Just In
Twitter એ લોન્ચ કર્યું નવું ફીચર, હવે ઈચ્છશો એ જ લોકો જોઈ શક્શે તમારા ટ્વિટ
કેટલાક મહિના પહેલા આવેલા રિપોર્ટ્સ મુજબ ટ્વિટર પોતાના યુઝર્સ માટે Twitter Circle નામનું નવું ફીચર લોન્ચ કરવાની હતી. આ ફીચર યુઝર્સને પ્રાઈવેટ ટ્વિટ કરવાની સુવિધા આપશે. તાજેતરમાં જ ટ્વિટરે પોતાનું આ નવું ફીચર આખા વિશ્વમાં રોલ આઉટ કરી દીધું છે. ટ્વિટરે સત્તાવાર રીતે ટ્વિટ કરીને જ આ નવા ફીચર અંગે માહિતી આપી છે. નવા ફીચરની ખાસ વાત એ છે કે Twitter Circleમાં કરેલું ટ્વિટ આ સર્કલમાં રહેલા લોકો જ વાંચી શક્શે. Twitter Circleમાં યુઝર્સ એક સાથે વધુમાં વધુ 150 લોકોને એડ કરી શક્શે. આ ફીચર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝના ક્લોઝ ફ્રેન્ડ્ઝ જેવું જ છે.

Twitter એ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર Twitter Circle ફીચર અંગે માહિતી આપી છે. માઈક્રો બ્લોગિંગ સાઈટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ તમે જે વ્યક્તિઓને ઈચ્છશો, તે જ વ્યક્તિઓને Twitter Circleમાં એડ કરી શક્શો. પરંતુ જો કોઈ વ્યક્તિ તમને તેમના Twitter Circleમાં એડ કરશે અથવા તો રિમૂવ કરશે, તો તમને આ ઘટનાની નોટિફિકેશન નહીં આવે. આ ઉપરાંત ટ્વિટર પોતાના યુઝર્સને સર્કલ રિમૂવ કરવાની પણ પરવાનગી નથી આપતું. એટલે કે જો તમને કોઈ પોતાના સર્કલમાં એડ કરે છે, અને તમારે તેનો ભાગ નથી બનવો તો તમારે ફરજિયાત પણે સર્કલ બનાવનાર યુઝર્સને બ્લોક જ કરવો પડશે.
મે મહિનામાં કંપનીએ આ ફીચર ટેસ્ટિંગ માટે કેટલાક યુઝર્સને રોલ આઉટ કર્યું હતું, પરંતુ હવે દરેક યુઝર્સ આ ફીચરનો ઉપયોગ કરી શકે છે. મે મહિનામાં પણ કંપનીએ ટ્વિટ કરીને આ ફીચર અંગે માહિતી આપી હતી. જેમાં લખવામાં આવ્યું હતું,’કેટલાક ટ્વિટ્સ બધા જ માટે છે, જ્યારે કેટલાક ટ્વિટ્સ એ લોકો માટે છે, જેમને તમે પસંદ કર્યા છે. અમે હાલ ટ્વિટર સર્કલનું ટેસ્ટિંગ કરી રહ્યા છીએ. આ ફીચર દ્વારા તમે નક્કી કરી શક્શો કે કયા 150 લોકો તમારું ટ્વિટ જોઈ શકે છે.’
સર્કલમાં કરવામાં આવેલા ટ્વિટ નહીં કરી શકાય રિટ્વીટ
જો તમે પોતાના ટ્વિટ્સને મર્યાદિત લોકો સુધી સીમિત રાખવા ઈચ્છો છો, તો ટ્વિટરનું આ ફીચર ખૂબ જ ઉપયોગી બની શકે છે. આ ફીચર દ્વારા તમે તમારા નજીકના મિત્રોનું કે પછી ટાર્ગેટ ઓડિયન્સનું સર્કલ ક્રિએટ કરી શકો છો. સર્કલમાં કરવામાં આવેલું કોઈ પણ ટ્વિટ માત્ર સર્કલમાં રહેલા જ યુઝર્સ જ જોઈ શક્શે.
આ ઉપરાંત સર્કલમાં કરવામાં આવેલા ટ્વિટ ગ્રીન બેજમાં જોવા મળશે, એટલે કે આ ટ્વિટને કોઈ પણ યુઝર રિટ્વિટ કે રિશેર નહીં કરી શકે. આ ટ્વિટ પર આપવામાં આવેલા રિપ્લાય પણ પ્રાઈવેટ રહેશે, પછી ભલે તમારું અકાઉન્ટ પબ્લિક હોય.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470