Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Vivo V25 Pro ભારતમાં 17 ઓગસ્ટે થશે લોન્ચ, આટલી હોઈ શકે છે કિંમત
ગ્લોબલ ટેક્નોલોજી બ્રાંડ Vivoએ સત્તાવાર રીતે પોતાના અપકમિંગ પ્રીમિય સ્માર્ટ ફોન Vivo V25 Proની ભારતમાં લોન્ચની તારીખ કન્ફર્મ કરી છે. કંપનીના કહેવા પ્રમાણે વીવોનો આ અપકમિંગ સ્માર્ટ ફોન ભારતમાં 17 ઓગસ્ટના રોજ 12 વાગે લોન્ચ થશે. આ ફોન ભારતીય માર્કેટમાં ફ્લીપકાર્ટ પરથી ખરીદી શકાશે.

આટલી હોઈ શકે છે કિંમત
ભારતીય માર્કેટમાં Vivo V25 Proની કિંમત રૂપિયા 40,000ની આજુબાજુ હોઈ શકે છે. જો કે, અત્યારે આ કિંમત માત્ર અંદાજ છે. વાચકમિત્રોએ ફોનની ખરી કિંમત જાણવા માટે વીવો તરફથી સત્તાવાર જાહેરાતની રાહ જોવી જોઈએ. કંપનીએ ફોનની લોન્ચ ડેટની સાથે Vivo V25 Pro અંગે કેટલીક માહિતી પણ જાહેર કરી છે.
કંપનીના કહેવા પ્રમાણે Vivo V25 Pro બેકસાઈડમાં કલર ચેન્જિંગ ફ્લોરાઈટ AG Glass સાથે આવશે. અગાઉ કંપની આ જ ટેક્નોલોજી પોતાના V23 Pro સ્માર્ટફોનમાં વાપરી ચૂકી છે. સાથે જ કંપનીએ એ પણ જણાવ્યું છે કે Vivo V25 Pro 3ડી ડિઝાઈન અને રાઉન્ડ એજિસ ડિઝાઈનમાં લોન્ચ થશે.
ટ્રિપલ કેમેરા સેટઅપ
આ અપકમિંગ સ્માર્ટફોનમાં પાછળની તરફ ટ્રિપલ કેમેરા સેટઅપ હશે. જો કે આ કેમેરા સેટ અપ Vivo V23 Proમાં આપવામાં આવેલા કેમેરા સેટ અપ કરતા થોડો જુદો હશે. Vivo V25 Pro માં કેમેરા સેટઅપ ટાયર્ડ ડિઝાઈનમાં હશે. આ ઉપરાંત કંપનીએ પોતાના અપકમિંગ સ્માર્ટ ફોનની કેટલીક કેમેરા ડિટેઈલ્સ પણ જાહેર કરી છે. Vivo V25 Proનો પ્રાઈમરી કેમેરા 64 મેગાપિક્સલનો હશે જેમાં ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન ફીચર અને હાઈબ્રિડ ઈમેજ સ્ટેબિલાઈઝેશન કેપેબિલીટીઝ હશે. આ ફોનમાં સુપર નાઈટ પોટ્રેઈટ મોડ પણ હશે. આ ફીચરને કારણે યુઝર્સ રાત્રે પણ ખૂબ સારી ક્વોલિટીના વીડિયોઝ શૂટ કરી શક્શે.
બેટરી કેપેસિટી
વીવોએ પોતાના આવનારા ફોન અંગે બીજી પણ એક ખાસ વાત જાહેર કરી છે. જે મુજબ Vivo V25 Pro મીડિયાટેક ડાઈમેન્સિટી 1300 સિસ્ટમ ઓન ચીપ પર કામ કરશે. આ ફોનમાં 8જીબી એક્સ્ટેન્ડેડ રેમ હશે, જ્યારે બેટરી કેપેસિટી 4,830 mAh હશે.
Vivo એ ફોનની મોટાભાગની ડિટેઈલ્સ હજી સુધી જાહેર નથી કરી. ફોનના મુખ્ય કેમેરા સેન્સરની માહિતી ભલે જાહેર કરાઈ હોય, પરંતુ આ ટ્રિપલ કેમેરા સેટઅપમાં બાકીના બે કેમેરા સેન્સર કયા હશે, તે જાણવા માટે લોન્ચની જ રાહ જોવી પડશે. તો કઈ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે, કેટલું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે, કયા કયા રંગમાં ફોન ઉપલબ્ધ થશે, ફોનના કેટલા વેરિયંટ હશે, આ દરેક સવાલોના જવાબ હજી મળવાના બાકી છે.
જો કે, Vivo V25 Proના લોન્ચને આડે ગણતરીના દિવસો બાકી છે. આ ફોન મિડરેન્જ સ્માર્ટ ફોન કેટેગરીમાં યુઝર્સ માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. વીવો મોબાઈલ માર્કેટમાં પોતાનો અલગ ચાહક વર્ગ ઉભો કરી ચૂકી છે, એટલે શંકાને સ્થાન નથી કે મોટી સંખ્યામાં યુઝર્સ આ અપકમિંગ ફોનની રાહ જોઈને બેઠા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications