Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Vivo T2 5G સિરીઝ 11 એપ્રિલે થશે લોન્ચ, જાણો કેમ છે ખાસ?
Vivo પોતાના સ્માર્ટફોનની અપકમિંગ સિરીઝ T2 ભારતમાં લોન્ચ કરવા માટૈ તૈયાર છે. આ નવી સ્માર્ટફોન સિરીઝ ગત વર્ષે વીવોએ લોન્ચ કરેલા Vivo T1 5G સિરીઝ સ્માર્ટફોનના અનુગામી છે. ભારતમાં આ નવા સ્માર્ટફોન 11 એપ્રિલના રોજ બપોરે 12 વાગ્યે થશે. લોન્ચ ડેટ જાહેર કરવાની સાથે સાથે વીવોએ પણ જાહેરાત કરી છે કે T2 સિરીઝના સ્માર્ટફોન ભારતમાં માત્રને માત્ર ફ્લિપકાર્ટ પર તેમજ ઓફલાઈન રિટેઈલ સ્ટોર્સ પરથી જ ખરીદી શકાશે. સાથે જ કંપનીએ એ પણ જાહેર કર્યું છે કે Vivo T2 5G સિરીઝમાં સ્માર્ટફોનના બે મોડેલ મળશે. જેમાં એક Vivo T2 5G અને બીજો સ્માર્ટફોન Vivo T2 X 5G હશે.

ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ થયા જાહેર
લોન્ચ ડિટેઈલ્સ અને ફોનની અવેઈલીબિલિટીની સાથે સાથે કંપનીએ પોતાના આ અપકમિંગ સ્માર્ટફોનના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ પણ જાહેર કર્યા છે. Vivo T2 5G સિરીઝના સ્માર્ટફોનમાં શું ખાસ બાબતો હશે, ચાલો તે જાણી લઈએ.
પંચ હોલ કેમેરા ડિઝાઈન
Vivo T2 5G અને Vivo T2 X 5G આ બંને સ્માર્ટફોનમાં Full HD+ AMOLED ડિસ્પ્લે પેનલ મળશે, જેમાં સ્ક્રીનની વચ્ચે પંચ હોલ કેમેરા હશે. આ ફોનમાં 1,300 nitsની બ્રાઈટનેસ મળશે, જે 360Hz ટચ સેમ્પલિંગ રેટ પર કામ કરે છે.
મળશે બે જુદા જુદા કલર વેરિયંટ
આ બંને સ્માર્ટફોન ફ્લેટ સ્ક્રીન ડિઝાઈન ધરાવે છે, જે મેટાલિક ચેસિસ સાથે આવશે. કંપનીએ બરાબર આવી જ ડિઝાઈન ગત વર્ષે Vivo T1 5G સ્માર્ટફોનમાં આપી હતી. આ બંને સ્માર્ટફોન ગોલ્ડન યલો અને સી ગ્રીન એમ બે કલર વેરિયંટમાં મળશે.
ડ્યુઅલ કેમેરા સેટઅપથી સજ્જ છે સ્માર્ટફોન
કેમેરા ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો Vivoએ આપેલી માહિતી પ્રમાણે Vivo T2 5G સ્માર્ટફોનમા ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ હશે, જેમાં મુખ્ય કેમેરા 64 મેગાપિક્સલનો હશે, જે ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન એટલે કે OIS ફીચર ધરાવે છે. જ્યારે બીજો લેન્ચ 2 મેગાપિક્સલનો Bokeh લેન્સ હશે. આ રિયર કેમેરા સેટઅપની સાથે સાથે LED ફ્લેશ મળશે. આ બંને કેમેરા એક સર્ક્યુલર કેમેરા મોડ્યુલ્સની વચ્ચે આપવામાં આવશે.
આ પ્રોસેસરથી સજ્જ છે Vivo T2 5G સ્માર્ટફોન
પ્રોસેસરની વાત કરીએ તો કંપનીએ આપેલી માહિતી પ્રમાણે Vivo T2 5G આ બંને સ્માર્ટફોનમાં ક્વાલકોમ 6nm સ્નેપડ્રેગન 695 5G સિસ્ટમ ઓન ચીપ એટલે કે SoC પ્રોસેસર મળશે.
વીવોએ હાલ તો પોતાના Vivo T2 5G અપકમિંગ સ્માર્ટફોન અંગે આટલી જ માહિતી જાહેર કરી છે. હવે લોન્ચને આડે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે થોડા જ દિવસમાં બંને સ્માર્ટફોન અંગે વધારે માહિતી જાહેર થશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications