Vivo Y200 Pro 5G ભારતમાં થશે લોન્ચ, મળશે આ ખાસ ફીચર્સ

By Gizbot Bureau
|

Vivo Y200 Pro 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થવાનો છે તે કન્ફર્મ થઈ ચૂક્યુ છે. કંપનીએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટીઝર વીડિયો લોન્ચ કરીને આ બાબતે માહિતી આપી છે, કે આ ફોન ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ થશે. ટીઝર વીડિયોમાં ફોનની પહેલી ઝલક દેખાઈ રહી છે. આ ફોનમાં કર્વ્ડ ડિસ્પ્લે મળશે. ઉલ્લેખનીય છે કે Vivo Y સિરીઝના આ ફોન અંગે અત્યાર સુધીમાં ઘણી માહિતી ઓનલાઈન લીક થઈ ચૂકી છે. જે માહિતીને સાચી માનીએ તો આ ફોનમાં Qualcomm Snapdragon 695 પ્રોસેસર મળશે. સાથે જ તેમાં 64 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા મળી શકે છે. આ ફોનની બેટરી 5000 mAhની હશે, જે 44 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.

Vivo Indiaએ પોતાના સત્તાવાર એક્સ એટલે કે ટ્વિટર હેન્ડલ પરથી Vivo Y200 Pro 5G નો ટીઝર વીડિયો શૅર કર્યો છે. આ ટીઝર વીડિયો દ્વારા જ ફોન ભારતમાં લોન્ચ થવાનો છે, તે કન્ફર્મ થયું છે. જો કે હજી સુધી કંપનીએ આ ફોનની લોન્ચ ડેટ જાહેર નથી કરી. હાલ તો કંપનીએ આ વીડિયોમાં માત્ર Coming Soon ટેગ જ આપ્યો છે, અને ટીઝર જાહેર કર્યું છે. આ વીડિયોની સાથે કંપનીએ એ પણ માહિતી આપી છે કે આ ફોન અત્યાર સુધીના સૌથી પાતળા થ્રીડી કર્વ્ડ ડિસ્પ્લે સાથે લોન્ચ થશે.

Vivo Y200 Pro 5G ભારતમાં થશે લોન્ચ, મળશે આ ખાસ ફીચર્સ

આગળ જણાવ્યું તે પ્રમાણે ટીઝર વીડિયો દ્વારા પહેલીવાર Vivo Y200 Pro 5G ની ઝલક જોવા મળી છે. જેમાં ફોનમાં આગળની બાજુ કર્વ્ડ ડિસ્પ્લે જોઈ શકાય છે. જ્યારે બેક પેનલ પર ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળે છે. આ કેમેરા મોડ્યુલમાં LED ફ્લેશ લાઈટની જગ્યા પણ આપવામાં આવી છે.

Vivo Y200 Pro 5G ના ફીચર્સ

આ ફોનમાં કયા કયા ફીચર્સ હશે, તેની ચર્ચા લાંબા સમયથી ચાલતી હતી. જેમાં અત્યાર સુધી સામે આવેલી માહિતી પ્રમાણે આ ફોન 6.78 ઈંચની Full HD+ AMOLED ડિસ્પ્લે સાથે લોન્ચ થઈ શખે છે. આ ડિસ્પ્લોનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ હશે. જ્યારે આ ડિસ્પ્લેમાં 1300 nits બ્રાઈટનેસ મળી શકે છે. આ ઉપરાંત આ ફોનમાં Qualcomm Snapdragon 695 પ્રોસેસર હશે, જેની સાથે Adreno 619 GPU પણ મળી શકે છે. તેમાં 8 જીબી રેમ પણ મળવાની શક્યતા છે. સાથે જ આ ફોન એન્ડ્રોઈડ 14 પર પણ કામ કરશે.

ફોટોગ્રાફી માટે આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે. જેમાં 64 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા હશે, જેની સાથે OIS સપોર્ટ મળવાની શક્યતા છે. સાથે જ તેમાં 2 મેગાપિક્સલનો સેકેન્ડરી કેમેરા પણ સામેલ કરવામાં આવશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16 મેગાપિક્સલનો કેમેરા મળી શકે છે. જ્યારે આ ફોનમાં 5000 mAhની બેટરી હશે જે 44 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.

Best Mobiles in India

English summary
VIVo y200 Pro 5g will soon launch in India know features

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X