ઈન્ટરનેટ કામ ન કરતું હોઈ ત્યારે યુપીએએ દ્વારા કઈ રીતે પૈસા ટ્રાન્સફર કરી શકાય છે?

By Gizbot Bureau
|

થોડા દિવસો પહેલા વોટ્સએપ, ફેસબુક, અને ઇન્સ્ટાગ્રામ ના સર્વર ડાઉન થઇ ગયા હતા જેના કારણે ઘણા બધા કલ્લાકો સુધી બંધ રહી રહી હતી. જેના કારણે લોકો હવે વિચારી રહ્યા છે કે આ એપ્સ વગર કઈ રીતે રહી શકાય છે. સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ સિવાય, આપણામાંના મોટાભાગના લોકો ઘણીવાર પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરે છે. ગૂગલ પે, ફોનપે, પેટીએમ અને આવી ઘણી બધી એપ્સ આપણા મોટાભાગના સ્માર્ટફોનમાં મળી શકે છે. પરંતુ જયારે તમારી પાસે ઈન્ટરનેટ નથી ત્યારે તમે કઈ રીતે યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરી શકો છો?

ઈન્ટરનેટ કામ ન કરતું હોઈ ત્યારે યુપીએએ દ્વારા કઈ રીતે પૈસા ટ્રાન્સફર

આ સ્થિતિમાં તમને કોઈ સમસ્યા ન આવે તેની ખાતરી કરવા માટે, તમારે ભીમ એપ પર એક વખતની નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવાની જરૂર છે. આ પછી, તમે * 99 # સેવા દ્વારા ઓફલાઈન યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરી શકશો જે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈ દ્વારા નવેમ્બર 2012 માં રજૂ કરવામાં આવી હતી. સ્માર્ટફોન સિવાય અન્ય વપરાશકર્તાઓ પણ આ સેવાઓનો લાભ લઈ શકે છે. આ સેવાનો ઉપયોગ કરવા માટે તમારી પાસે તમારા ફોન પર રજિસ્ટર્ડ સિમ કાર્ડ અને પૂરતું બેંક બેલેન્સ હોવું જરૂરી છે.

ઓફલાઈન યુપીઆઈ ટ્રાન્સેક્શન કઈ રીતે કરી શકાય છે તેના વિશે ની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવા માં આવેલ છે.

- તમારા સ્માર્ટફોન પર *99# ડાયલ કરી અને કોલ ના બટન પર ક્લિક કરો.

- ત્યાર પછી તમને તમારા સ્માર્ટફોન પર 7 ઓપ્શન બતાવવા માં આવશે. જેની અંદર સેન્ડ મની, રિસીવ મની, ચેક બેલેન્સ, માય પ્રોફાઈલ, પેન્ડિંગ રિકવેસ્ટ, ટ્રાન્ઝેક્શન, અને યુપીઆઈ પિન. જેવા વિકલ્પ નો સમાવેશ આપવા માં આવે છે.

- ત્યાર પછી પૈસા મોકલવા માટે તમારે 1 નંબર પ્રેસ કરી શકો છો. જેના દ્વારા તમે તમારા મોબાઈલ નંબર, યુપીઆઈ આઈડી, બેંક એકાઉન્ટ નંબર, અને આઈએફએસસી કોડ ની મદદ થી પૈસા ટ્રાન્સફર કરી શકો છો.

- એક વખત તમે કોઈ પણ વિકલ્પ ને પસન્દ કરો છો ત્યાર પછી તમારે સામે વળી વ્યક્તિ ની બેંક ડિટેલ્સ ને એન્ટર કરવા ની રહેશે.

- અને ત્યાર પછી તમારે જેટલા પૈસા ટ્રાન્સફર કરવા છે તે રકમ ને એન્ટર કરો.

- અને છેલ્લે તમારે તમારો યુપીઆઈ આઈડી ને એન્ટર કરી અને સેન્ડ ના બટન પર ક્લિક કરવા નું રહેશે.

Best Mobiles in India

Read more about:
English summary
UPI Money Transfer When Internet Isn't Working: Everything You Need To Know

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X