Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Two Factor Authentication શું છે? સોશિયલ મીડિયા અકાઉન્ટ કરશે સિક્યોર
આજકાલ આપણએ બધા જ દિવસમાં ઓછામાં ઓછા એક દિવસ તો ઈન્ટરનેટનો ઉપયોગ કરીએ જ છીએ. આપણે સૌ ઈન્ટરનેટ પર ઘણી અંગત માહિતી શૅર કરી છીએ, એટલે આપણી આવી માહિતીને સુરક્ષિત રાખવી જરૂરી છે. હેકર્સ આપણી અંગત માહિતી સુધી ન પહોંચી શકે તે માટે આપણે કેટલાક પગલાં લેવા જરૂરી છે. હેકર્સ આપણી માહિતી ચોરી ન શકે તે માટે પાસવર્ડ સૌથી અગત્યનું લેયર છે.

આજે અમે તમને ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન વિશે માહિતી આપી રહ્યા છીએ, જેનાથી તમે તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટને વધારે સિક્યોર કરી શકો છો. ચાલો, સાવ સરળ ભાષામાં સમજીએ કે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન શું હોય છે, અને કેવી રીતે કામ કરે છે. આ ફીચર કેવી રીતે તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટને સિક્યોર બનાવે છે.
શું હોય છે ટુફેક્ટર ઓથેન્ટિકેશન?
ટુ સ્ટેપ ઓથેન્ટિકેશન એક સિક્યોરિટી પ્રોસેસ છે, જે તમારા અકાઉન્ટને વધારે સિક્યોર બનાવે છે. ટુ ફેક્ટર ઓથેન્ટિકેશને મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન, ટુ સ્ટેપ વેરિફિકેશન, 2FA અથવા ડ્યુઅલ ફેક્ટર ઓથેન્ટિકેશન જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. આ ફીચર એક્ટિવ કર્યા બાદ તમારે પાસવર્ડ ઉપરાંત તમારા અકાઉન્ટને એક્સેસ કરવા માટે વધુ એક પ્રૂફ આપવું પડે છે. જો કોઈ બીજા વ્યક્તિ પાસે પણ તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટનું એક્સેસ છે, તો તેને પણ લોગઈન પહેલા ઓટીપીની જરૂર પડે છે.
ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન કેમ જરૂરી છે?
સાઈબર ક્રાઈમ જબરજસ્ત ગતિથી વધીર રહ્યા છે. આજના સમયમાં આપણા સૌના લેપટોપ અને સેલફોનમાં બેન્ક અકાઉન્ટની ડિટેઈલ્સ, કોન્ટેક્ટ નંબર, મેસેજ જેવી ઘણી અંગત બાબતો હોય છે. હવે જ્યારે સુરક્ષાની વાત આવે છે, તો 2FA સૌથી બેસ્ટ છે. ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન તમારી અંગત માહિતીને વધુ સિક્યોર કરે છે. એક સાધારણ પાસવર્ડ જે સુરક્ષા નથી આપી શક્તો, તે સુરક્ષા ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન આપે છે.
ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનનો આ રીતે કરી શકાય છે ઉપયોગ.
1. ફોન નંબર દ્વારા
a. સૌથી પહેલા તમારા અકાઉન્ટમાં સાઈન ઈન કરતા સમયે તમારે મોબાઈલ નંબર રજિસ્ટર કરવો પડશે. હવે જ્યારે પણ તમે સાઈન ઈન કરશો, ત્યારે ત્યારે તમને ઓટીપીનો મેસેજ આવશે. જે ઓટીપી તમારે લોગ ઈન કરતા સમયે ઈનપુટ કરવાનો રહેશે. જ્યાં સુધી તમે આ ઓટીપી ઈનપુટ નહીં કરો, ત્યાં સુધી તમે લોગ ઈન નહીં કરી શકો.
2. એપ્લીકેશન બેઝ્ડ લોગ ઈન
a. આ માટે તમારે એપ્લીકેશનને અકાઉન્ટ સાથે લિંક કરવાની છે. જ્યારે જ્યારે તમે અકાઉન્ટમાં લોગ ઈન કરશો, ત્યારે ત્યારે ગૂગલ ઓથેન્ટિકેશનની એપ અલગ કોડ જનરેટ કરશે. આ કોડ એક્સેસ કરીને તમારે લોગ ઈન સમયે ઈનપુટ કરવાનો છે. ગૂગલ ઓથેન્ટિકેશન એપનો આ કોડ માત્ર 30 સેકન્ડ સુધી જ વેલિડ હોય છે. પરિણામે તમારું અકાઉન્ટ વધારે સિક્યોર બને છે.
3. બાયોમેટ્રિક લોગ ઈન
a. બાયોમેટ્રિક લોગ ઈનનો ઉપયોગ કરવા માટે તમારે ફિઝિકલ ઓથેન્ટિકેશન આપવું પડશે. દાખલા તરીકે તમારા ફિંગરપ્રિન્ટ અથવા તો આંખો સ્કેન કરીને લોગ ઈન થઈ શકે છે. જ્યારે તમે કોઈ નવું અકાઉન્ટ ક્રિએટ કરો છો, અને જ્યારે જ્યારે તમારે તેમાં લોગ ઈન કરવું છે, ત્યારે ત્યારે તમારે ફિંગર પ્રિન્ટ અથવા આંખો સ્કેન કરવી પડશે.
4. નોટિફિકેશન બેઝ્ડ લોગ ઈન
a. જ્યારે પણ કોઈ વ્યક્તિ અજાણ્યા ફોનથી તમારા અકાઉન્ટમાં લોગ ઈન કરવાનો પ્રયત્ન કરશે, કે તરત જ તમને આનું નોટિફિકેશન આવશે. તમારે જો લોગ ઈન કરવા દેવું હોય તો યસ કરવાનું રહેશે અને ન કરવા દેવું હોય તો નો કરવાનું રહેશે. આનાથી કોઈ પણ અજાણ્યા વ્યક્તિની તમારા અકાઉન્ટમાં એન્ટ્રી તમે રોકી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications