Just In
Twitter પર બ્લૂની સાથે મળશે હવે મળશે આ કલરના વેરિફિકેશન બેજ
માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરના નવા માલિક એલન મસ્કે ટ્વિટર બ્લૂના સબસ્ક્રિપ્શન સર્વિસને રિ-લોન્ચ કરવાની જાહેરાત કરી દીધી છે. જીયો 5જી સર્વિસની શરૂઆત 2 ડિસેમ્બર એટલે કે આગામી શુક્રવારે શરૂ કરશે. તમને જણાવી દઈએ કે એલન મસ્કે ટ્વિટર પર વધી રહેલા બોગસ અકાઉન્ટને કારણે ટ્વિટર બ્લૂ સર્વિસને બંધ કરી દીધી હતી.

આ રંગના મળશે વેરિફિકેશન બેજ
જ્યારે ટ્વિટર પર એક યુઝરે એલન મસ્કને ટેગ કરીને બ્લૂ સબસ્ક્રિપ્શન માટે પેમેન્ટ ન થવાની માહિતી આપી, તો જવાબમાં મસ્કે ટ્વિટ કરીને ટ્વિટર બ્લૂ ક્યારથી શરૂ થવાનું છે, તે અંગે માહિતી આપી. મસ્કે ટ્વિટ કરીને સૌથી પહેલા સોરી કહ્યું, સાથે જ જાહેરાત કરી કે ટ્વિટર બ્લૂ વેરિફિકેશન સર્વિસ આગામી શુક્રવારે ફરીવાર લોન્ચ કરવામાં આવશે
ટ્વિટર હવે બ્રાન્ડ્ઝ એટલે કે કંપનીઓને ગોલ્ડ અને સરકારી અકાઉન્ટ્સ માટે ગ્રે વેરિફિકેશન બેજ આપશે. જ્યારે સામાન્ય વ્યક્તિઓ, સેલેબ્સને બ્લૂ ટિક આપવામાં આવશે. જો કે આ માટે યુઝર્સે ચાર્જ આપવો પડશે.
તમને યાદ કરાવી દીએ કે ટ્વિટર બ્લૂ સર્વિસ લોન્ચ થવાની સાથે જ ટ્વિટર પર ફેક અકાઉન્ટ્સની સંખ્યામાં જબરજસ્ત વધારો નોંધાયો હતો. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને ઘણા સેલેબ્સ અને કંપનીઓના બોગસ અકાઉન્ટ બનીને વેરિફાઈ થઈ ગયા હતા. પરિણામે મસ્કે તાત્કાલિક અસરથી બ્લૂ સબસ્ક્રિપ્શનને બંધ કરી દીધું હતું. હવે આ ટ્વિટર બ્લૂ સર્વિસ 2 ડિસેમ્બરથી રિલોન્ચ થવાની છે.
વેરિફિકેશન માટે ચૂકવવી પડશે ફી
ટ્વિટર વેરિફિકેશન સર્વિસનો ઉપયોગ કરવા માટે હવે દરેક યુઝરે ચાર્જ આપવો પડશે. અત્યાર સુધી સામે આવેલા રિપોર્ટ્સ પ્રમાણે ભારતમાં યુઝરે વેરિફિકેશન બેજ માટે દરેક મહિને 720 રૂપિયા આપવા પડશે, જ્યારે અમેરિકા સહિતના દેશોમાં ટ્વિટર બ્લૂ સર્વિસની કિંમત 8 ડૉલર વસુલવામાં આવશે. જો કે કંપની કેટલી ફી લઈ રહી છે, તેની સત્તાવાર માહિતી તો આગામી શુક્રવારે જ્યારે ટ્વિટર બ્લૂ રિલોન્ચ થશે, ત્યારે જ ખબર પડશે.
ટ્વિટર બ્લૂમાં મળશે નવી સુવિધા
એલન મસ્કે કહ્યું હતું કે ટ્વિટર પર બ્લૂ ટિક માટે મહિને ફી ચૂકવતા યુઝર્સને બીજી પણ કેટલીક સુવિધાઓ આપવામાં આવશે. જેમાં યુઝર્સને રિપ્લાય અને સર્ચિંગમાં પ્રાથમિક્તા મળશે. આ ફીચર દ્વારા સ્પામ અને બોટ અકાઉન્ટ નિયંત્રિત કરવામાં આવશે. સાથે જ આ સર્વિસ લેતા યુઝર્સને ટ્વિટર પર લાંબા વીડિયો અને ઓડિયો પોસ્ટ કરવાની પણ પરમિશન હશે. ટ્વિટર બ્લૂના યુઝર્સે એવા પબ્લિશર્સનું કન્ટેન્ટ જોવા માટે ફી નહીં આપવી પડે, જે ટ્વિટર સાથે પાર્ટનરશિપ ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે ટ્વિટર પર અત્યાર સુધ બ્લૂ વેરિફિકેશન રાજકીય નેતાઓ, સેલિબ્રિટીઝ, પત્રકારો અને જાહેર જીવનમાં કામ કરનાર લોકો માટે જ હતું. પરંતુ ટ્વિટર બ્લૂની સર્વિસમાં ફી ભરીને સામાન્ય વ્યક્તિઓ પણ વેરિફિકેશનનો લાભ લઈ શક્શે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470