે તમારા માટે કેટલીક ટિપ્સ લાવ્યા છીએ, જે તાપમાનને યોગ્ય રાખવામાં મદદ કરશે.
ચોમાસા દરમિયાન ફ્રિજનું તાપમાન આટલું રાખો
સેમસંગે તાજેતરમાં જ એક બ્લોગ પોસ્ટ કરી છે. જેમાં ચોમાસામાં ફ્રિજનું કેટલું તાપામાન એકદમ યોગ્ય છે, તે અંગે માહિતી આપવામાં આ છે. સેમસંગના આ બ્લોગમાં લખવામાં આવ્યું છે કે ચોમાસા દરમિયાન ફ્રિજ માટે બેસ્ટ તાપમાન 3 ડિગ્રી છે. જો તમે ફ્રિજમાં આટલું તાપમાન સેટ કરશો, તો ખાદ્ય પદાર્થો તરોતાજા રહેશે. જેને કારણે તમારું ભોજન પણ સ્વાદિષ્ટ બનશે, અને તમને આર્થિક નુક્સાન પણ નહીં થાય. માત્ર સેમસંગ જ નહીં પંરંતુ આ ક્ષેત્રના નિષ્ણાતો પણ વાત સાથે સહમત છે. નિષ્ણાતોનું કહેવું છે કે ચોમાસું હોય કે પછી કોઈ પણ સિઝન ફ્રિજનું તાપમાન હંમેશા 1.7 ડિગ્રીથી 3.3 ડિગ્રીની વચ્ચે રહેવું જોઈએ.
તો ચોમાસા દરમિયાન ફ્રિજરનું તાપમાન – 19 ડિગ્રી સેલ્સિયસ પર રાખવું હિતાવહ છે. સેમસંગ દ્વારા પોતાની બ્લોગ પોસ્ટમાં ફ્રિજરના તાપમાન અંગે પણ સલાહ આપવામાં આવી છે.
આ તાપમાનને કારણે બેક્ટેરિયાનો જન્મ નથી થતો, પરિણામે તમારા ખાદ્ય પદાર્થો એકદમ સુરક્ષિત રહે છે. આ તાપમાને જ ખાદ્ય પદાર્થો લાંબા સમય સુધી તાજા રહે છે અને બગડતા નથી. 3 ડિગ્રી અથવા તેના નીચેના તાપમાને રાખવામાં આવેલું ફ્રિજ તમારા રાંધેલા ખોરાકને પણ તાજો રાખવામાં મદદ કરે છે, તેનાથી સ્વાદ પણ બદલાતો અટકે છે.
ફ્રિજનું તાપમાન હંમેશા 5 ડિગ્રીથી ઓછું રાખવું જરૂરી છે. આ તાપમાન ખાદ્ય પદાર્થોને તાજા રાખવા, સુરક્ષિત રાખવા માટે એકદમ પરફેક્ટ છે. ઉલ્લેખનીય છે કે હવે લેટેસ્ટ રેફ્રિજેટર્સમાં ઋતુ પ્રમાણે જુદા જુદા મોડ આપવામાં આવે છે. જો તમારા ફ્રિજમાં પણ આવા મોડ છે, તો તમે ચોમાસા દરમિયાન ફ્રિજને મોન્સૂન મોડ પર મૂકી શકો છો.
ઋતુ પ્રમાણે ફ્રિજનું ટેમ્પરેચર યોગ્ય સેટ કરવાથી લાઈટ બિલમાં પણ ફાયદો થાય છે. પરિણામે તમને આર્થિક રાહત પણ મળે છે. આ ઉપરાંત યોગ્ય સિઝનમાં યોગ્ય રીતે ફ્રિજ વપરાવાથી તેની આવરદા પણ વધી જાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications