Just In
Cloudflare, જેના કારણે એક સાથે બંધ થઈ જાય છે દુનિયાભરની વેબસાઈટ્સ
તારીખ 21 જૂન, 2022. જ્યારે દુનિયાભરમાં એક સાથે અસંખ્ય વેબસાઈટ ઠપ થઈ ગઈ હતી. યુઝર્સ આ વેબસાઈટ્સને એક્સેસ નહોતા કરી શક્તા. બંધ થનારી વેબસાઈટ્સના લિસ્ટમાં એમેઝોન, ઝેરોથા, ટ્વિટર, કેન્વા, ક્વોરા અને ઉડેમી જેવી જાણીતી વેબસાઈટ્સ પણ સામેલ હતી. એટલે સુધી કે વિશ્વના ઈન્ટરનેશન ન્યૂઝ હાઉસની વેબસાઈટ્સ પણ કલાકો સુધી બંધ રહી હતી. આ આઉટેજની અસર વેબસાઈટ્સ જ નહીં પરંતુ બેટલ રોયલ શૂટિંગ ગેમ Valorant અને વર્લ્ડ ગેમ Genshin Impact પર પણ જોવા મળી હતી.

વિશ્વભરમાં સર્જાયેલી આ અંધાધૂંધી બદલ Coudflareએ માફી માંગી હતી. પરંતુ સવાલ એ છે કે આવું થયું કેવી રીતે? કેમ એક જ સમયે એક સાથે આટલી બધી વેબસાઈટ્સ ઠપ થઈ ગઈ અને આ ઘટના માટે Coudflareએ માફી કેમ માંગી. આ માટે આપણે Coudflare શું છે, એ જાણવું જરૂરી છે.
શું છે Coudflare?
જેમ ગૂગલ અને મેટા એક કંપની છે, એ જ રીતે Coudflare અમેરિકન કંપની છે. આ કંપનીની કામ કરવાની રીત બીજા કરતા અલગ છે. Coudflare કન્ટેન્ટ ડિલીવરી નેટવર્ક તરીકે ઓળખાય છે. Coudflare CDN વિઝિટરને નજીક રહેલા ડેટા સેન્ટરમાંથી યુઝર સુધી ડેટા પહોંચાડે છે, જેને કારણે યુઝર્સને ફાસ્ટ બ્રાઉઝિંગ મળે છે.
દાખલા તરીકે કોઈએ પોતાની વેબસાઈટ પર Coudflare CDNનો ઉપયોગ કર્યો છે, અને તેમનું બ્લોગ હોસ્ટિંગ સર્વસ ભારતમાં છે. પરંતુ જાપાનનો કોઈ યુઝર આ વેબાસઈટ પર આવે છે તો Coudflare CDN જાપાનના ડેટા સેન્ટરથી યુઝરને ફટાફટ ડેટા દર્શાવી દેશે. આ પ્રક્રિયાથી વેબસાઈટ ખૂબ જ ફાસ્ટ લોડ થશે, અને યુઝરનું કામ પણ ફટાફટ થશે. દરેક વેબસાઈટના સર્વર દુનિયાના દરેક દેશમાં રાખવા શક્ય નથી. એટલે દૂર સુધી કમ્યુનિકેશનમાં સમય પણ વધારે લાગી શકે છે. આ સમસ્યાને ટાળવા માટે Coudflareનો ઉપયોગ થાય છે.
Coudflare ઘણી વેબસાઈટ્સને લોકલ કન્ટેન્ટ ડિલીવરી નેટવર્ક પ્રોવાઈડ કરે છે. જેને કારણે ભારતની કોઈ પણ વેબસાઈટ બીજા દેશના યુઝર્સ માટે પણ એટલી જ ફાસ્ટ કામ કરે છે, જેટલી ભારતમાં રહેલા યુઝર માટે કામ કરે છે.
Coudflare CDNના ફાયદા
Coudflare CDNનો ઉપયોગ યુઝર્સ વેબસાઈટની સિક્યોરિટી અને પર્ફોમન્સ સુધારવા માટે પણ કરે છે. Coudflare CDNની બેઝિક સર્વિસ ફ્રી છે, પરંતુ વેબસાઈટની ક્ષમતા અને વધારે ફીચર્સ માટે પ્રીમિયમ મેમ્બરશિપ લેવી પડે છે.
બધી વેબસાઈટ એક સાથે કેમ થાય છે ડાઉન?
દુનિયાભરની અસંખ્ય વેબસાઈટ Coudflare CDNના નેટવર્કનો ઉપયોગ કરે છે. એટલે જ્યારે Coudflareમં કંઈક પ્રોબ્લેમ આવે, ત્યારે અસર તેની સાથે જોડાયેલી બધી જ વેબસાઈટ પર પડે છે. એટલે વિશ્વની ઘણી બધી વેબસાઈટ્સ એક સાથે બંધ થઈ જાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470