Twitter Blue Tick, Gold Tick માં શું છે ફરક, કોને મળશે ગોલ્ડન ટિક?

|

Twitter એ આખરે Twitter Blue સર્વિસને ફરીવાર લોન્ચ કરી દીધી છે. આ માહિતી ટ્વિટરના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પરથી જ આપવામાં આવી છે. જો કે આ દરમિયાન સૌથી વધુ ચર્ચા ટ્વિટરની ગોલ્ડન ટિક અંગે થઈ રહી છે. ટ્વિટરે ટ્વિટર બ્લૂમાં બ્લૂ ટિકની સાથે ગોલ્ડન ટિક પણ શરૂ કરી છે. એટલે યુઝર્સને બ્લૂ ટિક અને ગોલ્ડન ટિક વચ્ચે મૂંઝવણ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે હવે ટ્વિટર બ્લૂ સર્વિસ લેનાર યુઝર્સે વધુ ફી ચૂકવવી પડશે અને યુઝર્સને ટ્વિટ એડિટ કરવા સહિતના બીજા ઘણા ફીચર્સ મળશે. ચાલો જાણીએ ટ્વિટર ગોલ્ડન ટિક અને બ્લૂ ટિક વચ્ચે શું ફરક છે.

Twitter Blue Tick, Gold Tick માં શું છે ફરક, કોને મળશે ગોલ્ડન ટિક?

સબસ્ક્રિપ્શન લેવું ફરજિયાત

ટ્વિટરની બ્લૂ ટિક મેળવવા માટે યુઝર્સે ટ્વિટર બ્લૂનું સબસ્ક્રીપ્શન લેવું પડશે, જે કોઈ સંસ્થા કે પછી કોઈ વ્યક્તિગત અકાઉન્ટને મળી શકે છે. પરંતુ ગોલ્ડન બેજ ટ્વિટર બ્લૂએ માત્ર બિઝનેસ અકાઉન્ટ માટે રિઝર્વ રાખ્યું છે. આ ગોલ્ડન ટિક હાલ ટેસ્ટિંગ ફેઝમાં છે, જો કે આ માટે યુઝર્સે ફી ચૂકવવી પડશે કે નહીં, તે અંગે ટ્વિટરે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી. પરંતુ એટલું સ્પષ્ટ છે કે ગોલ્ડન ટિક માત્ર બિઝનેસ અકાઉન્ટને જ મળશે.

ટ્વિટર બ્લૂના અકાઉન્ટમાં ગોલ્ડ ટિક

ટ્વિટરની આ નવી ગોલ્ડન ટિક હવે બધા જ સત્તાવાર અકાઉન્ટ માં જોવા મળી રહી છે. ગણી ભારતીય કંપનીઝ જેમ કે ગૂગલ ઈન્ડિયા ઓડી ઈન્ડિયા, શાઓમી ઈન્ડિયા જેવ અકાઉન્ટ્સ પર પણ ગોલ્ડન ટિક જોવા મળી રહી છે. જો કે ટ્વિટરે પોતાના સત્તાવાર અકાઉન્ટ પર પણ આ ગોલ્ડન ટિક રાખી છે.

ટ્વિટર બ્લૂ ટિક કોને આપશે?

ટ્વિટર જે વ્યક્તિગત અકાઉન્ટને વેરિફાઈ કરશે, તેમને ટ્વિટર બ્લૂ અંતર્ગત બ્લૂ ટિક મળશે. આ નવી અપેટ બાદ સરકાર સાથે જોડાયેલા અકાઉન્ટ્સને પણ બ્લૂ ટિક અપાઈ રહી છે. જેમ કે ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના ટ્વિટર અકાઉન્ટ પર બ્લૂ ટિક જોવા મળે છે. સાથે જ અકાઉન્ટની નીટે લખવામાં આવ્યું છે કે, આ ભારત સરકારનું સત્તાવાર અકાઉન્ટ છે. આ સબસ્ક્રિપ્શન બાદ યુઝર્સને એડિટ ટ્વિટ, 1080 પિક્સલનો વીડિયો અપલોડ કરવની સુવિધા, રીડર મોડ અને વેરિફાઈડ બેજ મળશે. યુઝર્સને સ્પેશિયલ થીમ અને કસ્ટમ નેવિગેશનના વિકલ્પ પણ યુઝ કરવા માટે મળશે. આ બ્લૂ સર્વિસ અંતર્ગત યુઝર્સને સૌથી વધુ શેર થતા આર્ટિકલ્સ પણ જોવા મળશે. જો કે આ ફીચર ઓટોમેટિકલી કામ કરશે.

વેરિફિકેશન ટિક માટે ચૂકવી પડશે આટલી રકમ

ટ્વિટર બ્લૂના સબસ્ક્રીપ્શનની કિંમતની વાત કરીએ તો આ કિંમત તમારા ફોનની ઓપરેટિંગ સિસ્ટમ પર આધાર રાખે છે. ટ્વિટરના વેબ વર્ઝન યુઝ કરનાર સામાન્ય યુઝર્સને 8 ડૉલર એટલે કે લગભગ 650 રૂપિયા પ્રતિ માસ ચૂકવવા પડશે. જ્યારે એપલ ડિવાઈસ યુઝર કરનાર યુઝર્સે પ્રતિ માસ 11 ડૉલર રૂપિયા ચૂકવવા પડશે.

Best Mobiles in India

Read more about:
English summary
Twitter Blue Tick and Gold Tick Know the Difference

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X