Twitter પર હવે Blue tick માટે ચૂકવવા પડશે પૈસા, મસ્કનો નિર્ણય

By Gizbot Bureau
|

છેલ્લા ઘણા સમયથી માઈક્રો બ્લોલિંગ સાઈટ ટ્વિટર સમાચારોમાં ચમકી રહી છે. ઓક્ટોબર 2022થી ટ્વિટરની ચાલી રહેલી ડીલ પર આખરે ગુરુવારે એટલે કે 27 ઓક્ટોબરે પૂર્ણવિરામ લાગ્યું છે. ટેસ્લાના માલિક એલન મસ્કે ફાઈનલી ટ્વિટર ખરીદી લીધું છે. મસ્કની એન્ટ્રીની સાતે જ ટ્વિટરની પોલિસીમાં ધરખમ ફેરફાર થઈ રહ્યા છે, આ અંગે અંદેશો ખુદ મસ્ક આપી ચૂક્યા છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ ટ્વિટર પર હવે યુઝર્સે વેરિફાઈડ બ્લૂ ટિક માટે દર મહિને ભાડુ ચૂકવવું પડશે. ચાલો, જાણીએ વિગતવાર માહિતી.

Twitter પર હવે Blue tick માટે ચૂકવવા પડશે પૈસા, મસ્કનો નિર્ણય

The Vergeના રિપોર્ટમાં ટેક ઈન્ડસ્ટ્રીના એક ભરસાપાત્ર સૂત્રના હવાલાથી આપવામાં આવેલી માહિતી મુજબ ટ્વિટર પર ટૂંક સમયમાં જ પે ફોર ધ પ્લે વેરિફિકેશન સિસ્ટમ શરૂ થવાની છે. આ સિસ્ટમ દ્વારા યુઝર્સે વેરિફાઈડ બ્લૂ ટિક માટે દર મહિને 20 ડૉલર એટલે કે 1,646 ભારતીય રૂપિયા ચૂકવવા પડશે.

મળતી માહિતી મુજબ ટ્વિટર વેરિફાઈડ બ્લૂ ટિકને હવે ટ્વિટરની પેઈડ સર્વિસ ટ્વિટર બ્લૂ અંતર્ગત લાવવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્વિટર બ્લૂના મંથલી સબસ્ક્રીપ્શન પ્લાનમાં પણ મોટા ફેરફાર થવાના છે. આ પ્લાન પહેલા કરતા વધારે મોંઘો થશે, સાથે જ તેમાં નવા ફીચર્સ પણ ઉમેરવામાં આવશે. જેમાંથી એક ફીચર વેરિફાઈડ બ્લૂ ટિક પણ હસે, એટલે કે હવે યુઝર્સ માત્ર ટ્વિટર બ્લૂ પર જ વેરિફાઈ થઈ શક્શે.

મોંઘુ થશે ટ્વિટર બલૂનું સબસ્ક્રીપ્શન

ધ વર્જના રિપોર્ટ મુજબ માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર હવે ટ્વિટર બ્લૂના સબસ્ક્રીપ્શન માટે 19.99 ડૉલર એટલે કે 1,646 રૂપિયા ચાર્જ લેશે. હાલના સમયમાં ટ્વિટર બ્લૂનો સબસ્ક્રીપ્શન ચાર્જ પ્રતિ મહિને 4.99 ડૉલર એટલે કે 410 ભારતીય રૂપિયા છે. સરવાળે, ટ્વિટર પર હાલ જે વેરિફાઈડ બ્લૂ ટિક યુઝર્સને ફ્રીમાં મલી રહી છે, તેના માટે યુઝર્સે ફરજિયાત ટ્વિટર બ્લૂનું સબસ્ક્રીપ્શન લેવું પડશે.

7 નવેમ્બર સુધીમાં આવી શકે છે નવું ફીચર

મળતી માહિતી પ્રમાણે એલન મસ્કે ટ્વિટરની ટીમને 30 ઓક્ટોબરથી આ નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા કહી દીધું છે, અને આ માટે 7 નવેમ્બરની ડેડલાઈન પણ નક્કી કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ કર્મચારીઓને 7 નવેમ્બર પહેલા આ ફીચર લોન્ચ કરવા માટે અલ્ટીમેટમ આપી દેવાયું છે. ચર્ચા એવી પણ છે કે જો આ ડેડલાઈન પૂરી નહીં થાય, તો ઘણા કર્મચારીઓને ટ્વિટરમાંથી બરતરફ પણ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એલન મસ્કે એક યુઝરને ટ્વિટના જવાબમાં કહ્યું હતું કે ટૂંક સમયમાં જ ટ્વિટર પર વેરિફિકેશન પ્રોસેસમાં પરિવર્તન આવવાનું છે.

આ રીતે થઈ ટ્વિટરની ડીલ

ટેસ્લાના સીઈઓ એલન મસ્કે 13 એપ્રિલના રોજ ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી હતી. જે માટે મસ્કે પ્રતિ શૅ 54.2 ડૉલર એટલે કે કુલ 44 બિલિયન ડૉલરની ઓફર આપી હતી. પરંતુ ટ્વિટર બોર્ડે આ ડીલને મંજૂરી આપ્યા બાદ મસ્કે ટ્વિટર પર રહેલા ફેક અકાઉન્ટના કારણે ડીલને હોલ્ડ પર રાખી હતી. છેલ્લા 8 જુલાઈના રોજ મસ્કે આ ડીલ સાવ રદ જ કરી નાખી.

મસ્કના આ નિર્ણય બાદ ટ્વિટર બોર્ડે કોર્ટને સહારો લીધો હતો. તો મસ્કે પણ ટ્વિટર પર બોગસ અકાઉન્ટની ખોટી માહિતી આપવા મામલે કોર્ટમાં રજૂઆત કરી. છેલ્લે બંને પક્ષ વચ્ચે સહમતિ થતા ઓક્ટોબરમાં આ ડીલ પૂરી થઈ. જે બાદ મસ્કે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ અને સીએફ નેડ સેહગલની હકાલપટ્ટી કરી દીધી.

Best Mobiles in India

Read more about:
English summary
Twitter Might Soon Verify Your Account for a Monthly Fee

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X