Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Vodafone Idea Valentine Day પર આપી રહ્યું છે ફ્રી ઈન્ટરનેટ

વેલન્ટાઈન ડેને આડે આંગળીને વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ વખતે વેલેન્ટાઈન ડે ફ્રી અનલિમિટેડ ડેટા સાથે સેલિબ્રેટ કરવાની તક મળી રહી છે. વોડાફોન આઈડિયા પોતાના યુઝર્સને વેલેન્ટાઈન ડે નિમિત્તે 5 જીબી ફ્રી ઈન્ટરનેટ આપી રહ્યું છે. આ વેલેન્ટાઈન ડે સ્પેશિયલ ઓફર માત્ર પ્રિપેઈડ ગ્રાહકો માટે જ અવેઈલેબલ છે. ફ્રી ઈન્ટરનેટ ડેટા ઉપારંત વોડાફોન આઈડિયા ટ્યુન્સ લવ કોન્ટેસ્ટ પણ યોજી રહ્યું છે. આ કોન્ટેસ્ટ જીતનાર યુઝરને 5,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર મળશે.
5 જીબી અને 2 જીબી ડેટા મળશે ફ્રી
વોડાફોન આઈડિયાના જે ગ્રાહકો પોતાના માટે 299 રૂપિયાનું રિચાર્જ કરાવે છે, તે ગ્રાહકોને કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જ વગર 5 જીબી ઈન્ટરનેટ ડેટા મળશે. આ 5 જીબી ઈન્ટરનેટ ડેટાની સમય મર્યાદા 28 દિવસની હશે. જે યુઝર્સને 299 રૂપિયાનું રિચાર્જ નથી પોસાઈ રહ્યું તેમના માટે પણ વોડાફોન આઈડિયા પાસે એક સ્કીમ છે. જે યુઝર્સ 199 રૂપિયાનું રિચાર્જ કરશે, તેમને 2 જીબી સુધીનો ઈન્ટરનેટ ડેટા ફ્રી મળશે.
199 રૂપિયાથી 299 સુધીના રિચાર્જ પ્લાન
વોડાફોન આઈડિયાની સત્તાવાર વેબસાઈટ મુજબ કંપની 199 રૂપિયાથી શરૂ કરીને 299 રૂપિયાના રિચાર્જનું ઓપ્શન આપી રહી છે. જે બંને પ્લાનમાં વોડાફોન આઈડિયાના યુઝર્સને 28 દિવસની વેલિડીટી મળશે. જે 2 જીબી અને 5 જીબી ઈન્ટરનેટ ફ્રી મળી રહ્યું છે, તે ઓફર માત્ર 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે સુધી વોડાફોન આઈડિયાની એપ પરથી રિચાર્જ કરાવનારા ગ્રાહકો માટે જ છે.
વોડાફોન પોતાના 299 પ્રિપેઈડ પ્લાનમાં અનલિમિટેડ ટૉકટાઈમ આપી રહ્યું છે. જેમાં તમને રોજના 100 SMS ફ્રી મળે છે, અને રોજનો 1.5 જીબી ડેટા પણ વાપરવા માટે મળે છે. સાથે જ આ પેક 28 દિવસની વેલિડિટી ધરાવે છે. આ ઉપરાંત તમને વિકેન્ડ રોલઓવર અને આખી રાત બિંજ વોચનો વિકલ્પ પણ મળે છે. વધારામાં તમે કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જ વગર દર મિહને 2 જીબી સુધીનો બેક અપ ડેટા મેળવી શકો છો. જો તમે આ સમયગાળા દરમિયાન રિચાર્જ કરો છો તો તમને હાલના ડેટામાં 5 જીબીનો બીજો ડેટા મળશે. જો તમારે આ 5 જીબી ફ્રી ડેટાનો લાભ લેવો હોય, તો તમારે 14 ફેબ્રુઆરી એટલે કે વેલન્ટાઈન ડે પહેલા જ રિચાર્જ કરવું પડશે.
રોજ રૂપિયા 5000 જીતવાની તક
આ વધારાના ઈન્ટરનેટ ડેટા ઉપરાંત વોડાફોન આઈડિયા પોતાના યુઝર્સ માટે ખાસ એક કોન્ટેસ્ટ યોજી રહ્યું છે, જેમાં સોશિયલ મીડિયા પર VI મ્યુઝિક કોન્ટેસ્ટ યોજાશે. આ કોન્ટેસ્ટ દરમિયાન યુઝર્સને VI પર હંગામા મ્યુઝિકમાં જઈને વેલેન્ટાઈન પ્લે લિસ્ટ પર યોગ્ય અને સાચું ગીત શોધવાનું ટાસ્ક આપવામાં આવશે. જેમાં યુઝર્સે #ViLoveTunes હેશટેગ સાથે સાચો જવાબ આપવાનો રહેશે. આ કોન્ટેસ્ટ ચાલે તે દરમિયાન રોજેરોજ એક ભાગ્યશાળી વિજેતાને 5,000 રૂપિયાના વાઉચર મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications