Vivo V25 Pro ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

By Gizbot Bureau
|

Vivoનો V સિરીઝ લેટેસ્ટ સ્માર્ટ ફોન ભારતમાં લોન્ચ થઈ ચૂક્યો છે. કંપનીએ Vivo V25 Proને ભારતીય માર્કેટમાં લોન્ચ કરી દીધો છે. આ ડિવાઈસમાં 120Hz રિફ્રેશ રેટ, 12 જીબી રેમ અને વર્ચ્યુઅલ રેમ ફીચર દ્વારા બીજી 8 જીબી એક્સટેન્ડ કરી શકાતી રેમ જેવા કેટલાક શાનદાર ફીચર્સ છે.

Vivo V25 Pro ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

Vivo V25 Proમાં નવી Bionic Cooling System છે , જેમાં લિક્વિડ કૂલિંગ વીસીનો સમાવેશ થાય છે જે 3002mm²ના ઠંડક વિસ્તાર સાથે ઉચ્ચ-ચોકસાઇવાળી ટેકનિક દ્વારા કોતરવામાં આવેલા છોડના મૂળની રચના જેવું લાગે છે. આ કૂલિંગ સિસ્ટમ ફોનને થર્મલ કંટ્રોલ આપે છે, સાથે જ ફોનનું પર્ફોમન્સ પણ જાળવી રાખે છે.

વી સિરીઝના જૂના ફોનની જેમ Vivo V25 Pro પણ બ્લૂ વેરિયંટમાં કલર ચેન્જિંગ ફ્લોરાઈટ AG Glass Design સાથે આવે છે. આ ડિઝાઈન સનલાઈટ અને બીજા આર્ટિફિશયલ યુવી કિરણોની સાથે આવતા જ ફોનનો રંગ બદલે છે. આ ફોન પર જેવો પ્રકાશ પડે કે તરત જ તેનો રંગ સ્કાય બ્લૂથી ઓસન બ્લૂ થઈ જાય છે.

Vivo V25 Proમાં 6.56 ઈંચની FHD+ AMOLED ડિસ્પ્લે છે, જે 2376*1080 પિક્સલના રિઝોલ્યુશન અને 19.8:9ના એસ્પેક્ટ રેશિયો પર કામ કરે છે. આ સ્ક્રીન HDR10+ પેનલ અને 120Hz રિફ્રેશ રેટ તેમજ 300HZ ટચ સેમ્પલિંગ રેટ પર કામ કરે છે. આ ફોનમાં ઓક્ટાકોર મીડિયાટેક ડાયમેન્સિટી 1300 SoC બેઝ્ડ 6nm પ્રોસેસર છે. વીવોનો આ લેટેસ્ટ ફોન 8 જીબી અને 12 જીબી રેમ, 128 જીબી, 256 જીબી સ્ટોરેજ સાથે આવે છે.

એન્ડ્રોઈડ 12 બેઝ્ટ ફનટચ ઓએસ 12 પર વીવોનો નવો સ્માર્ટ ફોન કામ કરે છે. આ ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ છે, જેમાં પ્રાઈમરી કેમેરા સેન્સર f/1.89 અપાર્ચર 64 મેગાપિક્સલ અને OIS, 8 મેગાપિક્લસ અલ્ટ્રાવાઈડ સેકન્ડરી લેન્સ જેમાં f/2.2 અપાર્ચર છે, અને f/2.4 અપાર્ચર સાથે 2 મેગાપિક્સલ મેક્રો લેન્સ સાથે આવે છે. આ કેમેરા 60fps કેપેસિટી સાથે 4K વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે.

વધુમાં Vivo V25 Pro માં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્સ સેન્સર છે, અને આ ફોનમાં USB Type C port, 32 મેગાપિક્સલ કેમેરા સેન્સર, ડ્યુઅલ સીમ સપોર્ટ છે. આ ફોન 66W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, અને તેમાં 4830 mAh બેટરી આપવામાં આવી છે.

ભારતમાં કેટલી છે કિંમત?

ભારતીય માર્કેટમાં Vivo V25 Pro સેઈલિંગ બ્લૂ અને બ્લેક કલર ઓપ્શન સાથે લોન્ચ કરાયો છે. આ ફોન 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ તેમજ 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ સાથે અવેલેબલ છે. પહેલા વેરિયંટની કિંમત 35,999 રૂપિયા છે, જ્યારે બીજા વેરિયંટની કિંમત રૂપિયા 39,999 રાખવામાં આવી છે. આ ડિવાઈસના પ્રિ ઓર્ડર લેવાના શરૂ થઈ ચૂક્યા છે. તમે ફ્લીપકાર્ટ, વીવોની વેબસાઈટ અને ઓફલાઈન સ્ટોર્સ પરથી ફોન 25 ઓગ્સટથી ખરીદી શકો છો.

Best Mobiles in India

Read more about:
English summary
Vivo V25 Pro launched in India available in this price

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X