Twitter પર હવે એડિટ થઈ શક્શે ટ્વિટ, કંપનીએ આપ્યું નવું ફીચર

By Gizbot Bureau
|

માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટરે એડિટ બટનનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. લાંબા સમયથી ટ્વિટર યુઝર્સ એડિટ બટનની માંગ કરી રહ્યા હતા, હવે ફાઈનલી કંપનીએ આ બટનનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. એટલે કે આ બટન રોલઆઉટ થયા પછી ટ્વિટ એડિટ પણ કરી શકાશે. જો કે હાલ આ ફીચર બધા જ યુઝ્સને નહીં મળે. પરંતુ કંપની ટૂંક સમયમાં આ બટન બધા જ યુઝર્સ માટે રોલઆઉટ કરી શકે છે.

Twitter પર હવે એડિટ થઈ શક્શે ટ્વિટ, કંપનીએ આપ્યું નવું ફીચર

ઘણીબધી વખત એવું થાય છે કે ટ્વિટ કર્યા પછી યુઝર્સ તે ટ્વિટ બદલવા કે એડિટ કરવા ઈચ્છે છે, પરંતુ ટ્વિટરમાં હાલ એવી કોઈ સુવિધા નથી. ટ્વિટ કરવામાં જો કોઈ ભૂલ થાય તો ટ્વિટ ડિલીટ કરવું પડે છે. કંપનીએ આ માટે તાજેતરમાં જ Undo Tweetનું ફીચર આપ્યું હતું, પરંતુ હવે આવનારા એડિટ ફીચરથી ફેસબુક પોસ્ટની જેમ જ બધા જ ટ્વિટ પણ એડિટ કરી શકાશે. જો કે કંપનીએ એડિટ બટનનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે, પરંતુ તેનો ઉપયોગ દેખાય છે એટલો સરળ નથઈ.

ટ્વિટરે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી જ ટ્વિટ કરીને એડિટ બટન આપવાની જાહેરાત કરી છે. પરંતુ સાથે જ કંપનીએ એવું પણ કહ્યું છે કે હાલ આ બટનનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ટેસ્ટિંગને કારણે હાલ એડિટ ટ્વિટનો વિકલ્પ બધા જ યુઝર્સને નહીં મળે.

ટેસ્ટિંગ દરમિયાન એડિટ ટ્વિટનો વિકલ્પ માત્ર મર્યાદિત લોકો જ કરી શક્શે. શરૂઆતમાં આ ફીચર ટ્વિટર બ્લૂ સબસ્ક્રીપ્શન યુઝ કરનાર યુઝર્સને મળશે. આ સબસ્ક્રીપ્શન કંપની 4.99 ડૉલર એટલે કે લગભગ માસિક 400 રૂપિયામાં આપી રહી છે. એટલે કે જો તમારે ટ્વિટ એડિટ કરવાનો વિકલ્પ જલ્દી વાપરવો છે, તો તમારે ટ્વિટર બ્લૂનું સબસ્ક્રીપ્શન લેવું પડશે.

સામાન્ય યુઝર્સ માટે એડિટ ટ્વિટનું ઓપ્શન ક્યારે આવશે, તે કહી શકાય એમ નથી. કારણ કે કંપની સબસ્ક્રીપ્શન મોડલ પર ફોકસ કરી રહી છે, જેથી રેવન્યુ જનરેટ કરી શકાય. એક્સ્ટ્રા ફીચર આપીને ટ્વિટર લોકોને ટ્વિટર બ્લુનું સબસ્ક્રીપ્શન લેવા માટે લલચાવી રહી છે. શક્ય છે કે કંપની એડિટ ટ્વિટનું ઓપ્શન માત્ર તેનું સબ્સ્ક્રીપ્શન લેનાર યુઝર્સને જ આપે. હાલ તો આ મામલે માત્ર અંદા જ જ લગાવી શકાય તેમ છે.

ટ્વિટરના કહેવા પ્રમાણે એડિટેડ ટ્વિટ્સ પર એક લેબલ લાગેલું હશે, જે દર્શાવશે કે આ ટ્વિટ એડિટ કરવામાં આવ્યું છે. યુઝર્સ તેની પહેલાનું એટલે કે ઓરિજિનલ ટ્વિટ પણ જોઈ શક્શે. ટ્વિટર પર લાગેલા લેબલ પર ક્લિક કરવાથી યુઝર્સ ઓરિજિનલ ટ્વિટ વાંચી શક્શે.

કંપનીનું કહેવું છે કે એડિટ ટ્વિટના ફીચરથી લોકો ટાઈપો કે પછી મિસ્ડ હેશટેગ્સને એડિટ કરી શક્શે. ટ્વિટરનું માનવું છે કે એડિટ હિસ્ટ્રી દર્શાવવાથી ક્રેડિબિલીટી યથાવત્ રહેશે, કારણ કે લોકો જૂનું ટ્વિટ પણ વાંચી શક્શે. અહીં રસપ્રદ વાત એ છે કે એડિટ ટ્વિટનું ફીચર થોડાક સમય માટે જ રહેશે. એટલે કે ટ્વિટ કર્યાના 30 મિનિટની અંદર અંદર જ તમે તે ટ્વિટ એડિટ કરી શક્શો. 30 મિનીટ વીતી ગયા પછી ટ્વિટ એડિટ કરી શકાશે નહીં.

Best Mobiles in India

Read more about:
English summary
Twitter edit button finally coming soon company started testing

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X