Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Smart Home શું છે? Apple, Google જેવી ટેક કંપનીઓ બદલી શકે છે તમારું ઘર
Smart Phone, Smart Watch અને Smart TV જેવા ડિવાઈસનો ઉપયોગ તો હવે તમે કરતા જ હશો. ઈન્ટરનેટના વધતા ઉપયોગની સાથે સાથે ફોન અને વૉચ જ નહીં પરંતુ ઘણી બધી વસ્તુઓ સ્માર્ટ થઈ ગઈ છે. જેમ કે હવે માત્ર ગેજેટ જ નહીં, પરંતુ ઘર પણ સ્માર્ટ હોઈ શકે છે.

Smart Home શબ્દ ઘણા લોકો માટે નવો નથી. પરંતુ શું તમારા મનમાં ક્યારેય એવો પ્રશ્ન ઉભો થયો છે, કે તમારા નોર્મલ ઘરને પણ સ્માર્ટ હોમમાં ફેરવી શકાય છે? જો હાં, તો આ આર્ટિકલ ખાસ તમારા માટે ઉપયોગી છે. તમારા આ સવાલનો જવાબ અમે આ આર્ટિકલમાં આપીશું. પરંતુ એ પહેલા જાણીએ કે સ્માર્ટ હોમ આખરે કઈ બલાનું નામ છે.
શું હોય છે સ્માર્ટ હોમ?
Smart Home એક નોર્મલ ઘર કરતા જુદુ હોય છે. સ્માર્ટ હોમ એવું ઘર છે, જેમાં ઘર માલિક ઘરની અંદર રહેલા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને દૂર બેઠા બેઠા કંટ્રોલ કરી શકે છે. ઘરની વસ્તુઓ કંટ્રોલ કરવા માટે ઈન્ટરનેટ અને મોબાઈલનો ઉપયોગ કરવામાં આવે છે. આવા ઘરમાં માત્ર વોઈસ કમાન્ડની મદદથી જ ઘરના ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને કંટ્રોલ કરી શકાય છે.
દાખલા તરીકે જો તમારે ઘરની લાઈટ્સ ઓન કે ઓફ કરવી છે, તો આ માટે તમારે સ્વિચ પાડવાની જરૂર નથી. મોબાઈલ અને ઈન્ટરનેટ કનેક્શનની મદદથી માત્ર કમાન્ડ આપીને કમાન્ડ આપીને તમે ઘરની અંદર હો કે બહાર તેમ છતાંય લાઈટ ઓન ઓફ કરી શકો છો.
આ જ રીતે ઘરની મ્યુઝિક સિસ્ટમને કંટ્રોલ કરવા માટે દરવાજાને ખોલવા કં બંધ કરવા માટે પણ દૂર બેઠા બેઠા મોબાઈલ દ્વારા કમાન્ડ આપી શકાય છે. સ્માર્ટ હોમમાં ઈન્ટરનેટની મદદથી તમારા ઘરમાં રહેલા સ્માર્ટ ટીવી, મ્યુઝિક સિસ્ટમ, દરવાજા, લાઈટ્સ અને સિક્યોરિટી કેમેરાને એક સાથે કંટ્રોલ કરી શકાય છે. આ બધાને એક જ કનેક્શનથી કંટ્રોલ કરવા પર તમારું ઘર સ્માર્ટ હોમમાં કન્વર્ટ થઈ જાય છે.
ટેક કંપનીઓની મદદથી નોર્મલ ઘરને બનાવો સ્માર્ટ હોમ
એક નોર્મલ ઘરને સ્માર્ટ હોમમાં સરળતાથી બદલી શકાય છે. આ માટે એપલ, ગૂગલ અને એમેઝોન જેવી ટેક કંપનીઓ તમારી મદદ કરી શકે છે. ટેક કંપનીઓ પોતાના યુઝર્સને એવા ડિવાઈસ ઓફર કરે છે, જેની મદદથી તમારું ઘર સ્માર્ટ હોમ બની જાય છે.
જેમ કે સ્માર્ટ સ્પીકર માટે તમે એલેક્સા, સિરી અથવા ગૂગલ આસિસ્ટન્ટનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત તમે ઘરમાં સ્માર્ટ બલ્બ, વૉશિંગ મશીન, ફેન, ડૉર લૉક, અલાર્મ જેવા ફેરફાર પણ કરી શકાય છે.
જો કે, આ સ્માર્ટ હોમમાં રહેલા બધા જ ગેજેટને કંટ્રોલ કરવા માટે તમારા ઘરમાં વાઈ ફાઈ ઈન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે. તમારા ગેજેટ્સ આ વાઈ ફાઈ સાથે કનેક્ટેડ હોવા જરૂરી છે. તો જ તમે ગેજેટ્સને કમાન્ડ આપી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications