આ ટેલિકોમ કંપનીની સર્વિસ થઈ શકે છે બંધ, 26 કરોડ યુઝર્સને થશે અસર

By Gizbot Bureau
|

ટેલિકોમ માર્કેટમાં જબરજસ્ત ગળાકાપ હરિફાઈ ચાલી રહી છે. આ ગળાકાપ હરિફાઈની કેટલી હદે ગંભીર છે, તેનું ઉદાહરણ આપણે વોડાફોન અને આઈડિયાના મર્જર તરીકે જોઈ ચૂક્યા છીએ. જિયોની માર્કેટમાં એન્ટ્રી થયા બાદ અને સસ્તા 4જી પ્લાન લોન્ચ થયા બાદ ટેલિકોમ માર્કેટમાં સ્થિતિ અતિશય કથળી છે. વોડાફોન અને આઈડિયા બંનેએ માર્કેટમાં સર્વાઈવ કરવા માટે એકબીજાનો સહારો લેવાની જરૂર પડી. અને હવે સ્થિતિ એવી આવી છે કે આ ટેલિકોમ કંપની પોતાની સર્વિસ જ બંધ કરવા જઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે વોડાફોન આઈડિયા પોતાની સર્વિસ નવેમ્બર 2022થી બંધ કરી શકે છે.

આ ટેલિકોમ કંપનીની સર્વિસ થઈ શકે છે બંધ, 26 કરોડ યુઝર્સને થશે અસર

વોડાફોન આઈડિયા પર છે હજારો કરોડનું દેવું

જો વોડાફોન અને આઈડિયાની સર્વિસ બંધ થઈ જશે, તો દેશના કુલ 26 કરોડ યુઝર્સને અસર થઈ જશે. દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની પર હાલની સ્થિતિમાં હજારો કરોડનું દેવું છે. ઉપરથી હવે માર્કેટમાં 5જી સર્વિસની એન્ટ્રી થઈ છે. જો વોડાફોન-આઈડિયા 5જી સર્વિસ લોન્ચ કરવા ઈચ્છે, તો તેમણે વધારે લોન લેવી પડી શકે તેમ છે. ગત મહિને થયેલી 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં વોડાફોન-આઈડિયાએ 6,228 MHz (1800 MHz, 2100 MHz, 2500 MHz, 3300 MHz, 26 GHz) 5જી સ્પેક્ટ્રમ ખરીદ્યા છે. વોડાફોન-આઈડિયાએ 5જી સ્પેક્ટર્મની હરાજીમાં 17 પ્રાયોરિટી ટેલિકોમ સર્કલ માટે બોલી લગાવી હતી.

ઈન્ડસ ટાવરને ચૂકવવાના છે 7000 કરોડ

Vi પર હાલ 10,000 કરોડ રૂપિયાથી વધારેનું દેવું છે, જેમાંથી 7000 કરોડ રૂપિયા કંપનીએ ટૂંક જ સમયમાં પાછા આપવાના છે. ટેલિકોમ કંપનીઝને ટાવર સર્વિસ પૂરી પાડતી ઈન્ડસ ટાવરે વોડાફોન-આઈડિયા પાસેથઈ ટૂંક સમયમાં જ 7000 કરોડ રૂપિયા માગ્યા છે. ઈન્ડસ ટાવરે કહ્યું છે કે જો ટેલિકોમ કંપની નવેમ્બર મહિના સુધીમાં આ રકમ નહીં ચૂકવે તો આ ટાવર યુઝ નહીં કરી શકે.

26 કરોડ યુઝર્સને થઈ શકે છે અસર

વોડાફોન-આઈડિયાની સર્વિસ બંધ થઈ જશે તો કંપનીના 26 કરોડ યુઝર્સને અસર થઈ શકે છે. આ પરિસ્થિતિનો ફાયદો રિલાયન્સ, જિયો અને એરટેલને થશે. કેટલાક દિવસો પહેલા TRAI અને DoT દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ વોડાફોન આઈડિયા પાસે એપ્રિલ 2022 સુધીમાં 26 કરોડ જેટલા યુઝર્સ હતા. જો કે આ દરમિયાન કંપનીના 16 લાખ સબસ્ક્રાઈબર્સ ઓછા પણ થયા છે.

આગામી મહિને 5જી થશે લોન્ચ

દેશમાં 1 ઓક્ટોબરથી 5જી સર્વિસ લોન્ચ થવાની છે. IMC 2022 દરમિયાન વડાપ્રધાન મોદી નેક્સ્ટ જનરેશન ટેલિકોમ સર્વિસ લોન્ચ કરી શકે છે. જીયો દિવાળીના પર્વથી દેશના 4 મોટા શહેરોમાં 5જી સર્વિસ આપશે. તો વોડાફોન આઈડિયાનું આયોજન પણ આગામી મહિનાથી જ 5જી સર્વિસ શરૂ કરવાનું છે. પરંતુ, હાલ તો સ્થિતિ એવી છે કે વોડાફોન આઈડિયા ઈન્ડસ ટાવરને 7000 કરોડ ચૂકવી શક્શે કે નહીં તેના પર આગળની સ્થિતિ અવલંબિત છે.

Best Mobiles in India

Read more about:
English summary
Vodafone Idea Network May Shut Down From November 26 Crore Users Will Be Affected

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X