Vivo Y100A સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જાણો સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

By Gizbot Bureau
|

ચાઈનીઝ ટેક કંપની વીવોએ પોતાનો Vivo Y100A સ્માર્ટફોન ગુપચુપ રીતે ભારતમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન કંપનીની Y સિરીઝમાં લેટેસ્ટ એડિશન છે. આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં કંપનીએ Vivo Y100 સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. જો કે Vivo Y100A ફેબ્રુઆરીમાં લોન્ચ થયેલા સ્માર્ટફોન કરતા અલગ છે. સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો વીવો આ સ્માર્ટફોનાં 6.38 ઈંચની FHD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં રિયર સાઈટ બે સર્ક્યુલર કેમેરા રિંગ મળે છે, જેમાં 64 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા OIS સપોર્ટ સાથે આપવામાં આવ્યો છે. તો ફોનની બેટરી 4,500 mAh બેટરી મળશે, જે 44 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Vivo Y100A સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જાણો સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

ડિટેઈલમાં જાણો Vivo Y100Aના સ્પેસિફિકેશન્સ

ચાલો Vivo Y100Aના સ્પેસિફિકેશન જરા વિગતે જાણી લઈએ. Vivo Y100Aમાં કંપની એન્ડ્રોઈડ 13 પર આધારિત Funtouch OS 13 ઓપરેટિંગ સિસ્ટમ આપશે. આ સ્માર્ટફોનમાં 6.38 ઈંચની FHD+ AMOLED ડિસ્પ્લે મળશે, જેનો રિફ્રેશન રેટ 90Hz છે. જ્યારે ડિસ્પ્લેમાં મેક્સિમમ બ્રાઈટનેસ 1,300 nitsની મળશે, અને HDR10+ સપોર્ટ મળશે. આ ઉપરાંત કંપની આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 695 પ્રોસેસર આપી રહી છે, જે 8 જીબી રેમ અને 8 જીબી વર્ચ્યુઅલર રેમને સપોર્ટ કરશે. આ રીતે તમને 16 જીબી રેમ સુધીનો સપોર્ટ મળશે. આ ફોન 128 જીબી સ્ટોરેજ અને 256 જીબી સ્ટોરેજ એમ બે જુદા જુદા વેરિયંટમાં મળશે.

ફોટોગ્રાફી માટે Vivo Y100Aમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે. આ કેમેરા સેટઅપમાં મુખ્ય કેમેરા 64 મેગાપિક્સલનો છે, જેમાં OIS સપોર્ટ પણ મળે છે. આ ઉપરાંત બીજા બે કેમેરા 2 મેગાપિક્સલના હશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે કંપનીએ ફ્રંટ સાઈડ 16 મેગાપિક્સલનો કેમેરા આપ્યો છે.

Vivo Y100A 4,500 mAhની બેટરી ધરાવે છે, જે 44Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોનમાં બેક સાઈડ વીવોની સૌથી ખાસ કલર ચેન્જિંગ પેનલ આપવામાં આવી છે. એટલે કે સૂર્યપ્રકાશમાં આ બેકપેનલનો રંગ બદલાય છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો આ ફોનમાં 5G, 4G, USB-C port, 3.5 mm jack, WiFi અને Bluetoothનો સપોર્ટ મળી રહ્યો છે.

Vivo Y100Aની કિંમત

હાલ તો કંપનીએ Vivo Y100Aની કિંમત અને ભારતમાં ક્યારે અવેલેબલ થશે, તે અંગે કોઈ જાહેરાત નથી કરી. પરંતુ ફોનના ફીચર્સ કહી રહ્યા છે કે આ એક બજેટ સ્માર્ટફોન હશે, જેની કિંમત 25000ની આસપાસની હોઈ શકે છે.

ત્રણ કલર ઓપ્શન

Vivo Y100A જુદા જુદા ત્રણ કલર મેટલ બ્લેક, ટ્વાઈલાઈટ ગોલ્ડ અને પેસિફિક બ્લૂમાં મળશે. હાલ વીવોની સત્તાવાર વેબસાઈટ પર આ ફોન ફૂલ સ્પેસિફિકેશન્સ સાથે લિસ્ટ થઈ ચૂક્યો છે. એટલે કે ટૂંક સમયમાં જ વેચાણ માટે પણ અવેલેબલ થશે.

Best Mobiles in India

English summary
Vivo Y100A smartphone launched in India, know features

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X