Google Maps, Maplesની મદદથી ચોમાસામાં કરો લોકોની મદદ

By Gizbot Bureau
|

વરસાદની સિઝનમાં સૌથી મોટી મુશ્કેલી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં થાય છે. ચોમાસા દરમિયાન ભૂવા પડી જવા, પાણી ભરાઈ જવા અને આ બધાના લીધે ટ્રાફિક જામ સર્જાવાની સમસ્યા થાય છે. ઘરથી બહાર નીકળતા પહેલા જ જો તમને ક્યાં પાણી ભરાયા છે, ક્યાં ભૂવા પડ્યા છે કે ક્યાં ટ્રાફિક જામ છે, તેની માહિતી મળી જાય તો તમે સમયની બચત કરી શકો છો, અને મુશ્કેલીથી પણ બચી શકો છો.

Google Maps, Maplesની મદદથી ચોમાસામાં કરો લોકોની મદદ

રોડ એક્સિડન્ટની માહિતી કેવી રીતે મળશે?

ગૂગલ મેપ્સ અને મેપલ્સ ભેગા થઈને રોડ પર થયેલા એક્સિડેન્ટ રિપોર્ટ કરવાની સુવિધા આપે છે. જો તમે નેવિગેશ દરમિયાન ગૂગલ મેપ્સ કે મેપલ્સનો ઉપયોગ કરો છો, તો આ બંને પ્લેટફોર્મ તમને રોડ પર થયેલા અકસ્માતની માહિતી આપી દેશે. બીજા યુઝર્સની મદદ માટે તમે પણ આવા કોઈ એક્સિડન્ટને રિપોર્ટ કરી શકો છો.

રોડ પર થયેલા અકસ્માતને ગૂગલ મેપ્સ પર રિપોર્ટ કરો.

- ચોમાસા દરમિયાન રોડ પર થતી સમસ્યા રિપોર્ટ કરવા માટે સૌથી પહેલા ગૂગલ મેપ એપ ઓપન કરો.

- ટ્રાવેલિંગ દરમિયાન જો તમે આ એપ યુઝ કરી રહ્યા ચો તો બોટમ બારને સ્વાઈપ અપ કરો.

- સ્વાઈપ અપ કરવાની સાથે જ Add a Report બટન જોવા મળશે.

- આ બટન પર ટેપ કરવાની સાથે જ તમે ટાઈપ ઓફ એક્સિડન્ટ અંગે માહિતી આપી શક્શો.

ગૂગલ મેપ્સ પર તમે રોડ પર થયેલી દુર્ઘટનાઓને રિપોર્ટ કરી શકો છો, જે બીજા યુઝર્સને મદદ કરી શકે છે. તમે જે રૂટ પરની ઘટનાઓને રિપોર્ટ કરો છો, તે રોડ પર ટ્રાવેલ કરતા પેસેન્જર્સ જો ગૂગલ મેપ યુઝ કરે છે, તો તેમને એડવાન્સમાં સમસ્યા અંગે માહિતી મળી જશે.

મેપલ્સ પર આ રીતે રિપોર્ટ કરો માર્ગ અકસ્માત

- ચોમાસા દરમિયાન બ્રેકડાઉન, રોડ બ્લોક, વોટર લોગિંગ જેવી સમસ્યાને રિપોર્ટ કરવા માટે સૌથી પહેલા તમારે એપ ઓપન કરવાની છે.

- અહીં તમને એપના બોટમ હાફમાં સ્ક્રીન પર Quick Access સેક્શન જોવા મળશે.

- આ સેક્શનમાં Post on Map આઈકન પર ટેપ કરો.

- આ આઈકન પર તમને ટ્રાફિક, સેફ્ટી જેવી કેટેગરી મળશે.

- જે કેટેગરી માટે તમે રિપોર્ટ કરવા ઈચ્છો છો, તે કેટેગરીને સિલેક્ટ કરો.

- હવે Search or Choose Location from map ઓપ્શનની જમણી બાજુમાં એડિટ પર ક્લિક કરો.

- બાદમાં તમારે લોકેશન સિલેક્ટ કરવાનું છે. યુઝર્સ અહીં પોતાનું નામ હાઈડ કરીને ઘટનાના ફોટોઝ અને ડિસ્ક્રિપ્શન એડ કરી શકે છે.

- આટલું કર્યા બાદ ડન પર ક્લિક કરો અને તમારું કામ થઈ જશે.

Best Mobiles in India

English summary
Use google maps and maples to report accident water logging during monsoon

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X