Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Vivoના 5G સ્માર્ટફોન પર 10,000નું ડિસ્કાઉન્ટ, કિંમત સાવ આટલી થઈ ગઈ
Vivo રોજેરોજ પોતાના નવા ફોન માર્કેટમાં લોન્ચ કરી રહ્યું છે. નવા ફોન લોન્ચ કરવાની સાથે સાથે કંપની પોતાના જૂના ફોન પર સારું એવું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. કંપનીએ હવે પોતાના વધુ એક 5જી ફોનમાં બમ્પર ઓફર લોન્ચ કરી છે, જે સાંભળીને તમે પણ એકવાર આ ફોન ખરીદવા માટે લલચાઈ જશો.
Vivo પોતાના આ 5જી સ્માર્ટફોન પર 10,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. એટલે કે તમે આ ફોન તેની કિંમત કરતા 10 હજાર રૂપિયા ઓછા આપીને ખરીદી શકો છો. પણ આ ફોન કયો છે? તેના સ્પેસિફિકેશન્સ શું છે?

Vivo T3 Lite 5G પર બમ્પર ડિસ્કાઉન્ટ
ફ્લિપકાર્ટ પર Vivo T3 Lite 5Gના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વાળા બેઝ વેરિયંટને માત્ર 10,499 રૂપિયાની ડિસ્કાઉન્ટેડ પ્રાઈસ પર લિસ્ટ કરવામાં આવ્યો છે. એટલે જો તમે ફ્લિપકાર્ટના કસ્ટમર છો કે પછી Flipkart Axis Bank Credit card અથવા HDFC Bank Credit/Debit Card દ્વારા પેમેન્ટ કરો છો, તો સીધું જ તમને 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. એટલે આ ફોનની કિંમત ઘટીને 9999 રૂપિયા થઈ જશે.
આ ફોન પર કંપની એક્સચેન્જ ઓફર પણ લઈને આવી છે. જો યુઝર પોતાનો જૂનો સ્માર્ટફોન એક્સચેન્જ કરાવે છે તો તેના મોડેલ અને કંડીશનને જોતા 6,700 રૂપિયાનું વધુમાં વધુ એક્સચેન્જ બોનસ મળી શકે છે. આ ઉપરાંત ગ્રાહકોને આ ફોનની સાથે સાથે 399 રૂપિયાનું વીવોનું બ્રાન્ડેડ ચાર્જર ખરીદવાની પણ તક મળે છે.
Vivo T3 Lite 5Gના સ્પેસિફિકેશન્સ
ડિસ્પ્લે
Vivo T3 Lite 5G ફોનમાં 6.56 ઈંચની IPS LCD ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 90 હર્ટ્ઝના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સારા પર્ફોમન્સ માટે આ સ્માર્ટફોનમાં મીડિયાટેક ડાયમેન્શન 6,300 પ્રોસેસરની સાથે 8 જીબી રેમ મળી રહી છે. આ ફોન એન્ડ્રોઈડ 14 પર બેઝ્ડ ફનટચ 14 સોફ્ટવેર પર કામ કરે છે.
કેમેરા
આ ફોનમાં બેક સાઈડ 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા અને 2 મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર ધરાવતો ડ્યુઅલ કેમેરા મળે છે. સેલ્ફી માટે તેમાં ફ્રંટ સાઈડ 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે.
બેટરી
આ ડિવાઈસમાં 5000 mAhની મોટી બેટરી મળે છે, જે 15 વૉટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ઉપરાંત આ ફોન 5જી સપોર્ટ ધરાવે છે. સાથે જ પાણી અને ધૂળ માટે તેને IP64 રેટિંગ આપવામાં આવ્યું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications