Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Deepfake વીડિયોને લઈ સરકારની ચેતવણી, જાણો શું છે આ ટેક્નિક?
એક્ટ્રેસ રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે. આ વીડિયો કોઈ અન્ય યુવતીનો છે, જેને એડિટ કરીને રશ્મિકા મંદાનાનો ચહેરો ચીપકાવવામાં આવ્યો છે. આ વીડિયો વાઈરલ થવાની સાથે જ ફરી એકવાર Deepfake અંગે ચર્ચા શરૂ થઈ છે. કારણ કે આ વીડિયો Deepfake ટેક્નોલોજીથી જ બનાવવામાં યો છે. જો કે ધ્યાનથી જોતા ખ્યાલ આવે છે કે આ વીડિયો અસલી નથી. પરંતુ ઘણા ડીપફેક વીડિયોને ઓળખવો મુશ્કેલ હોય છે.
Deepfake આમતો કંઈ નવું નથી, છેલ્લા ઘણા વર્ષોથી Deepfake દ્વારા સ્કેમર્સ લોકોને બ્લેકમેઈલ કરતા હોય છે. પરંતુ હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા આ ટૂલ એક્સેસ કરવું સરળ બન્યું છે. Deepfake કોન્ટેન્ટ બનાવવા માટે AIનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને સ્કેમર્સ Deepfake વીડિયો દ્વારા ગુના આચરે છે.

ઘણા સરકારી આધિકારીઓએ X પર પોસ્ટ કરીને Deepfake વિરુદ્ધ સિસ્ટમ તૈયાર કરવા માટે અપીલ કરી છે. સરકારે પણ કહ્યું છે કે Deepfake સામે લડવા માટે તૈયારી ચાલી રહી છે. જો કે આ પ્રકારના AI મિકેનિઝમ સામે લડવું મુશ્કેલ છે.
શું છે Deepfake?
Deepfake ટર્મનો ઉપયોગ Deep Learningમાંથી આવ્યો છે. Machine Learningનો એક પાર્ટ છે ડીપ લર્નિંગ. આ નામમાં ડીપ શબ્દનો અર્થ થાય છે કે મલ્ટીપલ લેયર્સ, જે આર્ટિફિશિયલ ન્યૂરલ નેટવર્ક પર બેઝ્ડ હોય છે. જે અલ્ગોરિધમમાં ઘણો ડેટા એન્ટર કરીને ફેક કોન્ટેન્ટને અસલી જેવું બનાવી દે છે. હાલના દિવસોમાં ઘણી Deepfake એપ્સ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. જો કે આ એપ્સ Deepfake બનાવવાનો દાવો નથી કરતા, પંરતુ આ એપ્સ ફોટોઝના એક્સપ્રેશન બદલવા, કોઈનો ચહેરો બદલીને બીજાનો લગાવવો, બૉડી શૅપ ચેન્જ કરવાથી લઈને કોઈના વીડિયોમાં કોઈનો અવાજ એડિટ કરવા સુધીનું કામ કરે છે.
હાલ ઈન્ટરનેટ પર Deepfakeના ઘણા ઉદાહરણ જોવા મળે છે, પરંતુ જો તમને તેના વિશે ખ્યાલ નથી તો આવા કોન્ટેન્ટને ઓળખવું મુશ્કેલ છે. ઘણી એવી એપ્સ છે, જે ટૂંક સમયમાં જ તમારા ફોટોઝને એડિટ કરીને વધુ સારા બનાવવા કે પછી તમારા અવતાર બનાવવા માટે વાઈરલ થઈ જાય છે. આવી એપ્સ પણ મૂળ તો Deepfake ટેક્નોલોજીનો જ ઉપયોગ કરે છે. હાલના સમયમાં તમે ઘણા એવા વીડિયોઝ જોયા હશે, જેમાં પીએમ મોદીના અવાજમાં ગીત સાંભળવા મળે છે. આ પણ Deepfakeનો એક પ્રકાર જ છે.
Deepfakeનો સૌથી મોટો પડકાર એ છે કે તેના દ્વારા બનાવાયેલું કોન્ટેન્ટ એકદમ સાચું લાગે છે. તેમાં એટલો બધો ડેટા ઉમેરવામાં આયો હોય છે કે લિપ સિંક પણ એકદમ સાચું લાગે છે. જો કે વધારે ધ્યાનથી જોવામાં આ તો તમે સજી શકો છો કે આ વીડિયો ફૅક છે. પરંતુ પહેલી નજરે તો તે અસલી જ લાગે છે.
Deepfake કેવી રીતે બને છે?
Deepfake વીડિયો બનાવવા માટે સૌથી પહેલા જેનો વીડિયો બનાવવાનો હોય છે, તેના અસલી ફોટોઝ અને વીડિયોઝને Deepfake વીડિયો બનાવવા માટે એપમાં નાખવામાં આવે છે. આમાં Encode અને decoderનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આ ફોટોઝ અને વીડિયોઝને એનલાઈઝ કરે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications