Vivo V29 5Gમાં મળશે 50 MP સેલ્ફી કેમેરા સાથે લોન્ચ, જાણો ફીચર્સ

By Gizbot Bureau
|

સ્માર્ટફોન મેન્યુફેક્ચરર કંપની Vivo એ પોતાનો નવો સ્માર્ટ ફોન Vivo V29 5G યુરોપમાં લોન્ચ કર્યો છે. આ ફોન 6.78 ઈંચની Full HD+ Curved AMOLED ડિસ્પ્લે અને 256 જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ તેમજ 50 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા ધરાવે છે. આ ફોનનું પ્રિ બુકિંગ પણ શરૂ થઈ ચૂક્યુ છે. જ્યારે આ ફોનનું વેચાણ 15 ઓગસ્ટથી શરૂ થશે. પ્રી બુકિંગ કરાવનાર ગ્રાહકોને કંપની Vivo TWS 2 ANC ઈયરફોન ફ્રી આપશે. ચાલો જાણીએ કે Vivo V29 5Gના ફોનની કિંમત કેટલી છે, અને તેના ફીચર્સ કેટલા ખાસ છે.

Vivo V29 5Gમાં મળશે 50 MP સેલ્ફી કેમેરા સાથે લોન્ચ, જાણો ફીચર્સ

Vivo V29 5Gની કિંમત અને ઉપલબ્ધતા

Vivo V29 5Gની કિંમત 11,999 Czech Koruna રાખવામાં આવી છે. એટલે કે ભારતીય રૂપિયામા તેની કિંમત 45,500 જેટલી થાય છે. જો યુઝર્સ આ ફોનને પ્રી ઓર્ડર કરશે, તો ફોનની સાથે સાથે Vivo TWS 2 ANC ઈયરફોન ફ્રીમાં મળશે.

Vivo V29 5Gના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

Vivo V29 5Gમાં 6.78 ઈંચની Full HD AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ ધરાવે છે, જે 20:9ના એસ્કેપ્ટ રેશિયો પર કામ કરે છે. વીવોએ પોતાના આ હેન્ડસેટને ઓક્ટાકોર સ્નેપડ્રેગન 778જી પ્રોસેસરથી સજ્જ કર્યો છે, જે 6nm ફેબ્રિકેશન પર બેઝ્ડ છે. આ ફોનમાં ગ્રાફિક્સ માટે એડ્રેનો 642L GPU આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આ સ્માર્ટફોનમાં 8 જીબી રેમ અને 256 જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ અવેલેબલ છે. Vivo V29 5G એન્ડ્રોઈડ 13 પર આધારિત Funtouch OS 13 પર કામ કરે છે. આ હેન્ડસેટ ડ્યુઅલ સિમ સપોર્ટ પણ ધરાવે છે.

જાણો કેમેરા ડિપાર્ટમેન્ટ વિશે

ફોટોગ્રાફી માટે વીવોએ પોતાના આ નવા ફોનમાં અપાર્ચર f/2.0 સાથે 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને f/2.2 સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા તેમ જ 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા એમ ટ્રિપલ રિયર કેમેરા સપોર્ટ આપ્યો છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ ફોનમાં ડ્યુઅલ સોફ્ટ એલઈડી ફ્લેશ અને અપાર્ચર f/2.0 સાથે 50 મેગાપિક્સલનો ઓટોફોકસ ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનને પાવર આપવા માટે 80 W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ ધરાવતી 4,600 mAHની બેટરી મળે છે. કંપનીનો દાવો છે કે માત્ર 18 મિનિટમાં આ બેટરી 50 ટકા ચાર્જ થઈ જાય છે.

વોટર રેઝિસ્ટન્ટ છે Vivo V29 5G

સિક્યોરિટી માટે આ ફોન ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર ધરાવે છે. આ ઉપરાંત ફોનમાં તમને USB Type C ઓડિયો, સ્ટીરિયો સ્પીકર્સ અને Hi Res ઓડિયો જેવા ફીચર્સ પણ મળશે. આ ફોનમાં IP68 રેટિંગ મળે છે, એટલે કે ફોન વૉટર અને ડસ્ટ રેઝિસ્ટન્સ છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5જી, ડ્યુઅલ 4G VoLTE, વાઈ ફાઈ 6802.11એસી, બ્લૂટૂથ 5.2, જીપીએસ, યુએસબી ટાઈપ સી, NFC મળે છે.

Best Mobiles in India

English summary
Vivo V29 5G launched with 50 MP selfie camera know price

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X