Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 680 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Vivo લોન્ચ કરશે વિશ્વનો પહેલો Rollable Phone, જાણો ડિટેઈલ્સ
ફોલ્ડેબલ સ્માર્ટફોન બાદ હવે માર્કેટમાં રોલેબલ ફોનની એન્ટ્રી થવા જઈ રહી છે. અત્યાર સુધી ઘણી ટેક કંપનીઝ પોતાના ફોલ્ડેબલ ફોન લોન્ચ કરી ચૂકી છે. પરંતુ હવે સ્માર્ટ ફોન નિર્માતા કંપની વીવો ટૂંક સમયમાં જ રોલેબલ ફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં સામે આવેલા રિપોર્ટ્સ મુજબ Transsion Holdings અને Vivo એક સાથે મળીને રોલેબલ સ્માર્ટફોન પર કામ કરી રહ્યા છે. જો કે કંપનીએ આ અપડેટને લઈને સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરી નથી. પરંતુ વિશ્વના આ પહેલા રોલેબલ ફોન વિશે અમે તમને કેટલીક ખાસ વાતો જણાવી દઈએ.

આ નામથી લોન્ચ થઈ શકે છે ફોન
ટેક માર્કેટમાં ચાલી રહેલી ચર્ચા મુજબ વીવો અને Transsion હોલ્ડિંગ્સ વિશ્વનો પહેલો રોલેબલ સ્ક્રીન ધરાવતો ફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ ફોન 2024ના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે. આ અપકમિંગ ફોનના પ્રોટોટાઈપનું નામ Tecno Phantom Ultimate રાખવામાં આવ્યું છે.
રોલેબલ ફોન આ કારણથી હશે ખાસ
રોલેબલ સ્માર્ટફોન Expanded Screen સાથે લોન્ચ થઈ શકે છે. એટલે કે આ પ્રકારના ફોનમાં યુઝર્સ માત્ર એક બટન દબાવીને સ્ક્રીન સાઈઝ ઓછી વધારે કરી શકે છે. આ ફોનની OLED ડિસ્પ્લે રોલ મોટર પાવરટ્રેન સાથે લોન્ચ થશે. જે એક જ પેનલમાં ઘણી કોમ્પેક્ટ ડિઝાઈન આપી શક્શે. તમને અમે એ પણ જમાવી દઈએ કે રોલેબલ ફોનના કોન્સેપ્ટ પર કોરિયન ફોન મેકિંગ કંપની સેમસંગ, ચાઈનીઝ કંપની ઓપ્પો, મોટોરોલા, LG, TCL જેવી બ્રાન્ડઝ કામ કરી રહ્યા છે.
ટ્રાન્સન આ ક્ષેત્રમાં અગ્રણી રહી છે. સપ્ટેમ્બર મહિનામા કંપનીએ ટેક્નો ફેન્ટમ અલ્ટીમેટ સાથે રોલેબલ સ્ક્રીન સાથે વિઝનરી ફોન દર્શાવ્યો હતો. આ કન્સેપ્ટ ફોનમાં એક એવી સ્ક્રીન હતી, જે 1.3 સેન્કડમાં 6.55 ઈંચથી વધીને 7.11 ઈંચની સ્ક્રીનમાં ફેરવાઈ શકે છે. મોટી સાઈઝ ઉપરાંત આ ડિસ્પ્લે 296 X1596 પિક્સલનું જબરજસ્ત રિઝોલ્યુશન પણ ધરાવે છે.
સેમસંગ સામે થશે ટક્કર
જેમ કે અમે તમને આગળ જણાવ્યું તે પ્રમાણે સાઉથ કોરિયન કંપની સેમસંગ પણ આ રોલેબલ ફોન પર રિસર્ચ કરી રહી છે. સેમસંગે રોલેબલ સ્માર્ટફોનનો કન્સેપ્ટ પણ શૅર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સેમસંગના ફોલ્ડેબલ ફોન માર્કેટમાં સારા એવા લોકપ્રિય છે. સેમસંગ ઉપરાંત ઓપ્પોએ પણ તાજેતરમાં જ રોલેબલ ફોનનો કોન્સેપ્ટ જાહેર કર્યો હતો.
સેમસંગના રોલેબલ સ્માર્ટફોનની વાત કરીએ તો તેનો પહેલો Samsung Rollable Smartphone 2025 સુધીમાં લોન્ચ થઈ શકે છે. આ ફોન એડવાન્સ UPC અને ઝીરો Bezel સાથે લોન્ચ થશે. સામે આવેલી માહિતી મુજબ સ્માર્ટફોન રોલેબલ ફ્લેક્સ ડિસ્પ્લે સાથે લોન્ચ થશે. યુઝર્સ આ ફોનને 0ના શેપમાં વાળી શક્શે. જેને કારણે આ ફોન ખિસ્સામાં અથવા તો બેગમાં મૂકવો વધારે સરળ થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
