Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Twitter પર હવે મળશે Job, LinkedInને ટક્કર આપશે નવું ફીચર
Twitter યુઝર્સ માટે એક સારા સમાચાર છે. ટ્વિટર પર દુનિયાભરની માહિતી વિશે ટ્વિટ કરવાની સાથે સાથે, પોતાના વિચારો શૅર કરવાની સાથે સાથે હવે નોકરી પણ શોધી શકાશે. ટ્વિટર હવે નોકરી શોધવા માટેનું પ્લેટફોર્મ પણ બનવા જઈ રહ્યું છે. જી હાં, તાજેતરમાં જ સામે આવેલી માહિતી પ્રમાણે માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર પોતાના પ્લેટફોર્મ પર એક નવું ફીચર લોન્ચ કરવાનું છે. આ નવા ફીચરનું નામ Job Listing ફીચર છે. આ નવા ફીચરની મદદથી વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશન્સ ટ્વિટર પર જોબ અંગે પોસ્ટ કરી શક્શે. આ પોસ્ટ દ્વારા નોકરીમાં રસ ધરાવતા યુઝર્સ નોકરી માટે અરજી કરી શક્શે. ટ્વિટરનું આ નવું ફીચર ઘણા અંશે LinkedInના જોબ પોસ્ટિંગ ફીચરની જેમ જ કામ કરશે. જો ટ્વિટર ખરેખર આવું ફીચર લોન્ચ કરશે, તો LinkedIn એ નવી સ્પર્ધાનો સામનો કરવો પડશે.

વેબ ડેવલપર અને એપ રિસર્ચર Nima Owji નામના ટ્વિટર યુઝરે પોતાના લેટેસ્ટ ટ્વિટમાં ટ્વિટરના નવા Job Listing ફીચર અંગે માહિતી આપી છે. તેમણે કરેલા ટ્વિટરમાં કહ્યું છે કે ટ્વિટર હાલ એક નવા ફીચર પર કામ કરી રહ્યું ચે, જેમાં વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશન્સને જોબ પોસ્ટ કરવાની સુવિધા મળશે. નિમા ઓવજીએ પોતાના ટ્વિટમાં આ નવા ફીચરના કેટલાક સ્ક્રીનશોટ્સ શૅર કરવામાં આવ્યા છે. આ સ્ક્રીનશોટ્સમાં જોઈ શકાય છે કે યુઝ્સને ટ્વિટર પર Start Adding Jobs નામનો નવો ટેબ મળવાનો છે.
આ ટેબ પર ક્લિક કરતા જ યુઝરને એક ફોર્મ મળશે, જેના દ્વારા ઓર્ગેનાઈઝેશન્સ ટ્વિટર પર જોબ પોસ્ટ કરી શક્શે. આ ફોર્મમાં ઓર્ગેનાઈઝેશને જોબ ટાઈટલ, લોકેશન, URL અને સેલરી જેવી માહિતી એડ કરવાની રહેશે.
આ નવા જોબ પોસ્ટિંગ ફીચર અંગે હાલ ટ્વિટરે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. ટિપસ્ટર દ્વારા જ આ ફીચર અંગે માહિતી આપવામાં આવી છે, આ સાથે જ ટેક માર્કેટમાં નવી ચર્ચા શરૂ થઈ છે. ટેક માર્કેટમાં ચાલી રહેલી ચર્ચા મુજબ ટ્વિટર પોતાના યુઝર્સને ટકાવી રાખવા અને નવા યુઝર્સને આકર્ષવા માટે નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે.
હવે Twitter DM ગ્રુપમાં જોડાઈ શક્શે 100 લોકો
ટ્વિટરે 13 જૂનથી પોતાના ડિરેક્ટ મેસેજિસ એટલે કે ડીએમ ગ્રુપમાં જોડાઈ શક્તા યુઝર્સની સંખ્યામાં વધારો કર્યો છે. એટલે કે હવે ટ્વિટર યુઝર્સ ડિરેક્ટ મેસેજ માટે મોટું ગ્રુપ બનાવી શકે છે. ટ્વિટર પર ડિરેક્ટ મેસેજ માટે મર્યાદા વધારીને 100 કરી દેવામાં આવી છે. એટલે કે ડીએમ માટેના ગ્રુપમાં યુઝર્સ હવે એક સાથે 100 લોકોને એડ કરી શક્શે.
ટ્વિટર સપોર્ટના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને આ ફેરફાર અંગે માહિતી આપવામાં આવી છે. આ ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે શું તમારી ગ્રુપ ચેટની સ્પેસ ઓછી પડી રહી છે? તો આજથી ડિરેક્ટ મેસેજ ગ્રુપમાં 100 યુઝર્સનો સમાવેશ થઈ શકે છે. સાથે જ આ ટ્વિટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં આ મર્યાદા હજી વધારવામાં આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications