Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Voter Helpline App, એક ક્લિકમાં મતદારોને મળશે બધી જ માહિતી
લોકસબા ચૂંટણી 2024 માટે રાજકીય દળો કમર કસી રહ્યા છે. દેશભરમાં ચૂંટણી સંબંધિત કાર્યવાહી નિભાવનાર ચૂંટણી પંચ પણ પોતાની તૈયારીઓને ચકાસી રહ્યું છે. ચૂંટણી પંચ ઘણા લાંબા સમયથી દેશમાં ચૂંટણીની પ્રક્રિયાને સરળ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. મતદારોની સુવિધા માટે ચૂંટણી પંચે 2019માં Voter Helpline Appની શરૂઆત કરી હતી. આ એપ ચૂંટણીને લગતી બધી જ માહિતી માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન છે. અહીં અમે તમને આ એપમાં કઈ કઈ માહિતી મળશે, તેની બધી જ ડિટેઈલ્સ જણાવી રહ્યા છીએ.

Voter Helpline Appની ખૂબી
મતદાર યાદીમાં નામ
આ એપની મદદથી વોટર્સ મતદાર સૂચીમાં પોતાનું નામ શોધી શકે છે. સાથે જ તે એ પણ ચેક કરી શકે છે કે તેઓ વોટ આપવા માટે એલિજિબલ છે કે નહીં.
મતદાર નોંધણી
જો તમે મત આપવા માટે એલિજિબલ નથી, તો આ એપની મદદતી તમે ચૂંટણી પંચની યાદીમાં પોતાનું નામ રજિસ્ટર પણ કરાવી શકો છો. સાથે જ તમે રજિસ્ટર્ડ ડિટેઈલ્સમાં સુધારો પણ કરી શકો છો.
વોટર સ્લિપ ડાઉનલોડ
જ્યારે મતદાન થઈ રહ્યું છે, ત્યારે આ એપ દ્વારા તમે ઈલેક્ટોરલ રોલ અથવા તો ડિજિટલ ફોટો વોટર સ્લિપ પણ ડાઉનલોડ કરી શકો છો.
ચૂંટણી અંગેની માહિતી
આ એપ પર યુઝર્સ ચૂંટણીને લગતી માહિતી, રિઝલ્ટ અપડેટ અને ઉમેદવારો વિશેની માહિતી પણ શોધી શકે છે.
ક્યાંથી ડાઉનલોડ કરશો આ એપ
Voter Helpline App એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. તમે ગમે તે પ્લેટફોર્મ પરતી આ એપ ઈન્સ્ટોલ કરી શકો છો.
મતદાર યાદીમાં નામ કેવી રીતે શોધશો?
વોટર હેલ્પલાઈન એપની મદદથી યુઝર્સ મતદાર યાદીમાં પોતાનું નામ શોધી શકે છે, સાથે જ ઈલેક્ટ્રોલ લિસ્ટ ડાઉનલોડ પણ કરી શકાય છે. મતદાર યાદીમાં નામ સર્ચ કરવા માટે તમારે એપના હોમ પેજ પર દેખાતા સર્ચ બાર પર ક્લિક કરવાનું છે. સર્ચ બાર પર ટેપ કરવાની સાથે જ એક નવું પેજ ઓપન થશે, જ્યાં તમારે મોબાઈલ નંબર, ડિટેઈલ્સ, EPIC નંબર નાખીને તમારું નામ શોધી શકો છો.
ડિટેઈલ્સ દ્વારા સર્ચ કરો.
આ એપમાં તમે તમારું નામ, પિતા અથવા પતિનું નામ, જન્મતારીખ, ઉંમર, લિંગ, રાજ્ય અથવા તમારા મતવિસ્તારની માહિતી દ્વારા મતદાર યાદીમાં નામ શોધી શકો છો.
EPIC દ્વારા શોધો
જો તમારું વોટિંગ કાર્ડ તમારી પાસે જ છે, તો તમે EPIC નંબર નાખીને પણ માહિતી સર્ચ કરી શકો છો.
મોબાઈલ નંબર
જો તમારો મોબાઈલ નંબર તમારા વોટર આઈડી સાથે લિંક કરેલો છે, તો તમે મોબાઈલ નંબર દ્વારા પણ મતદાર યાદીમાં નામ શોધી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications