Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 633 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
સૌથી સસ્તું ઈન્ટરનેટ, માત્ર 11 રૂપિયામાં મળશે 10 જીબી ડેટા, જાણો ડિટેઈલ્સ
દરેક ટેલિકોમ કંપનીઓએ પોતાના ડેટા પ્લાનના ભાવમાં વધારો કર્યો છે. Airtel એ પોતાના 38 પ્રિપેઈડ પ્લાનની કિંમતમાં 600 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. તાજેતરમાંજ એરટેલે ત્રણ ડેટા પેકની કિંમતમાં પણ 60 રૂપિયા સુધઈનો વધારો કર્યો છે. જો કે આ બધા વધારા છતાંય હાલ એરટેલ સૌથી સસ્તું ડેટા પેક ઓફર કરી રહ્યું છે. જીયો અને વીઆઈ પાસે પણ આટલો સસ્તો પ્લાન નથી. આ આર્ટિકલમાં અમે તમને એરટેલ, જીયો અને વીઆઈના 50 રૂપિયા કરતા ઓછી કિંમતના પ્લાન જણાવી રહ્યા છીએ.

એરટેલના 50 રૂપિયા કરતા ઓછી કિંમતના પ્લાન
11 રૂપિયાનું ડેટા પેક
એરટેલ આ ડેટા પેકમાં અનલિમિટેડ ડેટા આપે છે, જો કે તેની વેલિડીટી 1 કલાકની જ છે. આ ડેટા પેકમાં લિમિટ 10 જીબીની છે, એટલે કે 11 રૂપિયામાં 1 કલાક માટે 10 જીબી ડેટા મળે છે. ત્યાર બાદ સ્પીડ ઘટીને 64 kbps થઈ જાય છે.
22 રૂપિયાનું ડેટા પેક
આ પેક એક દિવસની વેલિડિટી ધરાવે છે, જેમાં 1 જીબી ડેટા મળે છે. પરંતુ 1 જીબી ડેટા પૂરો થયા બાદ 50 પૈસા પ્રતિ એમબીનો ચાર્જ વસુલવામાં આવે છે.
33 રૂપિયાનું ડેટા પેક
આ પેક પણ એક દિવસની વેલિડિટી ધરાવે છે, જેમાં તમને 2 જીબી ઈન્ટરનેટ મળે છે. 2 જીબી ડેટા પૂરો થયા બાદ 50 પૈસા પ્રતિ એમબીનો ચાર્જ વસુલવામાં આવે છે.
49 રૂપિયાનું ડેટા પેક
આ ડેટા પેકમાં વેલિડિટી તો 1 દિવસની જ છે, પરંતુ તેમાં અનલિમિટેડ ડેટા મળે છે. જો કે તેમાંય એફયુપી લિમિટ 20 જીબીની છે. એટલે કે આખા દિવસમાં 20 જીબી ડેટા મળે છે. ત્યાર બાદ સ્પીડ ઘટીને 64 kbps થઈ જાય છે.
જીયોના 50 રૂપિયા કરતા સસ્તા પ્લાન
49 રૂપિયાનો પ્લાન
આ ડેટા પેકામાં જીયો એક દિવસની વેલિડિટી આપે છે, અને અનલિમિટેડ ડેટા ઓફર કરે છે. જો કે તેમાં એફયુપી લિમિટ 25 જીબીની છે. એટલે કે યુઝર્સ એક દિવસમાં 25 જીબી ડેટા વાપરી શકે છે, ત્યાર બાદ સ્પીડ ઘટીને 64 kbps થઈ જાય છે. એટલે કે એરટેલની સરખામણીએ જીયો 49 રૂપિયાના પ્લાનમાં 5 જીબી વધુ ઈન્ટરનેટ આપે છે.
વીઆઈના 50 રૂપિયા કરતા ઓછાના ડેટા પેક
22 રૂપિયાનું રિચાર્જ
આ રિચાર્જમાં 1 દિવસની વેલિડિટીમાં 1 જીબી ઈન્ટરનેટ મળે છે.
33 રૂપિયાનું રિચાર્જ
આ પેકમાં 2 દિવસની વેલિડિટીમાં 2 જીબી ઈન્ટરનેટ વાપરવા મળે છે.
48 રૂપિયાનું રિચાર્જ
આ રિચાર્જમાં તમને 3 દિવસની વેલિડિટી મળે છે અને 6 જીબી ડેટા વાપરવા મળે છે.
49 રૂપિયાનું રિચાર્જ
આ પ્લાનમાં તમને એક દિવસ માટે 20 જીબી ઈન્ટરનેટ વાપરવા મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications