Just In
- 539 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 542 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ફોન ચોરી થઈ જાય તો ઘરેથી જ ડિલીટ કરો UPI ID, આ રહ્યા સ્ટેપ્સ
આજથી કેટલાક વર્ષો પહેલા સ્માર્ટફોનનો ઉપયોગ માત્ર ફોન કરવા માટે, મેસેજ કરવા માટે જ થતો હતો. પરંતુ જ્યારથી ઈન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે, ત્યારથી બીજા દરેક કામ માટે પણ ફોનનો ઉપયોગ વધ્યો છે. આજે આપણે ઓનલાઈન પેમેન્ટ માટે પણ ફોનનો ઉપયોગ કરીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો ફોન જ આપણું વોલેટ બની ચૂક્યો છે. મોટા ભાગના લોકો ઓનલાઈન પેમેન્ટ માટે યુપીઆઈનો ઉપયોગ કરે છે. પરંતુ જો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરી થઈ જાય તો આવી યુપીઆઈ એપ અને તેના આઈડીનું શું?
જો ફોન ખોવાઈ જાય કે ચોરી થઈ જાય તો પર્સનલ અને બેન્કિંગ ડિટેઈલ્સ લીક થવાનો ખતરો સૌથી વધારે હોય છે. કોઈ પણ વ્યક્તિ તમારા યુપીઆઈ આઈડીનો ખોટો ઉપયોગ કરી શકે છે. પરંતુ શું તમે એ જાણો છો કે જો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરી થઈ જાય તો તમે ઘરે બેઠા બેઠા ફોનમાં રહેલા UPI IDને ડિલીટ કરી શકો છો. ચાલો જાણી લઈએ આખી પ્રોસેસ.

ગૂગલ પે પરથી હટાવો પોતાની માહિતી
જો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરી થઈ જાય તો સૌથી પહેલા તમારે ગૂગલ પે પરથી તમારી માહિતી હટાવવી જોઈએ. આના માટે કોઈ પણ બીજા ફોનથી 18004190157 નંબર પર કોલ કરો. કસ્ટમર કેરને આખી ઘટનાની માહિતી આપો. કસ્ટમર કે અધિકારી તમારી માહિતીને વેરિફાય કરશે અને ગૂગલ પે પરથી તમારા યુપીઆઈ આઈડીને બ્લોક કરોશે.
ફોન પે પરથી હટાવો યુપીઆઈ આઈડી
જો તમે ફોન પે પર યુપીઆઈનો ઉપયોગ કરો છો, તો ત્યાંથી આઈડી હટાવવા માટે તમારે 02268727374 અથવા 08068727374 નંબર પર કોલ કરવાનો રહેશે. કોલ કરીને તમારે કસ્ટમર કેર અધિકારીને બધી જ માહિતી આપવાની છે. તમારી ડિટેઈલ્સ વેરિફાય થયા બાદ અધિકારી તમારા ફોન પે પરથી યુપીઆઈ આઈડીને બ્લોક કરી દેશે.
પેટીએમ પરથી યુપીઆઈ આઈડી હટાવો
જો તમે પેટીએમનો ઉપયોગ કરો છો, તો ત્યાંથી યુપીઆઈ આઈડી રિમૂવ કરવા માટે 01204456456 હેલ્પલાઈન નંબર પર કોલ કરો. આ ઉપરાંત પેટીએમની વેબસાઈટ પર જઈને તમે 24*7 હેલ્પના ઓપ્શન પર પણ ક્લિક કરીને તમારી ડિટેઈલ્સ આપી શકો છો. અહીં તમારે ફોન ખોવાઈ ગયો છે, તેવી એફઆઈઆર પણ આપવી પડશે. બાદમાં પેટીએમ અકાઉન્ટ ટેમ્પરરી બ્લોક કરી દેવાશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications