Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Aadhaar Mitra થયું લોન્ચ, જાણો શું છે અને કેવી રીતે કરશે કામ?

દેશના નાગરિકોને આધાર કાર્ડ બનાવી આપતી સરકારી સંસ્થા UIDAI એટલે કે Unique Identification Authority of Indiaએ ભારતીય નાગરિકોની ઘણી બધી મુશ્કેલીઓને દૂર કરવા માટે એક સરસ રસ્તો અપનાવ્યો છે. UIDAIએ પોતાની સત્તાવાર વેબસાઈટ પર એક AI Based Chatbot લોન્ચ કર્યો છે. આ ચેટબોટનું નામ આધાર મિત્ર છે, જે નાગરિકોની આધાર અંગેની સમસ્યાઓ સાંભળશે અને તેમને જવાબ આપશે. આ ચેટબોટને યુઝર્સ નવું આધાર કાર્ડ કેવી રીતે બનાવવું, ક્યાં બનાવવુંથી લઈને આધાર PVC સ્ટેટસ અંગે પણ અપડેટ પૂછી શક્શે. આ સાથે જ ભારત સરકારના તંત્રએ પણ AI ચેટબોટની દુનિયામાં પ્રવેશ કર લીધો છે, જેનાથી લાખો નાગરિકોની સમસ્યાઓ સરળતાથી સોલ્વ કરી શકાશે. જો હવે તમને આધાર કાર્ડ અંગે કોઈ પણ સવાલ છે, તો ન તો તમારે કસ્ટમર કેરની જરૂર છે, ન તો કોઈ આધાર સેન્ટર પર જવાની. આધાર મિત્ર તમારી સેવામાં 24 કલાક તમારી પાસે જ હાજર હશે.
UIDAI એ આધાર મિત્ર અંગે માહિતી આપતું એક ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે UIDAIએ ઈન્ટરએક્શન માટે New AI/ML based Chat સપોર્ટની શરૂઆત કરી છે. ભારતના દરેક નાગરિકો આધારમાં ફેરફાર, નવું આધાર કાર્ડ, આધાર અંગેની ફરિયાદ દરેક માહિતી આ ચેટબોટને પૂછી શક્શે.
Aadhaar Mitraનો કેવી રીતે કરશો ઉપયોગ?
Aadhaar Mitraનો ઉપયોગ કરવા માટે યુઝર્સે સૌથી પહેલા uidai.gov.in/en/ પર લોગ ઈન કરવાનું છે. જે બાદ જમણી બાજુ નીચેની તરફ તમને એક આધાર પોપ અપ જોવા મળશે. જેના પર ક્લિક કરવાની સાથે જ સ્ક્રીન પર એક બીજી પોપ અપ વિન્ડો ઓપન થશે, જેમાં તમને ચેટ કરવાનો વિકલ્પ મળશે.
Aadhaar Mitraમાં આ ભાષામાં કરી શકાશે વાત
Aadhaar Mitraમાં ભારતના નાગરિકો હિન્દી અને અંગ્રેજી એમ બે જુદી જુદી ભાષામાં વાત કરી શક્શે. ભાષા પસંદ કરવાનો વિકલ્પ ચેટની અંદર જ મોજૂદ છે, જેને કારણે યુઝ્સ સરળતાથી ભાષા બદલી શક્શે. ધ્યાન આપવાની વાત એ છે Aadhaar Mitra હિન્દીમાં પૂછવામાં આવેલા સવાલનો જવાબ હિન્દીમાં આપે છે, અને અંગ્રેજીમાં પૂછાયેલા સવાલનો જવાબ અંગ્રેજીમાં આપે છે. ભાષા બદલવા માટે પણ Aadhaar Mitraમાં ડાબી બાજુ હિન્દી અથવા અંગ્રેજી એમ વિકલ્પ આપવામાં આવ્યો છે. યુઝર ઈચ્છે તે ભાષા પર ક્લિક કરીને પોતાને સમજાય તે ભાષામાં સવાલ પૂછી શકે છે.
ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડને લઈને દેશના નાગરિકોને ઘણા બધા પ્રકારની અસમંજસ હોય છે, જેના માટે નાગરિકો નજીકના આધાર સેન્ટર પર જવાથી લઈને UIDAIની વેબસાઈટની મુલાકાત લેતા હોય છે. આ ઉપરાંત ઘણા યુઝર્સ કેટલાક આર્ટિકલ્સ અથવા યુ ટ્યુબ વીડિયો જોઈને પણ મદદ મેળવે છે. પરંતુ હવે UIDAIનું Aadhaar Mitra આવા દરેક સવાલનો જવાબ મેળવવા માટે વન સ્ટોપ સોલ્યુશન છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications