ઓછું થઈ જશે લાઈટ બિલ, બસ મીટરમાં લગાવી દો આ સસ્તું ડિવાઈસ

By Gizbot Bureau
|

ઉનાળામાં દરેકના ઘરમાં વીજળીનો વપરાશ વધી જાય છે. પંખા અને એસીનો ઉપયોગ વધવાને કારણે ઉનાળામાં લગભગ દરેક પરિવારના લાઈટબિલમાં પણ વધારો થાય છે. જો કે, હવે દરેક ઘરમાં મોબાઈલથી લઈને જાતભાતના ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ વધી રહ્યા છે, પરિણામે લાઈટબિલમાં પણ વધારો થઈ રહ્યો છે. ઉપરથી પર યુનિટ વધતા જતા વીજળીના ભાવ પણ મોટી સમસ્યા છે. આ બધાને કારણે લાઈટબિલ વધવાથી મિડલક્લાસ પરિવારોનું બજેટ ખોરવાઈ જાય છે. પરંતુ, અમે તમારી આ સમસ્યાનું સમાધાન લઈને આવ્યા છીએ.

ઓછું થઈ જશે લાઈટ બિલ, બસ મીટરમાં લગાવી દો આ સસ્તું ડિવાઈસ

મીટર સાથે જોડો ડિવાઈસ

આજે અમે તમને કેટલીક એવી રીતે વિશે જણાવીશું, જેની મદદથી તમે વીજળીની બચત કરી શકો છો. માત્ર એક ડિવાઈસની મદદથી તમે તમારા લાઈટબિલનો બોજો ઘટાડી શકો છો. આ ડિવાઈસ તમે ઓનલાઈન ખરીદી શકો છો. ખરીદ્યા બાદ તમારે આ ડિવાઈસને માત્ર તમારા વીજળીના મીટર સાથે લગાવી દેવાનું છે. આમ કરવાથી તમારું લાઈટબિલ અડધાથી પણ ઓછું થઈ જશે.

માત્ર 275 રૂપિયામાં ખરીદો

આ ડિવાઈસનું નામ છે Zealsy Maxx Power Saver Electricity. આ ડિવાઈસ તમે કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ઓર્ડર કરી શકો છો. ફ્લિપકાર્ટ પર આ ડિવાઈસની કિંમત 1,250 રૂપિયા દર્શાવાઈ છે. પરંતુ 78 ટકા ડિસ્કાઉન્ટ બાદ તમે માત્ર 275 રૂપિયામાં આ ડિવાઈસ વસાવી શકો છો. તમને જણાવી દઈએ કે આ ડિવાઈસની ખૂબ જ વધારે માગ છે. એટલે જ પહેલીવાર આ ડિવાઈસ પર આટલું મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. જો તમે આ ડિવાઈસનો ઉપયોગ કરશો, તો તમારું લાઈટબિલ ઘટી જશે.

7 દિવસમાં રિપ્લેસમેન્ટ

પાવરસેવર આ ડિવાઈસ લગાવતા પહેલા તમારે ઈલેક્ટ્રિક એન્જિનિયરની સલાહ ખાસ લેવી જોઈએ. કારણ કે નિષ્ણાત વ્યક્તિ ચેક કરે તે બાદ જ નક્કી કરી શકાશે કે આ ડિવાઈસ તમારા ઘરમાં ફિટ થઈ શકે કે નહીં. જો તમે આ ડિવાઈસને આજે ઓર્ડર કરો છો, તો 4થી 5 દિવસમાં ડિવાઈસ તમારા ઘરે પણ પહોંચી જશે. આ ડિવાઈસની ખાસિયત એ છે કે તમે તેને ઘર કે ઓફિસ ગમે ત્યાં લગાવી શકો છો. હાલ આ ડિવાઈસ 7 દિવસની રિપ્લેસમેન્ટ પોલિસી સાથે આવે છે. એટલે કે તમે આ ડિવાઈસ 7 દિવસની અંદર અંદર રિપ્લેસ પણ કરાવી શકો છો.

75 ટકા સુધી વીજળીની બચત

કંપનીનો દાવો છે કે આ ડિવાઈસ ઈન્સ્ટોલ કર્યા બાદ તમારા ઘરમાં વીજળીની 75 ટકા જેટલી મોટી બચત થશે. એટલે જ તમે આ ડિવાઈસને કોઈ એવા ઉપકરણો સાથે પણ ફીટ કરી શકો છો, જે વીજળીની વધુ ખપત કરતું હોય. આ ડિવાઈસ દેખાવમાં વધારે આકર્ષક લાગે છે. હાલ તમે આ ડિવાઈસ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો. આ ડિવાઈસની ખરીદી પર તમે બેન્ક ઓફર્સનો પણ લાભ લઈ શકો છો, જે બાદ આ ડિવાઈસ તમને વધારે સસ્તું મળી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Use device and save electricity your electricity bill will be low

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X