Just In
- 539 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 540 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 541 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 542 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Vivo ના સ્માર્ટફોનમાં હશે 6,500 mAhની બેટરી, જાણો બીજું શું ખાસ
Vivoએ તાજેતરમાં જ ચીનમાં પોતાના ફ્લેગશિપ ફોન X200ની સિરીઝ લોન્ચ કરી છે, અને તાજેતરમાં જ એ માહિતી સામે આવી છે કે વીવો આ ફોનની સિરીઝ ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ કરી શકે છે. જો કે, આ સમાચારની સાથે સાથે એક નવી માહિતીનો ખુલાસો થયો છે, જે છે વીવોના અપકમિંગ ફોલ્ડેબલ ફોન Vivo X Fold 4 વિશે. આ ફોન ઓલરેડી TENAA સર્ટિફિકેશન વેબસાઈટ પર લિસ્ટ થઈ ચૂક્યો છે. અત્યાર સુધી સામે આવેલી માહિતી પ્રમાણે આ ફોન અત્યાર સુધીનો સૌથી વધુ બેટરી કેપેસિટી ધરાવતો બૂક સ્ટાઈલ ફોલ્ડેબલ ફોન હશે. આ ફોનમાં બીજું શું ખાસ હશે, ચાલો તમને જણાવી દઈએ.

Vivo X Fold 4માં સૌથી મોટી બેટરી
91 મોબાઈલ્સના લેટેસ્ટ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે TENAA સર્ટિફિકેશન વેબસાઈટ પર મોડેલ નંબર V2429A તરીકે એક નવો ફોન રજિસ્ટર્ડ થયો છે, જે વીવોનો નવો સ્માર્ટફોન છે. આ ફોન Vivo X Fold 4 હોઈ શકે છે. 91 મોબાઈલ્સના આર્ટિકલ પ્રમાણે સર્ટિફિકેશન સાઈટ પર પણ હજી વધારે ડિટેઈલ્સ શૅર કરવામાં નથી આવી. પરંતુ તેઓ કોડ પરથી બેટરીની ડિટેઈલ્સ શોધી શક્યા છે. વેબસાઈટ પર લિસ્ટ આ ફોનની બેટરી “batteryratedcapacityin” : “6365 mAh” તરીકે લિસ્ટેડ છે.
જેના પરથી ખ્યાલ આવે છે કે આ અપકમિંગ ફોલ્ડેબલ ફોનમાં લગભગ 6,500 mAhની બેટરી હોઈ શકે છે. જે અત્યાર સુધી લોન્ચ થયેલા દરેક ફોલ્ડેબલ સ્માર્ટફોન કરતા મોટી હશે. ઉલ્લેખનીય છે કે Vivo X Fold 3માં પણ 5,500 mAh કેપેસિટીની જ બેટરી હતી.
Vivo X Fold 4માં બીજું શું હશે ખાસ?
બેટરીની વધેલી સાઈઝનો અર્થ થાય છે કે ફોન હજી પણ થોડો જાડો થઈ શકે છે. એટલે હવે જોવાનું એ રહેશે કે વીવો આ પડકારનો ઉકેલ કેવી રીતે લાવે છે. સર્ટિફિકેશન સાઈટ પર એ પણ જણાવવામાં આવ્યું છે કે ફોનમાં સેટેલાઈટ નેવિગેશન, ડ્યુઅલ 5જી સિમ સપોર્ટ હશે અને આ ફોન એન્ડ્રોઈડ 15 પર કામ કરશે.
આ અપકમિગં ફોલ્ડેબલ ફોનમાં ક્વાલકોમનું સ્નેપડ્રેગન 8 જેન 3 ચિપસેટ હોઈ શકે છે. કારણ કે Vivo X Fold 3માં સ્નેપડ્રેગન 8 જેન 2 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જો કે આ બધી જ હજી શક્યતા છે, હજી કોઈ સત્તાવાર ડિટેઈલ સામે નથી આવી. જો કે, જેમ જેમ આ ફોનની લોન્ચ ડેટ નજીક આવશે, તેમ તેમ અમે તમને બીજી માહિતી પહોંચાડતા રહીશું. ઉલ્લેખનીય છે કે Vivo X Fold 3 26 માર્ચે લોન્ચ થયો હતો, એટલે Vivo X Fold 4 સત્તાવાર રીતે લોન્ચ થવામાં હજી થોડો સમય બાકી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications