Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone 15 ખરીદો સૌથી સસ્તામાં, અહીં મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
જો તમે પણ એપલની પ્રોડક્ટ્સ ખાસ કરીને આઈફોન વાપરવાના શોખીન છો, તો લેટેસ્ટ આઈફોન 15 હાલ સૌથી ઓછી કિંમતે મળી રહ્યો છે. ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ સેલ વિજય સેલ્સે નવા સેલની જાહેરાત કરી છે, જેમાં iPhone 15 સહિતની Apple પ્રોડક્ટ્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ મળશે. આ એપલ ડેઝ સેલ 31 ડિસેમ્બરથી શરૂ થઈ ચૂક્યુ છે, જે 7 જાન્યુઆરી સુધી ચાલશે. Apple Days સેલ હેઠળ Appleના iPhone 15 અને અન્ય ઉત્પાદનો પર પણ ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગ્રાહકોને નોંધપાત્ર ડિસ્કાઉન્ટ કિંમતે iPhone, MacBook અને iPad ખરીદી શક્શે.

સૌથી સસ્તો મળશે આઈફોન 15
Apple Days સેલમાં iPhone 15ની કિંમતમાં ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. આ સેલમાં તમે Appleનો લેટેસ્ટ iPhone માત્ર 70,990 રૂપિયામાં ખરીદી શકો છો. એટલું જ નહીં, જો ગ્રાહક આ સેલમાં HDFC બેંકના કાર્ડ દ્વારા ખરીદી કરે છે, તો તે 4000 રૂપિયા સુધીના અન્ય ડિસ્કાઉન્ટનો પણ લાભ લઈ શકશે. જે પછી આ ફોનની કિંમત માત્ર 66,990 રૂપિયા થશે. એટલે કે લેટેસ્ટ આઈફોન અને એ પણ અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે ખરીદવાની તક મળસે.
iPhone 15 Plus પર પણ ડિસ્કાઉન્ટ
iPhone 15 Plus 79,820 રૂપિયાની કિંમત સાથે સેલમાં લિસ્ટ કરવામાં આવ્યો છે. જેના પર પણ 4000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એટલે કે iPhone 15 Plus નીકિંમત 75,820 રૂપિયા થઈ જશે.
જો તમે iPhone 15 Pro ખરીદવા ઈચ્છો છો તો તમારે 1,22,900 રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે, આ સીરિઝના ટોપ મોડલ iPhone 15 Pro Maxને એપલ ડેઝ સેલ દરમિયાન 1,49,240 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે. જેના પર 3,000 રૂપિયા સુધીનું બેંક ડિસ્કાઉન્ટ મળે છે. આ ડિસ્કાઉન્ટ બાદ આ સ્માર્ટ ફોન માત્ર 1,46,240 રૂપિયામાં ખરીદી શકાય છે. તમને જણાવી દઈએ કે, Apple Days સેલમાં iPhone 13 પર પણ ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
અન્ય એપલ પ્રોડક્ટ્સ પણ સસ્તી
વિજય સેલ્સમાં એપલ ડેઝ સેલ MacBook અને iPad પર પણ ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. iPad 9th Gen આ સેલમાં રૂ. 27,900ની કિંમતે રૂ. 2 હજારના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. iPad 10th Gen 33,430 રૂપિયામાં મળી રહ્યું છે. MacBook વિશે વાત કરીએ તો, MacBook Air M1 ચિપને સેલમાં 74,900 રૂપિયામાં ખરીદી શકાય છે. તેના પર 5,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જ્યારે MacBook Air M2 ચિપ 96,960 રૂપિયામાં ખરીદી શકાય છે. જેના પર 5,000 રૂપિયાની બેંક ઑફર ઉપલબ્ધ છે, જ્યારે સેલમાં MacBook Pro M2 ચિપ તમારા ઘરે 1,10,270 રૂપિયામાં લાવી શકાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications