Just In
- 586 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 587 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 588 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Blueimage Imaging technology દ્વારા Vivo લાવશે મોબાઈલ ફોટોગ્રાફીમાં ક્રાંતિ
Vivoએ પોતાની લેટેસ્ટ કેમેરા ટેક્નોલોજી BlueImage ટેક્નોલોજી લોન્ચ કરી છે. આ ટેક્નોલોજી કંપનીના આગામી સ્માર્ટફોનના કેમેરા સિસ્ટમમાં જોવા મળશે. અત્યાર સુધી મળતી માહિતી પ્રમાણે કંપની સૌથી પહેલા આ ટેક્નોલોજીનો ઉપયોગ અપકમિંગ સ્માર્ટફોન Vivo X100 Ultraમાં કરી શકે છે.

શું છે Blueimage Imaging technology?
Blueimage Imaging technologyને લઈને વીવોના બ્રાન્ડિંગ વાઈસ પ્રેસિડેન્ટ જીયા જિંગડોંગે સોશિયલ મીડિયા પર એક લાંબી લચક પોસ્ટ કરી છે. જેમાં તેમણએ કહ્યું છે કે આ ટેક્નોલોજી ફોટોગ્રાફી દરમિયાન થતા કેટલાક કોમન પ્રોબ્લેમ્સનો ચપટીમાં ઉકેલ લાવી આપે છે. આ ટેક્નોલોજીની સાથે યુઝર્સ બેકલાઈટ અને લો લાઈટ કંડીશન દરમિયાન ટેલિફોટો લેન્સથી વધારે સારા ફોટો ક્લિક કરી શક્સે. હાલ કંપનીએ આ ઈમેજિંગ ટેક્નોલોજી અંગે વધારે કોઈ માહિતી શૅર નથી કરી.
મીડિયા રિપોર્ટસમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે વીવોની આ ઈમેજિંગ ટેક્નોલોજીને V સિરીઝ ઈમેજિંગ ચિપ સાથે ઈન્ટીગ્રેટ કરવામાં આવી શકે છે. આ ચીપ કંપનીએ 2021માં પહેલીવાર માર્કેટમાં લોન્ચ કરી હતી. Vivo X100 સિરીઝ ફોનમાં કંપની આ ચીપના લેટેસ્ટ વર્ઝન Vivo V3 ઈમેજિંગ ચિપ સાથે લોન્ચ કરી શકે છે.
Vivo X100 Ultraની ખાસ વાતો
Vivo X100 Ultra આ સ્માર્ટફોન અંગે ચાલી રહેલી ચર્ચા મુજબ આ ફોન મે મહિનામાં ચીનમાં લોન્ચ થઈ શકે છે. આ ફોન કંપનીનો ફ્લેગશિપ સ્માર્ટફોન હશે. અપકમિંગ Vivo X100 Ultra સ્માર્ટફોન અંગે અત્યાર સુધી જુદી જુદી ઘણી માહિતી સામે આવી ચૂકી છે.
અપકમિંગ Vivo X100 Ultraમાં સેમસંગનું 200 મેગાપિક્સનો કેમેરા સેન્સર મળશે, જે હજી સુધી ઓફિશિયલી રિલીઝ કરવામાં નથી આવ્યું. મીડિયા રિપોર્ટ્સ સાચા માનીએ તો આ કેમેરામાં 1/1.4 ઈંચનું ISOCELL HP9 સેન્સર છે. આ કેમેરાનું અપાર્ચર F/2.59 છે. શક્ય છે કે વીવો આ જ કેમેરા સેન્સર Vivo X100 Proમાં પણ આપી શકે છે.
Vivo X100 Ultra સ્માર્ટફોન અંગે અત્યાર સુધી જે માહિતી સામે આવી છે, તેમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે આ ફોનમાં Samsung E7 AMOLED 2K સ્ક્રીન મળી શકે છે. સાથે જ વીવો પોતાના આ ફ્લેગશિપ ફોનમાં Qualcomm Snapdragon 8 Gen 3 ચિપસેટ આપે તેવી શક્યતા છે. આ ફોનમાં 5000 mAhની દમદાર બેટરી હશે, જે 50 Wના વાયરલેસ ચાર્જિંગ અને 100 Wના વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications