આ જુના એન્ડ્રોઇડ વરઝ્ન પર ગુગલ દ્વારા જીમેલ અને યુટ્યુબ ના સાઈન ઈન ને બંધ કરવા માં આવશે

By Gizbot Bureau
|

ગુગલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ખૂબ જ જૂના એન્ડ્રોઇડ વર્ઝન પર ચાલતા ડિવાઇસ માટે સાઈન સપોર્ટ અને બંધ કરવામાં આવશે. ગુગલ દ્વારા તે યુઝર્સને ઈમેઈલ મોકલવામાં આવી રહ્યા છે જેની અંદર જણાવવામાં આવ્યું છે કે એન્ડ્રોઇડ વર્ઝન ટુ પોઇન્ટ પોઇન્ટ અથવા તેના કરતા નીચેના વર્ઝન પર ચાલતા ડિવાઇસ માટે ગુગલ દ્વારા સાઇન ઇન ના સપોર્ટ ને બંધ કરવામાં આવશે. અને તેમના સ્માર્ટફોન પર ગુગલ ની સર્વિસ નો ઉપયોગ કરવા માટે તેમને એન્ડ્રોઇડ વર્ઝન 3.0 અથવા તેના કરતા ઉપરના વર્ઝન પર શિફ્ટ થવું પડશે.

આ જુના એન્ડ્રોઇડ વરઝ્ન પર ગુગલ દ્વારા જીમેલ અને યુટ્યુબ ના સાઈન ઈન ને

ગૂગલ એપ્સ પર તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરવું હવે એન્ડ્રોઇડ વર્ઝન 2.3.7 અથવા તેનાથી નીચા વર્ઝનવાળા ફોન પર સપોર્ટેડ રહેશે નહીં. આનો અર્થ એ છે કે 27 સપ્ટેમ્બર સુધી, જેઓ એન્ડ્રોઇડ વર્ઝન 2.3.7 અથવા તેનાથી નીચા વર્ઝન ચલાવી રહ્યા છે તેઓ તેમના ખાતામાં સાઇન ઇન કરી શકશે નહીં. તેમાં એન્ડ્રોઇડ 1.0, 1.1, 1.5 કપકેક, 1.6 ડોનટ, 2.0 એક્લેર, 2.2 ફ્રોયો અને 2.3 જિંજરબ્રેડનો સમાવેશ થાય છે.

ગુગલ દ્વારા જે ઈમેઈલ મોકલવામાં આવી રહ્યા છે તેની અંદર જણાવવામાં આવ્યું છે કે આ પગલાને યુઝરના એકાઉન્ટની સુરક્ષા માટે લેવામાં આવી રહ્યું છે. અને એપ્લિકેશન લેવલ સાઇન માટે યુઝરનેમ અથવા પાસવર્ડ બતાવવામાં આવશે.

ગૂગલના સપોર્ટ પેજ અનુસાર નીચે જણાવેલ કિસ્સાઓની અંદર સાઇન ઇન બતાવવામાં આવશે.

- જો તમે તમારા સ્માર્ટફોન પર ફેક્ટરી ડેટા રીસેટ કરી અને ત્યાર પછી સાઇન ઇન કરવાની કોશિશ કરશો ત્યારે તમને એરર બતાવવામાં આવશે.

- જો તમે તમારા સ્માર્ટફોન અથવા બીજા કોઇ ડિવાઇસમાંથી તમારા પાસવર્ડને બદલાવો છો તો તેવા સંજોગોમાં તમારા બધા જ દિવસ પરથી તમારા એકાઉન્ટને સાઇન આઉટ કરી નાખવામાં આવે છે અને ત્યાર પછી જ્યારે તમે સાઇન ઇન કરવા માટે પ્રયત્ન કરશો ત્યારે તમને એરર બતાવવામાં આવશે.

- જો તમે તમારા ડિવાઇસ પરથી તમારા એકાઉન્ટને રીમુવ કરો છો અને ત્યાર પછી ફરી એડ કરવાની કોશિશ કરો છો ત્યારે પણ તમને એડ બતાવવામાં આવશે.

- અથવા જો તમે તમારા ડિવાઇસ પરથી નવું એકાઉન્ટ ક્રિએટ કરવા માંગો છો તો ત્યારે પણ તમને એરર બતાવવામાં આવશે.

ગુગલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો તમે નવા એન્ડ્રોઇડ 3.0 વર્ઝન પર અપગ્રેડ કરી શકો તેમ નથી તો તેવા સંજોગો ની અંદર તમારા ડિવાઇસ ની અંદર રહેલા વેબ બ્રાઉઝર ની મદદથી તમે તમારા ગુગલ એકાઉન્ટ ની અંદર સાઇન ઇન કરી શકો છો.

Best Mobiles in India

Read more about:
English summary
Using Old Android Version? Google Account Sign-In Will Be Stopped Soon.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X