ઓનલાઇન શોપિંગ માટે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ નો ઉપીયોગ કરો છો? 10 વસ્તુઓ વિષે ધ્યાન રાખવું

|

શું તમે નેટ બેન્કિંગ અથવા ઓનલાઇન ખરીદી માટે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ નો ઉપીયોગ કરો છો? અને ઓનલાઇન પેમેન્ટ્સે આઓના જીવન ને ખુબ જ સરળ બનાવી નાખ્યું છે ત્યારેતેના દ્વારા ઘણા બધા ફ્રોડ પણ ખુબ જ થઇ રહ્યા છે. લગભગ દરરોજ એવા કોઈ ને કોઈ સમાચાર ઓનલાઇન ફ્રોડ ના સંચાર આવતા રહેતા હોઈ છે. થોડા સમય પહેલા જ એક વ્યક્તિ એ તેનું જીમેલ એકાઉન્ટ હેક થયા બાદ રૂ. 1 લાખ રૂ. નો ફ્રોડ થયો હતો. પરંતુ અમુક બેઝિક વસ્તુઓ વિષે ધ્યાન રાખવા થી આ પ્રકાર ના ઓનલાઇન ફ્રોડ થી બચી શકાય છે. તો હવે જયારે તમે ઓનલાઇન કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરો ત્યારે આ 10 વાતો નું ખાસ ધ્યાન રાખવું.

ઓનલાઇન શોપિંગ માટે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ નો ઉપીયોગ કરો છો? 10 વસ્તુઓ

જીમેલ અથવા ગુગલ ડ્રાઈવ પર તમારી કાર્ડ ની માહિતી સેવ ના કરો

ગુગલ ડ્રાઈવ અથવા જીમેલ પર ક્યારેય તમારી બેન્કિંગ ની ડિટેલ્સ ને સેવ કરવી નહીં. હમણાં થોડા સમય પહેલા દિલ્હી ની અંદર એક વ્યક્તિ નું જીમેલ હેક થવા ના કારણે રૂ. 1 લાખ નો ફ્રોડ થયો હતો. કેમ કે તેના ગુગલ ના એકાઉન્ટ ની સાથે તેનો મોબાઈલ નંબર અને ક્રેડિટ કાર્ડ ડિટેલ્સ સેવ કરેલી હતી તેના કારણે હેકર્સ ને તે બધી જ માહિતી મળી ગઈ હતી. અને હેકર્સે તેના દ્વારા 3 ટ્રાન્ઝેક્શન કર્યા હતા.

પબ્લિક કોમ્પ્યુટર્સ પર ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરવું નહીં

માત્ર પર્સનલ કોમ્પ્યુટર્સ અને લેપટોપ્સ પર થી જ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરવું. પબ્લિક અથવા શ્રેડ પીસી કે લેપટોપ દ્વારા ક્યારેય પણ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરવું નહીં.

એક એક વસ્તુ નું ધ્યાન રાખવું કે ઓટો ફાઈલિંગ ડેટા ને બંધ રાખેલ હોઈ.

ઓટો ફાઈલિંગ ડેટા ચાલુ રાખેલ હોઈ તે હમનેશ મદદરૂપ બનતું હોઈ છે, અને તેના દ્વારા ઓનલાઇન ઘણી બધી વસ્તુઓ કરતી વખતે સમય ની બચત પણ થાય છે. પરંતુ ઓનલાઇન ડેટા ટ્રાન્ઝેક્શન માટે ક્યારેય તે સેવા ને ઓન રાખવી નહીં. આનો અર્થ એવો થાય છે કે તે તમારી ફાઇનાન્શિયલ વિગતો ને બચાવી રહ્યા છો.

અને ફિઝિકલ કીબોર્ડ ના બદલે વર્ચુઅલ કીબોર્ડ નો ઉપીયોગ કરો

લગભગ દરેક બેંક હવે વર્ચુઅલ કીબોર્ડ ઓફર કરી રહ્યા છે, પાસવર્ડ નાખતી વખતે, જેથી પાસવર્ડ નાખતી વખતે ફિઝિકલ કી બોર્ડ ની બદલે વર્ચુઅલ કીબોર્ડ નો ઉપીયોગ કરવું વધુ હિતાવહ છે. જેથી તમે કીલોગર્સ ના હમણાં થી બચી શકો.

અને તમે જે વેબસાઈટ નો ઉપીયોગ કરો છો તે 'HTTP' વળી હોઈ

આ ખુબ જ બેઝિક વાત છે જયારે પણ કોઈ પણ વેબસાઈટ પર ટ્રાન્ઝેક્શન કરો ત્યારે તે વેબસાઈટ ના URL માં 'HTTP' છે કે નહિ તે જરૂર થી ચેક કરવું જોઈએ.

જયારે તમે વિદેશ યાત્રા ના કરતા હો ત્યારે ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન ને બંધ રાખવું

ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) એ સ્થાનિક ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન માટે 2-પરિબળ પ્રમાણીકરણ (2 એફએફ) ફરજિયાત બનાવ્યું છે, તેમ છતાં, તે આંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે જરૂરી નથી. પોઇન્ટ ઑફ સેલ (પો.ઓ.એસ.) પર સ્થાનિક લેવડદેવડના કિસ્સામાં, પીન ઑનલાઇન વ્યવહારો માટે જ્યારે 2FA તરીકે કાર્ય કરે છે, ત્યારે OTP એ બીજી સુરક્ષા સ્તર છે. જો કે, આંતરરાષ્ટ્રીય વ્યવહારોના કિસ્સામાં, બીજા-પરિબળ પ્રમાણીકરણની આવશ્યકતા નથી. ઉપરાંત, નોંધ લો કે જો તમારી પાસે આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ છે, તો ડિફૉલ્ટ રૂપે આંતરરાષ્ટ્રીય વપરાશ સક્ષમ છે. તેથી, સલામત બાજુ પર રહેવા માટે, જો તમારી પાસે વિદેશમાં મુસાફરી કરવાની કોઈ યોજના ન હોય તો તમે આંતરરાષ્ટ્રીય વ્યવહારોને સંપૂર્ણપણે અક્ષમ કરી શકો છો.

તમારા ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પરથી CVV નંબર ને ઈરેઝ અથવા સ્ક્રેચ કરી નાખો

હા તમે તમારા કાર્ડ ની પાછળ તમારા CVV નંબર ને કાઢી શકો છો. હા તેવું કરતા પહેલા તમારે તે નંબર ને યાદ રાખવી પડશે. આનો અર્થ એ થાય છે કે જો તે તમારી પાસે થી ખોવાઈ જાય છે તો પણ કોઈ તેન ઉપીયોગ નહિ કરી શકે.

કોઈ વ્યક્તિ સાથે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ ની વિગતો ફોન કે ઈમેલ પર પણ શેર કરવી નહિ

આજ કાલ ઘણા બધા લોકો ઓનલાઇન ફ્રોડ કરવા માટે ઓનલાઇન તમારી કાર્ડ ની વિગતો મંગાવતા હોઈ છે. ક્યારેય પણ કોઈ પણ વિગતો ને ઓનલાઇન કોઈ પણ વ્યક્તિ સાથે શેર ના કરવુ. પછી ભલે તે વ્યક્તિ ફોન અથવા ઈમેલ પર ગમે તેલુ જેન્યુઈન લાગતું હોઈ.

તમારી બેંક ની કોઈ પણ લિંક જે તમને ઈમેલ અથવા એસએમએસ મોકલવા માં આવી છે તેના પર ક્લિક કરવું નહીં

તમને જે તમારી બેંક ની લિંક તમારા ઈમેલ અથવા એસએમએસ પર મોકલવા માં આવી છે તે પ્રકાર ની લિંક પર ક્યારેય ઓપન ના કરવી, હમેષા જાતે જ URL નાખી અને વેબસાઈટ ને ઓપન કરવી.

માત્ર ઓફિશ્યલ સ્ટોર પર થી બેન્કિંગ અથવા ફાઇનાન્શિયલ એપ્સ ને ડાઉનલોડ કરો

દર થોડાક દિવસે ફેક બેન્કિંગ એપ્સ વિષે ના એલર્ટ્સ આપવા માં આવતા રહેતા હોઈ છે. ગયા મહિને સુરક્ષા ફર્મ સોફોસ લેબ્સ એસબીઆઇ, આઈસીઆઈસીઆઈ, એક્સિસ બેન્ક, સિટી અને અન્ય અગ્રણી બેંકો ની એપ્સ ની ફેક એપ્સ વિષે એલર્ટ આપ્યું હતું અને તે બધી જ બેંક ની એપ્સ Google Play પર ઉપલબ્ધ છે. કહેવાય છે કે આ એપ્લિકેશન્સ હજારો બેંક ગ્રાહકોનો ડેટા ને ચોરી કરી છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Use your credit/debit card to shop online? 10 things you should never do

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X