વિવો 15 ની ઇન્ડિયા માં કિંમત કટ કરવા માં આવી

By Gizbot Bureau
|

વિવો દ્વારા ગયા મહિને પોતાના સેલ્ફી સેન્ટ્રિક સ્માર્ટફોન વિવો વી15 ને લોન્ચ કરવા માં આવ્યો હતો અને, આ સ્માર્ટફોન ને રૂ. 23,990 ની કિંમત પર લોન્ચ કરવા માં આવ્યો હતો અને હવે તેની કિંમત માં ઘટડો કરવા માં આવ્યો છે. મુંબઈ આધારિત જો એક રિટેલર મહેશ ટેલિકોમ ની વાત માનીએ તો તેમના જણાવ્યા અનુસાર આ સંર્ટફોન ની કિંમત ની અંદર રૂ. 2000 નો ઘટાડો કરવા માં આવ્યો છે જેના કારણે હવે આ સ્માર્ટફોન રૂ. 21,990 ની કિંમત પર ઉપલબ્ધ છે. અને આ ઉપરાંત આ સ્માર્ટફોન ની ખરીદી પર એસબીઆઈ અને એચડીએફસી ના ગ્રાહકો ને વધુ 5% કેશબેક આપવા માં આવશે.

વિવો 15 ની ઇન્ડિયા માં કિંમત કટ કરવા માં આવી

વિવો વી15 સ્પેસિફકેશન

વિવો વી15 ની અંદર 6.53 ઇંચ ની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે 1080x2340 ના પિક્સલ રિઝોલ્યુશન સાથે આપવા માં આવેલ છે અને 19:5:9 નો આસ્પેક્ટ રેશિઓ આપવા માં આવે છે. આ ડિસ્પ્લે ને સુરક્ષિત રાખવા માટે ટોચ પર કોર્નિંગ ગોરીલા ગ્લાસ 5 આપવા માં આવે છે.

અને આ સ્માર્ટફોન ઓક્ટા કોર મીડિયા ટેક હેલીઓ પી70 દ્વારા પાવર આપવા માં આવે છે, અને તેના ઉપર એન્ડ્રોઇડ 9 પાઈ આધારિત કંપની ની ફનટચ લેયર કસ્ટમાઈઝેશન માટે આપવા માં આવે છે.

અને આ સ્માર્ટફોન ની અંદર 6જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ આપવા માં આવે છે જેને માઈક્રોએસડી કાર્ડ ની મદદ થી 256જીબી જેટલું વધારી શકાય છે. અને આ સ્માર્ટફોન ની અંદર ડ્યુઅલ સિમ કાર્ડ સ્લોટ આપવા માં આવે છે અને સુરક્ષા માટે પાછળ ની તરફ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવા માં આવેલ છે.

વિવો વી 15 એક ટ્રીપલ રીઅર કેમેરા સેટઅપ ધરાવે છે. આ ફોનમાં 12 એમપી ડ્યુઅલ પિક્સેલ પ્રાથમિક સેન્સર છે જેમાં એફ / 1.78 એપરચર, એફ / 2.4 એપરચર સાથે 5 એમપી ઊંડાઈ સેન્સર અને એફ / 2.2 એપરચર અને એલઇડી ફ્લેશ સાથે 8 એમપી વાઇડ એન્ગલ લેન્સ સેન્સર છે. ઉપર જણાવ્યા પ્રમાણે સ્માર્ટફોન સેમસંગ સેન્સર અને એફ / 2.0 એપરચર સાથે 32 એમપી પોપઅપ સેલ્પી કેમેરાથી સજ્જ છે.

અને આ ડીવાઈસ ની અંદર 4000એમએએચ ની બેટરી આપવા માં આવે છે અને તેને ઝડપ થી ચાર્જ કરી શકાય તેના માટે ડ્યુઅલ એન્જીન ફાસ્ટ ચાર્જિંગ આપવા માં આવે છે. અને જો કેંકટીવીટી ઓપ્શન ની વાત કરવા માં આવે તો આ સ્માર્ટફોન ની અંદર ડ્યુઅલ 4 જી, વોએલટીઇ, 3 જી, વાઇ-ફાઇ, બ્લૂટૂથ અને જીપીએસ જેવા ઓપ્શન આપવા માં આવે છે.

તાજેતરમાં જ, વિવોએ તેનું મિડ-રેન્જ સ્માર્ટફોન વિવો વાય 1717 રૂ. 17,990 પર લોંચ કર્યું હતું. દેશમાં બે અગ્રણી ઑફલાઇન સ્ટોર્સમાંથી સ્માર્ટફોન ખરીદી શકાય તેવા બે રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છે. આ ઉપકરણ ટ્રીપલ રીઅર કેમેરા સેટઅપ સાથે આવે છે અને તેને 5000 એમએએચ બેટરી દ્વારા સમર્થન આપવામાં આવે છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Vivo V15 gets a price cut in India

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X