Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Vivo Y200 5G 23 ઓક્ટોબરે થશે લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
જો તમે પણ બજેટ રેન્જમાં એક જબરજસ્ત ફીચર્સ ધરાવતો સ્માર્ટફોન લેવા ઈચ્છી રહ્યા છો, તો વીવો તમારા માટે એક નવો ફોન લઈને આવ્યું છે. ચાઈનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ વીવોએ પોતાના અપકમિંગ સ્માર્ટફોન Vivo Y200 5Gને ભારતીય માર્કેટમાં લોન્ચ કરવાની તારીખ જાહેર કરી દીધી છે. વીવો ઈન્ડિયાએ પોતાની ટ્વિટર પોસ્ટમાં આ અંગે માહિતી શૅર કરી છે. જે મુજબ આ ફોન ભારતીય માર્કેટમાં 23 ઓક્ટોબરના રોજ લોન્ચ થશે. તો ચાલો, લોન્ચ પહેલા જાણીએ કે આ અપકમિંગ સ્માર્ટફોનની કિંમત કેટલી હશે, અને તેમાં કયા કયા ફીચર્સ તેમજ સ્પેસિફિકેશન આપવાં આવ્યા છે.

Vivo Y200 5Gની ભારતમાં કિંમત
Vivo Y200 5Gને લઈને સામે આવેલા રિપોર્ટ્સને સાચા માનીએ તો કંપની આ ડિવાઈસને મિડ રેન્જ કિંમતમાં લોન્ચ કરી શકે છે. એટલે કે આ ફોનની કિંમત 24 હજારની આસપાસ હોઈ શકે છે. એટલે કે આ ફોન શાઓમી, ઓપ્પો, સેમસંગ જેવી કંપનીના મિડ રેન્જ સ્માર્ટફોનને ટક્કર આપશે. જો કે આ માત્ર સંભવિત કિંમત છે. સત્તાવાર કિંમતની જાહેરાત માટે આપણે હજી થોડી રાહ જોવી પડશે. આ હેન્ડસેટ ગ્રાહકોને ડેઝર્ટ ગોલ્ડ અને જંગલ ગ્રીન એમ બે કલર ઓપ્શનમાં મળશે. જો કે, હજી સુધી કંપનીએ એ જાહેરાત નથી કરી કે આ ફોન તમે કયા ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ખરીદી શક્શો.
Vivo Y200 5Gના સ્પેસિફિકેશન્સ
Vivo Y200 5Gમાં કંપની 6.67 ઈંચની AMOLED FHD+ ડિસ્પ્લે આપી શકે છે. જેનો રિફ્રેશ રેટ 120 Hz હોઈ શકે છે. સાથે જ આ ડિવાઈસમાં કંપની Vivo Snapdragon 4 Gen 1 પ્રોસેસર પણ આપી શકે છે. આ ફોન 8 જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ ધરાવતો હોઈ શકે છે. વર્ચ્યુઅલ સપોર્ટ દ્વારા આ ફોનમાં રેમ 8 જીબી સુધી એક્સ્ટેન્ડ પણ કરી શકાય છે. વીવોનો આ અપકમિંગ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 13 પર આધારિત ફનટચ ઓએસ 13 પર કામ કરે છે. આ ઉપરાંત યુઝર્સને તેમાં સિક્યોરિટી માટે ઈન સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ મળશે.
ડ્યુઅલ કેમેરા ધરાવતો હશે વીવોનો સ્માર્ટફોન
ફોટોગ્રાફીની વાત કરીએ તો આ હેન્ડસેટમાં કંપની 64 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા આપી શકે છે. જેની સાથે 2 મેગાપિક્સલનો બુકે કેમેરા પણ હશે. આ બંને કેમેરા OIS સપોર્ટ ધરાવે છે. તો સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફ્રંટ સાઈડ ખાસ 16 મેગાપિક્સલનો કેમેરા મળશે. આ ડિવાઈસમાં રિંગ એલઈડી લાઈટ સ્માર્ટ ઓરા ફ્લેશ મળવાની શક્યતા છે.
મળશે દમદાર ફાસ્ટ ચાર્જિંગ બેટરી
આ ફોન 4,800 mAhની બેટરી પર કામ કરશે. જે 44 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. જ્યારે કનેક્ટિવિટી માટે યુઝર્સને આ Vivo Y200 5Gમાં Wi Fi 6, બ્લૂટૂથ 5.2, 5જી, GPS જેવા ફીચર્સ મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications