iPhone 15, 15 Plus અને 15 Pro પર બમ્પર ડિસ્કાઉન્ટ, બસ આટલામાં ખરીદો

By Gizbot Bureau
|

જો તમે પણ એપલની પ્રોડક્ટ્સના ફેન છો અને આઈફોન વાપરવા ઈચ્છો છો તો તમારા માટે આ સારા સમાચાર છે. એપલના સૌથી લેટેસ્ટ આઈફોન 15 પર બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમે પણ આઈફોન 15 અથવા તેનું કોઈ મોડેલ ખરીદવા ઈચ્છો છો તો હાલ ઈ કોમર્સ સાઈટ પર ચાલી રહેલા સેલ દરમિયાન તેમાં મળતા ડિસ્કાઉન્ટનો લાભ લઈને સસ્તામાં તમે આ ફોન ખરીદી શકો છો.

iPhone 15, 15 Plus અને 15 Pro પર બમ્પર ડિસ્કાઉન્ટ, બસ આટલામાં ખરીદો

વિજય સેલ્સ દ્વારા રિપબ્લિક ડે સેલ જાહેર કરવામાં આવ્યું છે, જે દરમિયાન આઈફોન 15 પર બમ્પર ડિસ્કાઉન્ટ અપાઈ રહ્યું છે. આ ડિસ્કાઉન્ટે કારણે ફોનની કિંમત ઘટી ગઈ છે. એટલે યુઝર્સ હજારો રૂપિયાની બચતની સાથે આઈફોનના આ લેટેસ્ટ મોડેલ ખરીદી શક્શે. ઉલ્લેખનીય છએ કે એપલે હજી 5 મહિના પહેલા જ સપ્ટેમ્બરમાં iPhone 15 સિરીઝ લોન્ચ કરી છે. આ સિરીઝ અંતર્ગત કંપનીએ જુદા જુદા 4 હેન્ડસેટ લોન્ચ કર્યા છે. તો ચાલો જાણીએ કે વિજય સેલ્સ દ્વારા કયા મોડેલ પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

એપલે iPhone 15ને આ સેલ દરમિયાન વિજય સેલ્સ પર માત્ર 72,990 રૂપિયામાં લિસ્ટ કર્યો છે. તેમાંય જો તમે HDFC બેન્કના ક્રેડિટ કાર્ડ દ્વારા આ ફોન ખરીદશો, તો તમને 4000 રૂપિયાનું બેન્ક ડિસ્કાઉન્ટ પણ મળશે. એટલું જ નહીં હજી એક્સચેન્જ ઓફરનો લાભ પણ મેળવી શકો છો. જો તમને એક્સચેન્જ બોનસ પુરેપુરું મળે તો ફોન એકદમ સસ્તામાં ખરીદી શક્શો.

જ્યારે વિજય સેલ્સ દ્વારા iPhone 15 Plusને 1,34,900 રૂપિયાના બદલે 1,28,155ની કિંમતે લિસ્ટ કરવામાં આવ્યો છે. અહીં પણ તમે 3,000 રૂપિયાના બેન્ક ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકો છો. જેને કારણે આ ફોનની કિંમત હજી પણ ઘટી જશે.

જો તમે iPhone 15 Plus ખરીદવા ઈચ્છો છો તો તમારે 89,900ના બદલે માત્ર 82,990 રૂપિયા ચૂકવવા પડશે. સાથે જ 4000 રૂપિયાના બેન્ક ડિસ્કાઉન્ટો ફાયદો પણ ખરો જ. જો કે, આ માટે તમારે HDFC બેન્કના ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરવી પડશે.

સૌથી ખાસ વાત એ છે કે આઈફોન 15ના બધા જ મોડેલ્સ પર તમને EMI અને નો કોસ્ટ EMIનો પણ લાભ મળી રહ્યો છે.

જો તમારે iPhone 15 ખરીદવો છે, તો તમે ફ્લિપકાર્ટ પરથી તેને સૌથી ઓછી કિંમતે ખરીદી શકો છો. ફ્લિપકાર્ટ પરથી iPhnoe 15ના 128 જીબી વેરિયંટને માત્ર 66,999 રૂપિયામાં ખરીદી શકાય છે. જ્યારે પ્લસ મોડેલ એટલે કે iPhone 15 Plusને માત્ર 76,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

Best Mobiles in India

English summary
Vijay sales and flipkart giving huge discount on iphone 15 models

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X