Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Virtual Credit Card શું હોય છે, તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય?
ક્રેડિટકાર્ડ વિશે તો તમને બધાને કબર જ હશે, પરંત શું તમે વર્ચ્યુઅલ ક્રેડિટ કાર્ડનું નામ સાંભળ્યું છે? આ એક ડિજિટલ કાર્ડ છે, જેને તમે અસલી ક્રેડિટ કે ડેબિટ કાર્ડ સાથે કનેક્ટ કરી શકો છો. આ એક ટેમ્પરરી કાર્ડ હોય છે, જેનો ઉપયોગ ઓનલાઈન ખરીદી માટે કરી શકાય છે. વર્ચ્યુઅલ કાર્ડનો પોતાનો અલગ નંબર, સીવીવી અને ટાઈમ લિમિટ હોય છે. એટલે કે તમે તમારા અસલી કાર્ડની માહિતી આપ્યા વગર જ આ પ્રકારના કાર્ડ દ્વારા ઓનલાઈન શોપિંગ કરી શકો છો.

વર્ચ્યુઅલ કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરશો?
વર્ચ્યુઅલ કાર્ડનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. તમારે બસ તમારી બેન્કની મોબાઈલ એપ અથવા વેબસાઈટ પર જઈને વર્ચ્યુઅલ કાર્ડ જનરેટ કરવાનું છે. અહીંથી વર્ચ્યુઅલ કાર્ડની વેલિડિટી અને લેવડ દેવડની મર્યાદા તમે જાતે નક્કી કરી શકો છો. એકવાર વર્ચ્યુઅલ કાર્ડ ક્રિએટ થઈ જાય પછી તમે તેનો ઉપયોગ ઓનલાઈન સ્ટોર્સ પર પેમેન્ટ કરવા માટે કરી શકો છો. આ બિલકુલ એવું જ છે, જેવી રીતે તમે ફિઝિકલ કાર્ડનો ઉપયોગ રિયલ વર્લ્ડમાં ખરીદી કરવા માટે કરો છો.
વર્ચ્યુઅલ કાર્ડનો ઉપયોગ કેટલો સુરક્ષિત?
જો તમે વર્ચ્યુઅલ કાર્ડનો ઉપયોગ કરીને ઓનલાઈન શોપિંગ કરો છો, તો તે ઘણા અંશે સુરક્ષિત માનવામાં આવે છે. કારણ કે તમે અહીં તમારા અસલી કાર્ડની કોઈ માહિતી આપતા નથી, એટલે ડેટા લીક થવાનો ખતરો રહેતો નથી. સાથે જ વર્ચ્યુઅલ કાર્ડની ટાઈમ લિમિટ પૂરી થયા બાદ તે જાતે જ નિષ્ક્રિય થઈ જાય છે. જો તમારા વર્ચ્યુઅલ કાર્ડનો ડેટા કોઈ કારણસર લીક થઈ પણ જાય તો પણ તે એક નક્કી સમય મર્યાદા માટે જ હસે.
કોઈએ વર્ચ્યુઅલ કાર્ડ હૅક કરી લીધું તો?
જો તમારું વર્ચ્યુઅલ કાર્ડ ખોવાઈ જાય કે પછી કોઈ હેક કરી લે છે, તો તમારે તાત્કાલિક તમારી બેન્કનો સંપર્ક કરવો જોઈએ. બેન્ક વર્ચ્યુઅલ કાર્ડને તાત્કાલિક ડિએક્ટિવેટ કરી નાખશે અને તમારા અસલી કાર્ડને કોઈ પણ પ્રકારનું નુક્સાન થતા અટકાવશે. આ ઉપરાંત તમે બેન્કની મોબાઈલ એપ અથવા વેબસાઈટ પર જઈને બીજું નવું વર્ચ્યુઅલ કાર્ડ પણ ક્રિએટ કરી શકો છો.
વર્ચ્યુઅલ કાર્ડનો ઉપયોગ સુરક્ષિત તો છે જ, સાથે જ ઓનલાઈન શોપિંગ માટે તેનો ઉપયોગ ઈઝી પણ રહે છે. તમે તમારા અસલી કાર્ડની કોઈ પણ માહિતી શૅર કર્યા વગર તેનાથી ખરીદી કરી શકો છો. એટલે આ કાર્ડનો ઉપયોગ કરી શકાય તેમ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications