Just In
- 586 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 587 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 588 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ખોળામાં Laptop રાખીને કરો છો કામ? થઈ શકે છે ખતરનાક બીમારી
આજકાલ મોટાભાગના લોકો લેપટોપ પર જામ કરે છે. એમાંય જો વર્ક ફ્રોમ હોમ હોય તો પોતાના કમ્ફર્ટ માટે લોકો સાવ ખોળામાં લેપટોપ રાખીને કામ કરે છે. જો કે, ખોળામાં લેપટોપ રાખીને કામ કરવાથી તમારા જીવનને મોટો ખતરો છે. આ રીતે કામ કરવાથી તમને ગંભીર બીમારીઓ થઈ શકે છે. જો તમે સતત લેપટોપ પર કામ કરો છો, તો આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે લેપટોપને ખોળામાં રાખીને કામ કરવાથી શું શું નુક્સાન થઈ શકે છે.

લેપટોપમાંથી નીકળે છે ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશન્સ
તમને જણાવી દઈએ કે લેપટોપનો ઉપયોગ કરીએ ત્યારે તેમાંથી ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશન્સ નીકળે છે. જો કે, લેપટોપમાંથી જે રેડિએશન્સ નીકળે છે તે વાઈ ફાઈ અને બ્લૂટૂથની સરખામણીએ ઘણું ઓછું હોય છે. પરંતુ જ્યારે તમે લેપટોપને ખોળામાં રાખીને કલાકો સુધી ઓફિસનું કામ કરો છો, ત્યારે આ રેડિએશન સીધું જ શરીરના સંપર્કમાં આવી જાય છે. જેને કારણે શરીરને ગંભીર નુક્સાન થઈ શકે છે.
ખોળામાં લેપટોપ રાખવાથી થાય છે આ નુક્સાન
સતત ખોળામાં લેપટોપ રાખીને કામ કરવાથી તમારી કરોડરજ્જૂમાં નુક્સાન થઈ શકે છે. કારણ કે ખોળામાં લેપટોપ રાખવાથી તેની સ્ક્રીન ખૂબ નીચે જાય છે, અને તમારે સતત નીચું જોવું પડે છે. આ ઉપરાંત તેનાથી મેન્ટલ હેલ્થ પર પણ અસર પડે છે. કટેલાક રિપોર્ટ્સ મુજબ ખોળામાં લેપટોપ રાખીને કામ કરવાથઈ ટોસ્ટેડ સ્કિન સિંડ્રોમ પણ થઈ શકે છે. આ ઉપરાંત બૉડી પોશ્ચર પણ ખરાબ થવાનો ખતરો છે.
લેપટોપનો ઉપયોગ કરતા સમયે આ છ વાતોનું ખાસ ધ્યાન રાખો.
1. તમારું લેપટોપ હંમેશા અપડેટેડ હોવું જરૂરી છે. લેપટોપમાં રહેલા બધા જ સોફ્ટવેર, ઓપરેટિંગ સિસ્ટમ, એન્ટી વાઈરસ સોફ્ટવેર અપડેટ રાખવા જરૂરી છે. આમ કરવાથી તમારો ડેટા સુરક્ષિત રહી શકે છે.
2. લેપટોપનો ઉપયોગ કરતા સમયે જો તમે વાયરલેસ કી બોર્ડ અથવા વાયરલેસ માઉસનો ઉપયોગ કરશો, તો લેપટોપનો ઉપયોગ તમારા માટે ખૂબ જ સરળ થઈ જશે.
3. લેપટોપ પોર્ટેબલ હોય છે, એટલે ઘણીવાર તેની સ્ક્રીન જરૂર કરતા નાની હોય છે. ધ્યાન રાખો કે તમે જે લેપટોપ વાપરી રહ્યા છો, તે સ્ક્રીન તમારી જરૂરિયાત મુજબની હોય. જો સ્ક્રીન યોગ્ય રેશિયોમાં હશે, તો તમને ટેક્સ્ટ અને ઓબ્જેક્ટ જોવામાં વધારે શ્રમ નહીં પડે. સાથે જ ટેક્સ્ટ પણ સરળતાથી વાંચી શકાશે.
4. લેપટોપનો ઉપયોગ હમેંશા ફ્લેટ સરફેશ પર કરવો જોઈએ. મોટા ભાગના લેપટોપમાં કિનારી પર અથવા તો નીચેની તરફ એરવેન્ટ આપેલા હોય છે. જો તમે લેપટોપને લાંબા સમય સુધી તકિયા પર અથવા તો અન્ય કોઈ સપાટી પર છોડી દેશો, તો તે વધારે ગરમ તઈ શકે છે.
5. લેપટોપના વેન્ટ હંમેશા ચોખ્ખા રાખો. તેમાં ધૂળ જામી જાય છે, જેને કારણે તે બરાબર કામ નથી કરતા. જો વેન્ટમાં જગ્યા નહીં બચે, તો ગરમ હવા બહાર નહીં નીકળી શકે અને લેપટોપ ગરમ થઈ જશે. આવી સ્થિતિમાં આ વેન્ટ સાફ કરવા જરૂરી છે.
6. કૂલિંગ પેડનો ઉપયોગ પણ સારો ઉપાય છે. કૂલિંગ પેડ તમારા લેપટોપને યોગ્ય સ્થિતિમાં રાખે છે, સાથે જ તેને ઠંડુ પણ રાખે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications