Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Whatsappના એક જ અકાઉન્ટને આ રીતે ચલાવો ચાર ફોનમાં, ફોલો કરો સ્ટેપ્સ
નિશંકપણે Whatsapp દુનિયાભરમાં સૌથી વધુ વપરાતી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. જો કે વ્હોટ્સ એપની કેટલીક મર્યાદાઓ છે, જેના પર કંપની સતત કામ કરી રહી છે. વ્હોટ્સ એપ હંમેશા પોતાના યુઝર્સને વધુ સરળ ઉપયોગ માટે જુદા જુદા ફીચર પર કામ કરતી રહે છે. વ્હોટ્સ એપના આવા જ એક ફીચરની યુઝર લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. જે હવે ફાઈનલી રોલઆઉટ થઈ ચૂક્યુ છે. અમે વાત કરી રહ્યા છીએ વ્હોટ્સ એપના મલ્ટીપલ ડિવાઈસ સપોર્ટ અથવા તો કમ્પેનિયન મોડની. આમ તો વ્હોટ્સ એપ વેબની મદદથી એક વ્હોટ્સ એપ અકાઉન્ટને ફોન અને કમ્પ્યુટર બંનેમાં વાપરી શકાય છે. પરંતુ હવે આ કામ તમે જુદા જુદા સ્માર્ટફોનમાં પણ કરી શક્શો.

એટલે કે તમે હવે એક જ વ્હોટ્સ એપ અકાઉન્ટને જુદા જુદા ચાર સ્માર્ટફોનમાં યુઝ કરી શક્શો. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે આ ફીચર રોલ આઉટ કરવાની જાહેરાત કરી છે. આ ફીચર વિશે તેમણે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ બંનેમાં પોસ્ટ કરીને જાહેરાત કરી છે.
શું છે વ્હોટ્સ એપનું નવું ફીચર?
માર્ક ઝકરબર્ગે પોતાની પોસ્ટમાં કહ્યું છે કે,’આજથી તમે વ્હોટ્સ એપના એક જ અકાઉન્ટને જુદા જુદા ચાર સ્માર્ટફોનમાં લોગ ઈન કરી શક્શો.’ કંપનીની વાત માનીએ તો વ્હોટ્સ એપનું આ ફીચર ટૂંક સમયમાં બધા જ યુઝર્સ સુધી પહોંચી જશે. યુઝર્સ વ્હોટ્સ એપના આ ફીચરની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હજી કેટલાક દિવસ પહેલા જ આ ફીચરને માત્ર વ્હોટ્સ એપના બીટા વર્ઝનના યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું હતું.
નવી અપડેટની મદદથી યુઝ્સ પોતાના મેસેજ અને ચેટ્સને એક સાથે ચાર ડિવાઈસમાં સિંક કરી શક્શે. એટલે કે વ્હોટ્સ એપ યુઝ્સે પોતાના અકાઉન્ટનો યુઝ કરવા માટે હંમેશા પ્રાઈમરી ડિવાઈસને સાથે રાખવાની જરૂર નથી. સારી વાત એ છે કે વ્હોટ્સ એપનું આ ફીચર પણ એન્ડ ટુ એન્ડ એન્ક્રીપ્શન ધરાવે છે. તમે ભલે જુદા જુદા ડિવાઈસમાં એક જ વ્હોટ્સ એપ અકાઉન્ટનો ઉપયોગ કરો, પરંતુ તમારું ચેટ કોઈ પણ નહીં જોઈ શકે. આમ તો આ ફીચર અંગે કંપની 2021થી ટેસ્ટિંગ કરી રહી હતી, પરંતુ ટૂંક સમય પહેલા જ વ્હોટ્સ એપના બીટા યુઝર્સ માટે આ ફીચર રિલીઝ કરવામાં આવ્યું હતું.
કેવી રીતે કામ કરશે આ ફીચર?
- આ ફીચરનો યુઝ કરવા માટે તમારે સૌથી પહેલા એ ડિવાઈસમાં વ્હોટ્સ એપ ઈન્સ્ટોલ કરવાનું છે, જેમાં તમે તમારું અકાઉન્ટ યુઝ કરવા ઈચ્છો છો.
- હવે આ ફોનમાં વ્હોટ્સ એપ ઓપન કરીને ઉપર દેખાતા હેમબર્ગર મેન્યુમાં ક્લિક કરવાનું છે. અહીં તમને Link to Existing Accountનો ઓપ્શન મળશે.
- આ વિકલ્પ પર ક્લિક કરવાની સાથે જ તમને એક QR Code મળશે. હવે તમારે પ્રાઈમરી ફોનમાં વ્હોટ્સ એપ ઓપન કરવાનું છે, જેમાં લિંક ડિવાઈસ ઓપ્શનમાં જવાનું છે.
- હવે સેકન્ડરી ફોન પર દેખાઈ રહેલા ક્યૂઆર કોડને પ્રાઈમરી ફોનથી સ્કેન કરવાનો છે. આ રીતે તમે બંને સ્માર્ટફોનમાં એક જ વ્હોટ્સ એપ અકાઉન્ટ યુઝ કરી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications