Facebookની જેમ હવે Twitter પણથી હટાવી શક્શો ટેગ, રોલઆઉટ થયું Unmention ફીચર

By Gizbot Bureau
|

જો તમને ટ્વિટર પર વારંવાર વણજોઈતા લોકો ટેગ કરતા હોય, તો હવે તમારી સમસ્યાનો ઉકેલ આવી ગયો છે. ટ્વિટરે Unmention ફીચર રોલઆઉટ કરી દીધું છે. જેને કારણે યુઝર્સ તેમને ન જોઈતા, ન ગમતા ટેગને રિમૂવ કરી શક્શે. જો તમે કોઈ એવા કન્વર્ઝેશન કે ટ્વિટમા ટેગ છો, જેની સાથે તમને કંઈ લાગતુંવળગતું નથી, તો તમે તે ટેગને જાતે જ રિમૂવ કરી શક્શો. ટ્વિટરે આ ફીચરને બધા જ પ્લેટફોર્મ અને બધા ડિવાઈસ માટે રોલાઉટ કર્યું છે. ટ્વિટર બ્લૂના ઉપયોગકર્તાઓ માટે કંપનીએ નેવિગેશન બાર મોડિફાય કરવાનું ઓપ્શન એન્ડ્રોઈડ ડિવાઈસ માટે આ મહિનાની શરૂઆતમાં જ શરૂ કર્યું હતું. સાથે જ વીડિયો પ્લેયરમાં કેપ્શન ટૂગલ કરવાનું ફીચર પણ iOS અને એન્ડ્રોઈડ બંને યુઝર્સ માટે શરૂ કરાયું હોવાની જાહેરાત કંપનીએ જૂન મહિનામાં જ કરી હતી.

Facebookની જેમ હવે Twitter પણથી હટાવી શક્શો ટેગ

જાતે જ થઈ જવાશે Unmention

માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરના Unmention ફીચર યુઝર્સને ઘણું કામ લાગવાનું છે. વણજોઈતા થ્રેડમાંથી આવતા નોટિફિકેશનમાંથી જેવા તમે Unmention થઈ જશો કે તમને આવતા નોટિફિકેશન પણ અટકી જશે. સાથે જ યુઝ્સ તમને એ જ થ્રેડમાં ફરી ટેગ પણ નહીં કરી શકે.

આ રીતે ફીચરનો કરો ઉપયોગ

તમારે તમારી જાતને કોઈ પણ કન્વર્ઝેશનમાંથી Unmention કરવા માટે જે તે ટ્વિટ પર દેખાતા ત્રણ ટપકા પર ક્લિક કરવાનું રહેશે. જ્યાંથી તમે પોતાના યુઝર નેમને Unmention કરી શક્શો. આ ત્રણ ડોટ પર ક્લિક કરવાથી તમને Leave this conversation નામનો વિકલ્પ મળશે. આ વિકલ્પ સિલેક્ટ કર્યા બાદ તમને Lets get you out of this conversation નામનું પોપ અપ આવશે. અહીં તમારે ફરી એકવાર Leave this conversation નામના વિકલ્પની પસંદગી કરવાની રહેશે. આ વિકલ્પ સિલેક્ટ કરતા જ નક્કી કન્વર્ઝેશનમાંથી તમે તમારી જાતને Unmention કરી દેશો. આગળ જણાવ્યા પ્રમાણે આ ફીચર બધાં જ પ્લેટફોર્મ અને ડિવાઈસ માટે રોલઆઉટ કરાયું છે.

વધુ એક ફીચર પણ કરાયું છે રોલઆઉટ

આ પહેલા કંપનીએ ટ્વિટર બ્લુના વપરાશકર્તાઓને એન્ડ્રોઈડ ડિવાઈસ માટે નેવિગેશન બાર મોડિફાય કરવાની સગવડ આપી હતી. આ ફીચર iOS યુઝર્સ માટે પહેલાથી જ અવેલેબલ હતું. નેવિગેશન બાર મોડિફાય કરવાના ઓપ્શનથી તમે તમારા નેવિગેશન બારના સેન્ટરમાંથી સ્પેસ આઈકનને રિમૂવ કરી શકો છો. આ સ્પેસ ટેબ ટ્વિટર દ્વારા પહેલા iOS યુઝર્સ માટે અને મે મહિનામાં એન્ડ્રોઈડ યુઝર્સ માટે શરૂ કરાયું હતું.

જૂન મહિનામાં માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરે જાહેરાત કરી હતી કે હવે વીડિયો પ્લેયરમાં ટૂગલ કેપ્શનનું ફીચર iOS અને એન્ડ્રોઈડ બંને ઓપરેટિંગ સિસ્ટમના વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. કોઈ પણ વીડિયોના જમણી તરફના ઉપરના ખૂણામાં રહેલું આ બટન તમને વીડિયોમાં કેપ્શન ઓન કરવા કે બંધ કરવાની સુવિધા આપે છે. જો તમારે વીડિયોના કેપ્શન જોવા હોય તો તમે ટૂગલ કેપ્શનથી કેપ્શન ઓન કરી શકો છો. જો તમારે કેપ્શન નથી જોવા તો આ જ ઓપ્શનથી તમે કેપ્શન બંધ કરી શકો છો.

Best Mobiles in India

Read more about:
English summary
Twitter rollout new un mention feature know the use

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X