iPhone યુઝર્સને મોંઘું પડી શકે છે Twitter Blueનું સબસ્ક્રીપ્શન, જાણો કિંમત

|

Twitter ટૂંક સમયમાં ટ્વિટર બ્લૂ સબસ્ક્રીપ્શનને રિલોન્ચ કરવાનું છે. જો કે, એલોન મસ્ક iPhone યુઝર્સ પાસેથી ટ્વિટર બ્લૂના સબસ્ક્રીપ્શન માટે વધારે કિંમત વસૂલ કરી શકે છે. મળતી માહિતી મુજબ ટ્વિટરના સીઈઓ કંપનીની વેબસાઈટ પરથી ટ્વિટર બ્લુ સબ્સ્ક્રિપ્શન ખરીદતા ટ્વિટર એકાઉન્ટ્સ માટે સબસ્ક્રીપ્શન ફી કિંમત ઘટાડવાનું વિચારી રહ્યા છે. પરંતુ iPhone યુઝર, જે Apple App Store દ્વારા સબ્સ્ક્રિપ્શન માટે સબસ્ક્રીપ્શન ખરીદે છે, તેમણે વધુ ચૂકવણી કરવી પડી શકે છે.

iPhone યુઝર્સને મોંઘું પડી શકે છે Twitter Blueનું સબસ્ક્રીપ્શન

આ કારણે બંધ થઈ હતી ટ્વિટર બ્લૂ સર્વિસ

આ રિવાઈઝ્ડ ટ્વિટર બ્લૂનું સબસ્ક્રીપ્શન હજી નવા યુઝર્સ માટે અવેલેબલ નથી. એલન મસ્કે ટ્વિટર ખરીદ્યા બાદ અચાનક જ મોટી કંપનીઓ, બ્રાન્ડ્ઝ અને સેલિબ્રિટીઝના ફેક અકાઉન્ટ વધી જતા, ટ્વિટરે પોતાના ટ્વિટર બ્લૂ સબસ્ક્રિપ્શન સર્વિસને થોડા સમય માટે સસ્પેન્ડ કરી હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખરીદ્યા બાદ ટ્વિટર પર એલોન મસ્કના સૌપ્રથમ ફેરફારોમાંથી એક ફેરફાર ટ્વિટર બ્લુ સબ્સ્ક્રિપ્શનમાં સુધારો કરવાનો હતો. મસ્કે આ માટે માસિક સબ્સ્ક્રિપ્શનની કિંમત વધારી હતી, સાથે જ આ સર્વિસ સબ્સ્ક્રાઇબ કરનાર દરેકને પ્રતિષ્ઠિત બ્લુ ટિકનું વચન આપ્યું.

જોકે ટ્વિટર બ્લુ સર્વિસ ભલે હજી સસ્પેન્ડ છે, પરંતુ સબ્સ્ક્રિપ્શનની કિંમત યુઝર્સના ડિવાઈસ અને ચૂકવણી પ્લેટફોર્મના આધારે ઉપર અથવા નીચે જઈ શકે છે.

એપલ યુઝર્સ માટે આટલું હોઈ શકે છે ટ્વિટર બ્લૂનું સબસ્ક્રિપ્શન

જે યુઝર્સ ટ્વિટરની વેબસાઈટ પરથી જ ટ્વિટર બ્લૂનું સબસ્ક્રિપ્શન ખરીદશે તેમના માટે એલન મસ્ક 7 ડોલર એટલે કે લગભગ 580 રૂપિયા ફી ચાર્જ કરે તેવી શક્યતા છે. પરંતુ જે યુઝર્સ એપલ એપ સ્ટોર પરથી આ સર્વિસ ખરીદશે તેમની પાસેથી મસ્ક 11 ડોલર એટલે કે 900 રૂપિયા પ્રતિ માસ વસુલવાનું આયોજન કરી રહ્યા છે.

એપલ જે રીતે iOS App Storeને ચલાવી રહ્યું છે, તેના કારણે એલન મસ્ક એપલથી નારાજ છે. એટલું જ નહીં, ટીમ કૂક સાથે થયેલી મીટિંગ પહેલા તો મસ્કે એપલ સામે રીતસરની જંગ છેડી હતી. જો કે એપલના હેડક્વાર્ટરમાં બંને દિગ્ગજો વચ્ચે થયેલી મીટિંગ બાદ મસ્કે જાહેરાત કરી છે કે, હવે કોઈ મતભેદ રહ્યા નથી. મસ્કને લાગતું હતું કે એપલ પોતાના એપ સ્ટોર પરથી ટ્વિટરની એપ હટાવી દેશે. પરંતુ હવે મસ્કે જ કન્ફર્મ કર્યું છે કે એપલનું આવું કોઈ આયોજન નથી.

જો કે આ ઘટનાથી એપલ યુઝર્સ પાસેથી ટ્વિટર વધુ ફી વસુલે તે વાત માનવી થોડી અઘરી છે. લાગી રહ્યું છે કે એપલ પોતાના 30 ટકાના કમિશનને જવા દેવા નથી માગતું.

સરળ શબ્દોમાં કહીએ તો, મસ્ક આઇફોન યુઝર્સને Appleનું કમિશન ચૂકવવા દબાણ કરવાનો પ્રયાસ કરી શકે છે. Apple મસ્કને ટ્વિટરની વેબસાઇટ પર અલગ કિંમત વસૂલતા અટકાવી શકે નહીં, પરંતુ જો મસ્ક પોતાના વલણ પર અડગ રહે તો એપલ તેની નીતિઓનું ઉલ્લંઘન કરવા બદલ ટ્વિટર એપ્લિકેશનને હટાવી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Twitter Blue Subscription Prices May Be Higher for iPhone Users Due to ‘Apple Tax’?

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X