Just In
- 539 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 540 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 541 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 542 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Vodafone Ideaના યુઝર્સને ઝટકો, કંપનીએ આ બે પ્લાનની ઘટાડી વેલિડિટી
જો તમે પણ વોડાફોન આઈડિયાનું સિમકાર્ડ યુઝ કરો છો, તો આ આર્ટિકલ તમારા માટે કામનો સાબિત થઈ શકે છે. જી હાં, ટેલિકોમ કપની વોડાફોન આઈડિયાએ પોતાના 479 રૂપિયા અને 666 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી ઘટાડી દીધી છે. આ પ્લાનની નવી વેલિડિટી ઘટીને ઓછી થઈ ગઈ છે. ચાલો તમને જણાવી દઈએ કે વોડાફોન આઈડિયાના આ પ્લાનમાં કેટલી વેલિડિટી મળે છે અને તેના બીજા બેનિફિટ્સ કયા છે.
સૌથી પહેલા તમને એ જણાવી દઈએ કે 479 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 56 દિવસ હતી, જે હવે ઘટીને 48 દિવસ થઈ ગઈ છે. જ્યારે 666 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 77 દિવસ હતી, જે ઘટીને 64 દિવસ કરી દેવામાં આવી છે.

વોડાફોન આઈડિયાના 479 પ્લાનના ફાયદા
આગળ જણાવ્યું તે પ્રમાણે હવે આ પ્લાન 48 દિવસની વેલિડિટી સાથે આવશે. જેમાં રોજે ગ્રાહકોને 1 જીબી ડેટા મળશે. આ ઉપરાંત આ પ્લાન અંતર્ગત યુઝરને અનલિમિટેડ કોલિંગ અને રોજના 100 મેસેજ મળશે.
વોડાફોન આઈડિયાના 666 રૂપિયાના પ્લાનના ફાયદા
કંપનીએ આ પ્લાનની વેલિડિટી ઘટાડીને 77 દિવસથી 64 દિવસ કરી નાખી છે. જો કે તેના બાકીના બેનિફિટ્સ પહેલાની જેમ જ મળશે. આ પ્લાનમાં રોજના 1.5 જીબી ડેટા મળશે. સાથે જ ગ્રાહકો તેમાં ડેટા રોલઆઉટ પણ કરી શકે છે.
જો કે, કંપની દ્વારા રિચાર્જ પ્લાન્સની વેલિડિટી ઘટાડવામાં આવતા યુઝર્સ માટે આ પ્લાન મોંઘા થઈ જશે. પહેલા યુઝર્સ ઓછી કિંમતમાં વધુ વેલિડિટી માટે આ પ્લાન્સ સિલેક્ટ કરતા હતા. પરંતુ હવે જોવાનું એ રહેશે કે કંપનીના આ નિર્ણયથી ઓલ ઓવર કસ્ટમર બેઝ પર કેવી અસર પડે છે. શું કંપની ગ્રાહકોને ખુશ કરવા અને ટકાવી રાખવા માટે કોઈ નવા ઓપ્શનલ પ્લાન્સ લાવશે કે નહીં? જો કે, આના માટે આપણે થોડી રાહ જોવી પડશે.
આ ઉપરાંત જે યુઝર્સને રોજે રોજ વધારે ડેટાની જરૂર પડે છે, તો તેઓ કંપનીનો 539 રૂપિયાનો રિચાર્જ પ્લાન યુઝ કરી શકે છે. આ પ્લાનમાં રોજનું 4 જીબી ઈન્ટરનેટ, અનલિમિટેડ કોલિંગ અને રોજના 100 મેસેજ મળે છે. આ ઉપરાંત આ પ્લાનમાં તમને Binge All Night ડેટાનો પણ ફાયદો મળે છે. સાથે જ વીક એન્ડમાં ડેટા રોલઓવરની પણ સુવિધા મળે છે. જો કે આ પ્લાનની વેલિડિટી માત્ર 28 દિવસની જ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications