ટ્વિટર ઘ્વારા લાઈવ વીડિયો એપીઆઈ લોન્ચ કરવામાં આવી

By: anuj prajapati

આજકાલ લાઈવ વીડિયો દરેક સોશ્યિલ મીડિયા એપમાં આપવાનું ચલણ થઇ ચૂક્યું છે. ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ તેમના લેટેસ્ટ અપડેટમાં લાઈવ વીડિયો ફીચર આપી રહ્યા છે. હવે ટ્વિટર પણ તેમના યુઝરને લાઈવ વીડિયો અનુભવ આપી રહ્યું છે.

ટ્વિટર ઘ્વારા લાઈવ વીડિયો એપીઆઈ લોન્ચ કરવામાં આવી

આ એપીઆઈ લાઈવ વીડિયો કન્ટેન્ટને એક અલગ જ લેવલ પર લઇ જશે. ટ્વિટર ઘ્વારા ખુબ જ મોટા પ્રો ગેમિંગ ઓર્ગેનાઇઝેશન ઇએસએલ અને ડ્રીમહેક સાથે ભાગીદારી કરવામાં આવી છે. ઇએસએલ અને ડ્રીમહેક ટ્વિટર પર લાઈવ સ્ટ્રીમ અને બીજી કનેક્ટેડ ડિવાઈઝ સાથે કરવામાં મદદ કરે છે.

મોટા વીડિયો કેમેરા, એડિંટિંગ બોર્ડ, ડેસ્કટોપ એડિટિંગ સોફ્ટવેર, સેટેલાઇટ વેન, અને બીજા બધા પણ ટ્વિટર ઘ્વારા બ્રોડકાસ્ટ કરી શકે છે. આ ફંક્શન ટ્વિટરના પેરિસ્કોપ કરતા પણ વધારે સારું કામ કરે છે. જેનો ઉદેશ સેમી બ્લોગરને આકર્ષિત કરવાનો હતો.

મારિસ્સા માયર યાહૂ તરફથી 23 મિલિયન ડોલર પાર્ટિંગ ગિફ્ટ મેળવશે

લાઈવ વીડિયો એપીઆઈ મોટા પબ્લિશિંગ એન્ટરપ્રાઇઝ માટે કસ્ટમાઇઝ કરવામાં આવ્યો છે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે ટ્વિટર લાઈવ એપીઆઈ ફાઈબુક લાઈવ એપીઆઈ જેવું જ કામ કરશે. પરંતુ હજુ સુધી માહિતી આવી નથી કે ટ્વિટર લાઈવ વીડિયો એપમાં પેરિસ્કોપનો ઉપયોગ કરશે કે નહીં.

ટ્વિટર ઘ્વારા તેની લોન્ચ ડેટ વિશે કોઈ પણ માહિતી આપવામાં આવી નથી. ટેલેસ્ટ્રીમ, વાયરકાસ્ટ, અને લાઈવ સ્ટ્રીમ સ્વીચર એપીઆઈ પાર્ટનર યુઝરને આ એપીઆઈ કઈ રીતે ઉપયોગ કરવું તેના વિશે મદદ કરશે.

English summary
Twitter is going to launch a live video API which will take live videos to the higher level to deliver extra high-quality content.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot