BGMI બાદ હવે ભારતમાં VLC Media Player પર મૂકાયો પ્રતિબંધ, આ છે કારણ

By Gizbot Bureau
|

વિન્ડોઝ વાપરનાર દરેક વ્યક્તિ મ્યુઝિક સાંભળવા કે વીડિયો જોવા માટે VLC Media Playerનો જ ઉપયોગ કરતા હોય છે. પરંતુ વીડિયોલેન પ્રોજેક્ટ દ્વારા વિક્સિત આ સૌથી લોકપ્રિય મીડિયા પ્લેયર સોફ્ટવેર અને સ્ટ્રીમિંગ મીડિયા સર્વસ VLC Media Player હવે ભારતમાં કામ નથી કરી રહ્યું. Medianamaના રિપોર્ટ મુજબ લગભગ 2 મહિના પહેલા ભારતમાં VLC Media Playerનું એક્સેસ બ્લોક કરી દેવાયું છે. આ પ્રતિબંધ અંગે ન તો કંપનીએ કે ન તો ભારત સરકારે કોઈ માહિતી જાહેર કરી છે.

BGMI બાદ હવે ભારતમાં VLC Media Player પર મૂકાયો પ્રતિબંધ, આ છે કારણ

હેકિંગ ગ્રુપ Cicada કરી રહ્યું હતું VLC Media Player ટ્રેક

કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ VLC Media Playerને ભારતમાં એટલા માટે બ્લોક કરવામાં આવ્યું છે કે, ચીન સમર્થિત હેકિંગ ગ્રુપ Cicada સાઈબર એટેક માટે VLC Media Playerનો ઉપયોગ કરતું હતું. કેટલાક મહિના પહેલા સુરક્ષા નિષ્ણાંતોએ તપાસ દરમિયાન શોધી નાખ્યું હતું કે Cicada લાંબા સમયથી ચાલી રહેલા સાઈબર હુમલા દરમિયાન માલવેર લોડર માટે VLC Media Playerનો ઉપયોગ કરતું હતું.

ભારત સરકારે VLC Media Player પર મૂકેલો આ સોફ્ટ પ્રતિબંધ છે, એટલે ભારત સરકારે સત્તાવાર રીતે આ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી નથી, ન તો કંપનીએ આ મામલે નિવેદન આપ્યું છે. ટ્વિટર પર પણ યુઝર આ બાબતે ચર્ચા જરૂર કરી રહ્યા છે, પરંતુ નક્કર માહિતી ક્યાંય ઉપલબ્ધ નથી. ગગદીપ સપરા નામના એક ટ્વિટર યુઝરે VLC Media Player વેબસાઈટનો એક સ્ક્રીનશોટ ટ્વિટ કર્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે,’આઈટી અધિનિયમ, 2000 અંતર્ગત ઈલેક્ટ્રોનિક્સ અને પ્રસારણ મંત્રાલયના આદેશ અનુસાર વેબસાઈટને બ્લોક કરવામાં આવી છે.’

VLC Media Playerની વેબસાઈટ અને ડાઉનલોડ લિંક કરાઈ બ્લોક

હાલના સમયમાં VLC Media Player વેબસાઈટ અને ડાઉનલોડ લિંક બંને ભારતની અંદર પ્રતિબંધિત કરી દેવાયા છે. સરળ શબ્દોમાં કહીએ તો દેશમાં કોઈ પણ વ્યક્તિ હાલ ન તો VLC Media Playerની વેબસાઈટ એક્સેસ કરી શકે છે, ન તો VLC Media Player ઈન્સ્ટોલ કરી શકે છે. મનાઈ રહ્યું છે કે VLC Media Player ACT Fibernet, Jio, વોડાફોન-આઈડિયા નેટવર્ક સહિત અન્ય તમામ મુખ્ય ISP પર પ્રતિબંધિત કરી દેવાયું છે.

ચાઈનીઝ એપ નથી VLC Media Player

ભારત સરકાર છેલ્લા કેટલાક સમયથી જુદી જુદી ચાઈનીઝ એપ્સ બેન કરી રહી છે. PUBG મોબાઈલ, ટિકટોક, કેમ સ્કેનર બાદ હજી કેટલાક દિવસો પહેલા પણ કેન્દ્ર સરકારે BGMI પર પ્રતિબંધ લગાવ્યો છે. BGMI ભૂતકાળમાં પ્રતિબંધિત થયેલી ગેમ પબજીનું ભારતીય વર્ઝન હતું. આ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવી લેવાઈ છે. સરકારને ડર છે કે આ એપ્સ ભારતીય યુઝર્સનો ડેટા ચીન મોકલી રહ્યા છે. જો કે ખાસ વાત એ છે કે VLC Media Player ચાઈનીઝ એપ નથી. તેને પેરિસ સ્થિત ફર્મ VideoLAN ઓપરેટ કરે છે.

Best Mobiles in India

Read more about:
English summary
VLC Media Player banned in India after BGMI

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X