સિક્રેટલી વાત કરવા માટે આ એપ્સ વિષે જરૂર થી જાણો

|

તમારા વોટ્સએપ કે ફેસબુક ની અંદર બધા જ લોકો ને જોડવા એ એક સારો વિકલ્પ નથી. કેમ કે ઘણી બધી વખત એવા પણ સન્જોગો ઉભા થતા હોઈ છે જેની અંદર તમે તમારો સાચો ફોન નંબર શેર કરવા માંગતા હોતા નથી. કેમ કે તમારા મોબાઈલ નંબર ની સાથે ઘણી બધી વસ્તુઓ જોડાયેલી હોઈ છે જેવું કે તમારું આધાર કાર્ડ, બેન્ક એકાઉન્ટ, ઇન્કમ ટેક્સ, બધી જ ચેટિંગ એપ્સ ટૂંક માં તમારા જીવન ની અંદર મોટા ભાગ ની બધી જ વસ્તુઓ તેની સાથે જોડાયેલી હોઈ છે. અને વર્ષ 2020 ની અંદર ભારત માં સ્કેમર્સ ના મગજ અલગ રીતે કામ કરી રહ્યા છે.

સિક્રેટલી વાત કરવા માટે આ એપ્સ વિષે જરૂર થી જાણો

અને હવે તેઓ પૈસા લૂંટવા માટે પર્સનલાઇઝડ સ્કેમ નો ઉપીયોગ કરી રહ્યા છે. અને તેના કારણે દરેક લોકો ની સાથે તમારો મોબાઈલ નંબર શેર કરવો એ એક સારો વિકલ્પ નથી. તો અહીં અમુક એપ્સ ની સૂચિ તૈયાર કરવા માં આવેલ છે જેની અંદર વાત કરવા માટે તમારે તમારા મોબાઈલ નંબર ને બીજા લોકો સાથે શેર કરવા ની જરૂર નથી. જોકે આમાંથી અમુક એપ્સ ની અંદર સાઈન ઈન વખતે તમારો મોબાઈલ નંબર માંગવા માં આવી શકે છે પરંતુ તમે જયારે અજાણ્યા લોકો સાથે વાત કરતા હશો ત્યારે તમે તેને હાઇડ કરી શકશો.

વાયર સિક્યોર મેસેજિંગ

વાયર સિક્યોર મેસેજિંગ એ તમને કોઈ વ્યક્તિ ની સાથે સિક્રેટલી ફોન નંબર જણાવ્યા વિના વાત કરવા ની અનુમતિ આપે છે. આ એપ નો ઉપીયોગ કરવા માટે તમારે તમારા ડેસ્કટોપ ની અંદર https://app.wire.com/ ની અંદર તમારા ઇમેઇલ આઈડી ની સાથે રજીસ્ટર થવા નું રહેશે અને તેની અંદર તમારે તમારું પ્રાઈમરી ઇમેઇલ આઈડી નો ઉપીયોગ કરવો નહિ ત્યાર પછી એક એલગ પ્રોફાઈલ આઈડી બનાવવા નું રહેશે અને તમારું કામ અહીં પૂરું. ત્યાર પછી તમારા મોબાઈલ પર આ એપ ને ડાઉનલોડ કરો અને ત્યાર પછી તેની અંદર લોગ ઈન કરો. વાયર ની અંદર તમે ટ્વીટર ની જેમ તમારું પ્રોફાઈલ આઈડી બનાવી અને લોકો સાથે ચેટ કરી શકો છો તેના માટે તમારે મોબાઈલ નંબર ની જરૂર પડતી નથી.

ટેલિગ્રામ

ટેલિગ્રામ વપરાશકર્તાઓને તમારો ફોન નંબર શેર કર્યા વિના ખાનગીમાં ચેટ કરવાની મંજૂરી આપે છે. તમે તમારો ફોન નંબર અને પ્રોફાઇલ ચિત્ર જાહેર કર્યા વિના ખાનગીમાં ચેટ કરવા માટે, તમારી પ્રોફાઇલ આઈડી સેટ કરી શકો છો અને સેટિંગ્સમાં તમારો ફોન નંબર છુપાવી શકો છો. તેણે કહ્યું કે પ્રારંભિક સેટઅપ માટે તમારે ફોન નંબરની જરૂર રહેશે.

ડીસ્કોર્ડ

ડીસ્કોર્ડ એ એક ખુબ જ પ્રખ્યાત એપ છે જેની અંદર તમારે રજીસ્ટર થવા માટે અથવા વાત કરવા માટે કોઈ પણ પ્રકાર ની પર્સનલ વિગતો આપવા ની જરૂર પડતી નથી. તેની અંદર તમારે માત્ર તમારી પ્રોફાઈલ બનાવી અને લોકો ને તેના આઈડી ની સાથે જોડવા ના રહેશે. જેની અંદર તમારે ફોન નંબર ની જરૂર પડતી નથી.

પ્રોટોન મેલ

જો તમે કોઈ વ્યક્તિ ને અજ્ઞાત રહી ને ઇમેઇલ કરવા માટે માંગતા હોવ તો તમારા માટે પ્રોટોન મેલ એ સૌથી સારો વિકલ્પ છે. આ સરિવ્સ ની અંદર તમે સંપૂર્ણ રીતે અજ્ઞાત રહી શકો છો અને સાથે સાથે તમારી પ્રાઇવસી ને વધુ બુસ્ટ કરવા માટે તમે વીપીએન નો પણ ઉપીયોગ કરી શકો છો.

ગુગલ મીટ

એ વાત તો બધા જ લોકો જાણે છે કે જયારે તમે કોઈ પણ ગુગલ કે માઈક્રોસોફ્ટ કે તેના જેવી કોઈ મોટી ટેક કંપની ની એપ્સ નો ઉપીયોગ કરો છો ત્યારે તમારી ગોપનીયતા ની કોઈ ખાતરી હોતી નથી. પરંતુ જો તમે ફક્ત ઓનલાઇન ડેટિંગ કરો છો અથવા ફક્ત ઓછી સંવેદનશીલ વસ્તુઓ માટે અજ્ઞાત રૂપે વાત કરવા માંગતા હો, તો ગૂગલ મીટ આ કામ માટે ખુબ જ સારી એપ સાબિત થઇ શકે છે, તેના માટે તમારે ફક્ત એક અલગ અનલિંકડ ઇમેઇલ બનાવવા ની જરૂર છે.

સ્કાયપી

જૂનું અને જાણીતું સ્કાયપી એ હજુ તમે તમને માત્ર કોલ કરવા ની અથવા વિડીયો કોલ કરવા ની અનુમતિ પણ આપે છે. અને તેના માટે તમારી પાસે ફક્ત એક આઈડી હોવું જરૂરી છે. તેનો ઉપીયોગ કરવા માટે તમારે કોઈ નંબર ની જરૂર નથી. તે ખુબ જ જૂનું છે પરંતુ ખુબ જ સારી રીતે કામ કરે છે. પરંતુ જો તમે કોઈ ખુબ જ સેન્સેટિવ વસ્તુ ને શેર કરવા માંગતા હોવ તો તમારે આ પ્રકાર ની પ્રખ્યાત એપ્સ થી દૂર રહેવું જોઈએ.

ઇન્સ્ટાગ્રામ

એક અલગ ઇમેઇલ આઈડી સાથે ડેસ્કટ આઈડી પરથી એક અલગ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવો. કોઈપણ ફોટા ઉમેરશો નહીં, તમારી પ્રોફાઇલને ખાનગી બનાવો અને ફક્ત આઈડીનો ઉપયોગ કરીને લોકો સાથે ગપસપ શરૂ કરો. કોઈ ફોન નંબર અથવા ફેસબુક પ્રોફાઇલ આવશ્યક નથી.

Best Mobiles in India

Read more about:
English summary
Want To Talk To Someone In Secret? Check Out These 7 Apps

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X