Vivo Y35 હવે ભારતમાં પણ ખરીદી શકાશે, જાણો કિંમત અને ફીચર્સ

By Gizbot Bureau
|

ચાઈનીઝ ટેક જાયન્ટ કંપની Vivoએ પોતાના આગામી સ્માર્ટફોન Vivo Y35ની જાહેરાત કરી દીધી છે. સ્માર્ટફોનની વાય સિરીઝ અંતર્ગત કંપનીએ પોતાનો લેટેસ્ટ મિડરેન્જ સ્માર્ટ ફોન લોન્ચ કર્યો છે, જે ક્વાલકોમ સ્નેપડ્રેગન 680 ઓક્ટાકોર પ્રોસેસર દ્વારા ચાલે છે. આ ફોનમાં એક્સ્ટેન્ડેડ રેમની સુવિધા છે. Vivo Y35 ઈન્ટ્રોડક્ટરી ઓફર દ્વારા ખરીદવા પર તમને બેન્ક ડિસ્કાઉન્ટ અને કેશબેક પણ મળી શકે છે.

Vivo Y35 હવે ભારતમાં પણ ખરીદી શકાશે, જાણો કિંમત અને ફીચર્સ

બેન્ક ડિસ્કાઉન્ટ

કંપનીએ Vivo Y35નું એક જ વેરિયંટ લોન્ચ કર્યું છે. આ ફોન 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ અને 8 જીબી રેમ સાથે આવે છે. જેની કિંમત કંપનીએ રૂપિયા 18,499 રાખી છે. જો યુઝર્સ આ ફોન ICICI બેન્ક અથવા SBI બેન્કના કાર્ડ ઓફર સાથે ખરીદશે, તો ફોન પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. અને જો યુઝર્સ આ જ ફોનને HDFC બેન્ક ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા ખરીદશે તો ફોનની કિંમત પર રૂપિયા 750ની છૂટ મળશે.

ફોનના સ્પેસિફિકેશન્સ

Vivo Y35 સ્માર્ટફોનમાં 6.58 ઈંચની વોટર ડ્રોપ નોચ સ્ક્રીન છે, જેનું રિઝોલ્યુશન 1080*2408 પિક્સલ છે. આ ડિસ્પ્લે 90Hzનો રિફ્રેશ રેટ ઓફર કરશે. ડિવાઈસને સુરક્ષિત રીતે અનલોક કરવા માટે હેન્ડસેટમાં એક સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સ્કેનર મૂકવામાં આવ્યું છે. આ ઉપરાંત Vivo Y35 ફેસ અનલોકને પણ સપોર્ટ કરે છે.

ટ્રિપલ કેમેરા સેટઅપ

ફોટોગ્રાફીના શોખીનો માટે આ ફોનમાં ટ્રિપલ કેમેરા સિસ્ટમ છે. જેમાં f/1.8 અપાર્ચર ધરાવતો 50MPનો મુખ્ય કેમેરા છે, સાથે જ f/2.4 અપાર્ચર સાથે 2MP સેકન્ડરી સેન્સર અને f/2.4 અપાર્ચર સાથે 2MP મેક્રો કેમેરા આપવામાં આવ્યો છે. Vivo Y35 માં સેલ્ફી માટે 16 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફ્રન્ટ સ્નેપર f/2.2 અપાર્ચર પર કામ કરે છે. આ ડિવાઈસ કેમેરામાં પોટ્રેઈટ, વીડિયો, હાઈરિઝોલ્યુશન, પેનો, લાઈવ ફોટો, સ્લોમો, ટાઈમ લેપ્સ, પ્રો, ડોક્યુમેન્ટ્સ, ડબલ એક્સપોઝર જેવા ફીચર્સ ઉપલબ્ધ છે.

બે કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે ફોન

ફોનને પાવર આપનાર ક્વાલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર 680 SoC છે, જે 8જીબી રેમ સાથે આવે છે. આ હેન્ડસેટ એન્ડ્રોઈડ 12 ઓપરેટિંગ આધારિત કંપનીના ફનટચ ઓએસ 12 પર ચાલે છે. Vivo Y35 બે જુદા જુદા કલર ઓપ્શન બ્લેક અને ડૉન ગોલ્ડમાં મળી રહ્યો છે.

અડધો કલાકમાં 70 ટાકા ચાર્જિંગ

128 જીબી સ્ટોરેજ કેપેસિટી સાથે આવતો Vivo Y35 માઈક્રોએસડી કાર્ડ સ્લોટ પણ ધરાવે છે. એટલે કે યુઝર્સ તેમાં મેમરી કાર્ડ લગાવીને ફોનની મેમરી વધારી પણ શકે છે. 44Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરનાર આ ફોનમાં 5000 mAh બેટરી છે, જે માત્ર 34 મિનિટ એટલે કે અડધા કલાકમાં ફોનને 0થી 70 ટકા સુધી ચાર્જ કરી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Vivo Y35 launched in India know price and features

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X